________________
તૃતીય ઉદ્યોતઃ ૬
૧૨૫ અવ્યુત્પત્તિત દોષ શક્તિ (પ્રતિભાનો પ્રભાવ)થી ઢંકાઈ જવાને કારણે કોઈવાર દેખાતો નથી (ધ્યાનમાં આવતો નથી). પરંતુ જે અશક્તિક્ત દોષ છે તે ઝટ નજરે ચડે છે. આ (વિષય)માં પરિકર શ્લોક છે. “કવિનો અવ્યુત્પત્તિને કારણે થનાર દોષ શક્તિથી ઢંકાઈ જાય છે, પણ જે તેની અશક્તિને લીધે થયેલો છે તે ઝટ પ્રતીત થઈ જાય છે.”
જેમ કે (કાલિદાસ વગેરે) મહાકવિઓના ઉત્તમ દેવતા વિષયક પ્રસિદ્ધ સંભોગ શૃંગારાદિનાં વર્ણન (નિબંધન)નું અનૌચિત્ય પણ શક્તિથી ઢંકાઈ જવાને કારણે ગ્રામ્યરૂપે દેખાતું નથી. જેમકે ‘કુમારસંભવમાં દેવી પાર્વતી)ના સંભોગનું વર્ણન. એવા વિષયમાં ઔચિત્યનો અત્યાગ (સ્વીકાર) કેવી રીતે કરાય તે આગળ (૩/ ૧૦-૧૪) દર્શાવેલ છે.
અવ્યુત્પત્તિકૃત દોષ શક્તિથી ઢંકાઈ જાય છે એ વાત અન્વયવ્યતિરેકથી સિદ્ધ થાય છે. કેમકે શક્તિ રહિત કવિ જો આવા (ઉત્તમ દેવતાદિના) વિષયમાં શૃંગારનું વર્ણન કરે તો (માતાપિતાના સંભોગ વર્ણનની જેમ) સ્પષ્ટ જ દોષરૂપે દેખાય છે.
(પ્રશ્ન) આ પક્ષમાં યો યઃ શસ્ત્ર વિમર્તિ ઈ. (શ્લોક)માં શું અચારુત્વ છે ? (ઉત્તર) પ્રતીત ન થતા અચારુત્વનો આરોપ કરીએ છીએ.
માટે ગુણથી ભિન્નત્વમાં અને ગુણરૂપમાં “સંઘટનાનું નિયમન કરનાર કોઈ બીજો હેતુ કહેવો જોઈએ. તેથી કહે છે
૬ બ “તેના (સંઘટનાના) નિયમનનો હેતુ વક્તા અને વાચ્યનું ઔચિત્ય છે.'
તેમાં વક્તા, કવિ (પોતે) યા કવિએ સર્જેલ (પાત્ર) (એમ બે પ્રકારના) હોઈ શકે છે. કવિસર્જિત (વક્તા) પણ રસભાવ (વગેરેથી) રહિત અથવા રસભવ (વગેરેથી) યુક્ત (એમ બે પ્રકારનો) હોઈ શકે છે. (તેમાં) રસ પણ કથાનાયકના આશ્રયે રહેલો અથવા તેના વિરોધી (પ્રતિનાયક, શત્રુ)ના આશ્રયે રહેલો (એમ બે પ્રકારનો) હોઈ શકે છે. કથાનાયક પણ ધીરોદાત્તાદિ ભેટવાળો પહેલો (નાયક) કે ઉપનાયક (હોય) એમ વિકલ્પો છે.
વાચ્ય (અર્થ પણ) ધ્વનિરૂપ રસનું અંગ અથવા રસાભાસનું અંગ હોય, અભિનેયાર્થ કે અનભિનેયાર્થ (હોય), ઉત્તમ પ્રકૃતિને આશ્રયે રહેલું હોય અથવા તેનાથી ભિન્ન (મધ્યમ, અધમ) પ્રકૃતિને આશ્રયે રહેલું હોય એમ ઘણા પ્રકારનું હોય છે.
એમાંથી રસભાવરહિત કવિ, વક્તા હોય ત્યારે રચનાની સ્વતંત્રતા છે. (અર્થાત્ ગમે તેવી સંઘના વાપરી શકાય). કવિ નિરૂપિત પાત્ર વક્તા હોય અને તે પણ રસભાવ રહિત હોય ત્યારે તે જ (રચનાની સ્વતંત્રતા) છે. પણ જ્યારે કવિ અથવા કવિનિરૂપિત (પાત્ર) વક્તા, રસભાવ સમન્વિત હોય અને તે રસ પણ પ્રધાનપાત્રને આશ્રયે રહેલો હોઈ ધ્વનિના આત્મારૂપ હોય તો નિયમથી જ ત્યાં સમાસ વિનાની કે મધ્યમ સમાસવાળી સંધ ના હોવી જોઈએ. કરુણ અને વિપ્રલંભ શૃંગારમાં તે સમાસરહિત જ સંઘટના (રચના) હોવી જોઈએ.