________________
તૃતીય ઉદ્યોતઃ ૧૬, ૧૭
૧૮૯ સુપ વગેરેની વ્યંજકતાનું સમર્થન -
શંકા - અર્થના સામર્થ્યથી જ રસાદિનો આક્ષેપ થઈ શકે છે એમ કહ્યું છે. (તો પછી) ફરી સુપ આદિનું વ્યંજત્વ-વૈચિત્ર્ય કહેવું અસમ્બદ્ધ જ છે.
સમાધાન - પદોના વ્યંજત્ત્વના અવસરમાં આ સંબંધે કહી ચૂક્યા છીએ. (ઉત્તર આપી દીધો છે). વળી, (આ હેતુ પણ છે) અર્થ વિશેષથી જ રસની અભિવ્યક્તિ માનીએ તો પણ, અર્થ વિશેષના વ્યંજક શબ્દો વિના (વિના માવિત્વરિ) તેની પ્રતીતિ થઈ શકતી નથી. એથી જેવું દર્શાવવામાં આવ્યું છે (તે પ્રકારે) વ્યંજકના સ્વરૂપનું અલગ અલગ કરીને જ્ઞાન (રસાદિની પ્રતીતિમાં) ઉપયોગી છે જ. અને બીજે (‘ભામહવિચરણ માં ભટ્ટ ઉદ્ભ) શબ્દ વિશેષોનું જે ચારત્વ વિભાગ પાડીને પ્રદર્શિત ક્યું છે, તે પણ તેના (અર્થ) વ્યંજકત્વને કારણે જ વ્યવસ્થિત થાય છે એમ સમજવું જોઈએ.
અને જ્યાં એ (રસાદિવ્યંજકત્વ) અત્યારે પ્રતીત થતું ન હોય ત્યાં પણ, બીજી જાતની વ્યંજકરચનામાં, સમુદાયમાં પ્રયોજેલ એ શબ્દોનું જે સૌષ્ઠવ જોયું હતું, તે શબ્દો તે (વ્યંજક) સમુદાયથી અલગ થઈ જતાં પણ અભ્યાસવશ તે ચારુત્વ પ્રતીત થાય છે એ સમજવું જોઈએ. નહીંતર પછી, વાચત્વ સરખું હોય ત્યારે શબ્દોના સૌન્દર્યનો વિશેષ બીજો ક્યો હોય?
(શબ્દોના ચારત્વ વિશેષનો નિયામક) સધ્ય સંઘ કોઈ અન્ય જ (વિશેષતા) છે, એમ જો કહે તો (એ પૂછવું જોઈએ કે) આ સદયત્વ શું છે? રસભાવથી નિરપેક્ષ કાવ્યને આશ્રિત નિયમ વિશેષોનું જ્ઞાન? કે રસભાવાદિમય કાવ્ય સ્વરૂપના સંપૂર્ણ જ્ઞાનની નિપુણતા ? પહેલા પક્ષમાં, આ પ્રકારના સદયોએ વ્યવસ્થાપિત શબ્દવિશેષોનો ચારુત્વ નિયમ જ નહીં રહે. કેમકે (બીજીવાર) અન્ય પ્રકારથી જ એ શબ્દોનો સંક્તિ કરી શકાય છે. (એથી પહેલો પક્ષ ઠીક નથી)
બીજા પક્ષમાં (રસમાવામિય-વાવ્યસ્વરુપ-પરિજ્ઞાન-પુષ્યમેવ-સહૃદયત્વમ્ - આ પક્ષમાં) રસજ્ઞતા એ જ સદ્દયતા એમ થયું. એવા સદ્ધયોથી સંઘ (અનુભવાતું) - રસાદિને વ્યકત કરવાનું (રસ સમર્પણનું) નૈસર્ગિક સામર્થ્ય એ જ શબ્દોની વિશેષતા હોય છે. તેથી શબ્દોનું મુખ્ય સૌંદર્ય વ્યંજકત્વને આશ્રયે જ રહેલું હોય છે. અર્થની દષ્ટિએ, વાચકત્વનો આશ્રય પ્રસાદ જ તેમનો વિશેષ છે. અર્થની અપેક્ષા ન હોય ત્યાં અનુપ્રાસ વગેરેજ (તેમનો વિશેષ છે.)
કારિકા-૧૭ અને વૃત્તિ- (રસના વિરોધી અને તેમનો પરિહાર) આમ રસાદિનું વ્યંજકસ્વરૂપ કહીને તેમનું જ વિરોધીરૂપ સમજાવવાનું કહે છે.
“પ્રબન્ધ (કાવ્ય) અથવા મુક્તક (કાવ્ય)માં રસાદિનું નિબંધન ઇચ્છનાર બુદ્ધિમાન કવિએ વિરોધીઓનો પરિહાર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. (ટાળવાનો પ્રયત્ન કરવો જોઈએ.)” - -- -
પ્રબંધમાં કે મુકતકમાં રસભાવના નિબંધન તરફ (નિરૂપણ તરફ) આદરવાળા કવિએ વિરોધીના પરિહાર માટે ખૂબ યત્ન કરવો. નહીંતર તેનો એક પણ શ્લોક સમ્યફ રસમય નહીં થાય.