________________
૧૪૭
દ્વિતીય ઉદ્યોતઃ ૩૦, ૩૧
કારિકા ૩૦ અને વૃત્તિઃ (અલંકારમૂલ અલંકારધ્વનિ)
તે જે અલંકારોનો “બીજા અલંકારોથી જો વ્યંગ્યભાવ હોય તો વળી, “જો ચારુત્વ ઉત્કર્ષને લીધે ત્યાં વ્યંગ્યનું પ્રાધાન્ય દેખાતું હોય તો તેઓ ધ્વનિનું અંગ થઈ
જશે.”
એમ કહ્યું જ છે કે વાચ્ય અને વ્યંગ્યના ચારુત્વના ઉત્કર્ષનું નિબંધન એ જ પ્રધાન વિવેક્ષા છે. વસ્તુમાત્ર વ્યંગ્ય હોય ત્યારે પહેલાં દર્શાવેલ ઉદાહરણો પ્રમાણે અલંકારોનો વિષય સમજવો. તેથી આમ અર્થમાત્રથી કે વિશિષ્ટ અલંકારરૂપી અર્થથી, અન્ય અર્થનો -વસ્તુનો-કે અલંકારનો પ્રકાશ થાય ત્યાં ચારુત્વના ઉત્કર્ષને કારણે એ વ્યંજિત થતાં વસ્તુ કે અલંકાર પ્રધાનતા પ્રાપ્ત કરતાં હોય ત્યાં અર્થશક્તિથી ઉદ્દભવતો અનુરણનવ્યંગ્ય - ધ્વનિ (અર્થાત્ અર્થશક્તિમૂલ સંલક્ષ્યમવ્યંગ્ય ધ્વનિ) સમજવો જોઈએ.
કારિકા-૩૧ અને વૃત્તિઃ (અભિધામૂલ ધ્વનિનું ગુણીભૂત વ્યંગ્યત્વ)
આમ ધ્વનિના પ્રભેદોનું પ્રતિપાદન કરીને તેના (=ધ્વનિના) આભાસનો (ગુણીભૂતવ્યંગ્યનો) વિવેક કરવા માટે કહે છે (અર્થાત્ ગુણીભૂતવ્યંગ્ય અને ધ્વનિ વચ્ચે ભેદ સમજાવવા કહે છે.) “જ્યાં પ્રતીયમાન (= વ્યંગ્ય અર્થ) પ્રશ્લિષ્ટત્વથી (= કિલષ્ટત્વથી, અસ્કુટરૂપે) પ્રતીત થતો હોય અથવા વાચ્યના અંગરૂપે પ્રતીત થતો હોય તે નિને ગોચર નથી. (અર્થાત્ ધ્વનિનો વિષય ગણાતો નથી.)
(અવિવક્ષિતવાચ્ય યાને લક્ષણામૂલ અને વિવક્ષિતા પરવાચ્ય યાને અભિધામૂલ ધ્વનિ) બન્ને પ્રકારનો વ્યંગ્ય અર્થ, સુટ અને અસ્કુટ (બે પ્રકારનો) છે. એમાંથી જે ફુટ પ્રતીયમાન અર્થ છે તે જ્યારે શબ્દશક્તિથી કે અર્ધશક્તિથી પ્રગટ થતો હોય ત્યારે ધ્વનિ કહેવાય છે. (ધ્વનિનો માર્ગ વિષય-કહેવાય છે.) બીજો નહિ. (અર્થાત્ અસ્કુટરૂપથી પ્રતીત થનારો ધ્વનિનો વિષય નથી પણ ધ્વન્યાભાસ છે.) જે પ્રતીયમાન અર્થ ફુટ હોય પણ વાચ્યાર્થના અંગરૂપે પ્રતીત થતો હોય તે આ અનુરણન વ્યંગ્ય ધ્વનિનો (અર્થાત્ સંલક્ષ્યક્રમવ્યંગ્ય ધ્વનિનો) વિષય બનતો નથી.” જેમ કે
“ફોઈબા, (જુઓને !) નથી કમળ મંલિન થયાં કે નથી હંસ ઊડી ગયાં (તો પણ) આ ગામના તળાવમાં કોઈએ વાદળને ઉલટાવીને (કેવી સફાઈથી) રાખી દીધું છે !'
અહીં મુગ્ધ વધૂ વડે વાદળના પ્રતિબિંબના દર્શનરૂપી પ્રતીયમાન (=વ્યંગ્ય) વાચ્યનું અંગ છે. આવા વિષયમાં અન્યત્ર પણ જ્યાં વ્યંગ્ય (અર્થ) કરતાં વાચ્ય (અર્થ) ચારુત્વના ઉત્કર્ષની પ્રતીતિની કારણે પ્રધાન લાગતો હોય ત્યાં વ્યંગ્ય (અર્થ) અંગરૂપે (ગૌણરૂપે) જ પ્રતીત થાય છે અને તે ધ્વનિનો વિષય બનતો નથી. જેમ કે