________________
૧૪૫
દ્વિતીય ઉધોતઃ ૨૭, ૨૮, ૨૯
(જે દ્વારિકા પુરીમાં) રમણીયતાને કારણ પતાકાને પ્રાપ્ત કરનારી, એકાન્તને કારણે રાગને વધારનારી, ઝૂકેલી વળીઓ (છાપરાનો આધાર)વાળી વલભીઓનું સેવન યુવકો પોતાની વધૂઓની સાથે કરે છે.'
અહીં ‘વધૂઓની સાથે હવેલીનું સેવન કરતા હતા, આ વાક્યર્થની પ્રતીતિની પછી ‘વધૂઓ જેવી હવેલીઓ, એ શ્લેષની પ્રતીતિ શબ્દવિના અર્થસામર્થ્યથી મુખ્ય રૂપમાં થાય છે. યથાસંખ્ય ધ્વનિ(નું ઉદાહરણ) જેમ કે
આંબામાં (પહેલા) અંકુર ફૂટ્યા, (પછી) પાન આવ્યાં, (પછી) કળીઓ બેઠી (અને પછી) કૂલ ખીલ્યાં' (એ ક્રમથી તેના) હૃદયમાં કામદેવ અંકુરિત, પલ્લવિત, મુકુલિત અને વિકસિત થયો.”
અહીં યથાક્રમ અનુક્રમ છે તેથી કામદેવનાં વિશેષણરૂપી અંકુરિત’ વગેરે શબ્દથી અનુરણનરૂપી ચારુત્વ છે. (= સંલક્ષ્યક્રમવ્યંગ્યરૂપી ચારુત્વ) તે, કામદેવ અને આમ્રવૃક્ષની તુલ્યયોગિતા તથા સમુચ્ચયના લક્ષણથી, વાચ્યથી ચડિયાતું દેખાય છે.
આમ બીજા અલંકારો પણ યથાયોગ્ય રૂપે (સ્વયં) સમજી લેવા જોઈએ. (અલંકાર ધ્વનિનું પ્રયોજન)
કરિકા-૨૮ અને વૃત્તિ ઃ આ રીતે અલંકાર ધ્વનિના માર્ગનું (વિસ્તારથી). પ્રતિપાદન કરીને (હ) તેનું પ્રયોજન સિદ્ધ કરવાને માટે કહે છે. | ‘(કટક, કુંડળ જેવા) જે અલંકારોની વાચ્યાવસ્થામાં શરીરરૂપતા પ્રાપ્તિ પણ નિશ્ચિત નથી હોતી (અર્થાત્ વાચ્યાવસ્થામાં કાવ્યનું અંગ-શરીર-બની શકતા નથી) તે અલંકારો વ્યંગ્યરૂપતાને પામીને (અર્થાત્ ધ્વનિરૂપ બનીને) પરમ ચારુત્વને પ્રાપ્ત કરે છે.”
ધ્વનિનું અંગ હોવાપણું બે ય પ્રકારથી હોય, વ્યંજત્વથી અને વ્યંગ્યત્વથી. તેમાંથી અહીં પ્રકરણ ઉપરથી વ્યંગ્યત્વ છે એમ સમજવું. વ્યંગ્યત્વમાં પણ અલંકારની પ્રધાન વિવેક્ષા હોય ત્યાં ધ્વનિમાં સમાવેશ થઈ શકે છે. નહિ તો ગુણીભૂત વ્યંગ્ય ગણાય છે એવું (હવે પછી) સમજાવાશે.
કારિકા-૨૯ અને વૃત્તિ (વસ્તુમૂલ અલંકાર ધ્વનિ)
અંગી (પ્રધાન)રૂપે અલંકારો વ્યંગ્ય હોય ત્યારે પણ તેમની ગતિ બે પ્રકારની હોય છે. કોઈક વખત વસ્તુમાત્રથી સૂચવાય છે, તો કોઈક વખત અલંકારથી. તેમાં
અલંકારો જ્યારે વસ્તુમાત્રથી વ્યંજિત થતા હોય છે ત્યારે તેમની પ્લવંગતા નિશ્ચિત છે.
(અર્થાત્ તેઓ નક્કી ધ્વનિનું અંગ બને છે.) તેનું કારણ (એ છે કે)
કાવ્યવ્યાપારનો આધાર જ એના ઉપર હોય છે. કેમકે ત્યાં તે પ્રકારના વ્યંગ્ય અલંકારની પ્રતીતિને માટે જ કાવ્ય પ્રવૃત્ત થયું છે. નહીંતર તે (વસ્તુમાત્ર પ્રતિપાદક ચમત્કૃતિ વિનાનું) કેવળ વાક્યમાત્ર રહી જાય. (કાવ્ય જ ન રહે).