________________
દ્વિતીય ઉદ્યોતઃ ૨૧
૧૩૧ ભટ્ટના સ્થાવીશ્વર જનપદના વર્ણનમાં- “અને જ્યાં માતંગગામિની અને શીલવતી [(૧) ચાંડાળથી ભોગ કરનારી અને ચારિત્ર્યવાળી (વિરોધ) (૨) ગજગામિની અને શીલવતી-ચારિત્ર્યવાળી-(વિરોધ-નો પરિહાર થાય છે.] ગૌરી અને વિભાવરત [(૧) પાર્વતી અને વિ-ભવ (શિવ ભિન્ન)માં રત (૨) ગૌરવર્ણની અને વૈભવમાં રચીપચી શ્યામા અને પરાગિણી [(૧) શ્યામ વર્ણની અને કમળ જેવા લાલ વર્ણની. (૨) શ્યામા-તરુણી અને પદ્મરાગમણિના અલંકારોથી યુક્તધવલબ્રિજ શુચિવદન અને મદિરાથી સુગંધિત શ્વાસવાળી ((૧) નિર્મળ બ્રાહ્મણ સમાન પવિત્ર મુખવાળી અને મદિરાની ગંધ જેના શ્વાસમાં છે તેવી (૨) સફેદ દાંતવાળા સ્વચ્છ મુખવાળી અને મદિરાગંધયુક્ત શ્વાસવાળી પ્રમઠાઓ-સ્ત્રીઓ છે.
અહીં ‘વિરોધ અલંકાર અથવા તેની (= વિરોધની) છાયાવાળો ‘શ્લેષ વાચ્ય છે એમ કહી શકાતું નથી. સાક્ષાત્ શબ્દથી ‘વિરોધ” અલંકાર પ્રકાશિત નથી થતો તે માટે.
જ્યાં ‘વિરોધ’ અલંકાર શબ્દથી સાક્ષાત્ જણાય છે તે શ્લિષ્ટ વાક્યમાં જ ‘વિરોધ અથવા ‘શ્લેષ’ વાચ્યાલંકારત્વનો વિષય થઈ શકે છે. (અર્થાત્ ત્યાં વિરોધ અથવા
શ્લેષ’માં વાચ્યાલંકારત્વ કહી શકાય છે. જેમકે એ (ગ્રંથ)માં જ (હર્ષચરિતમાં) - વિરોધી પદાર્થોના સમવાયની જેમ, જેમકે નજીક છે વાળરૂપી અંધકાર જેની એવી સૂર્યની મૂર્તિ (વિરોધ થયો), અંધકાર જેવા કાળા વાળ વાળી છતાં ચમકતી મૂર્તિવાળી” (વિરોધ દૂર થાય છે.) વગેરેમાં, જેમકે મારા જ (શ્લોક)માં
બધાંના એકમાત્ર શરણ, અક્ષય, અધીશ, બુદ્ધિના સ્વામી, હરિ, કૃષ્ણ, ચતુર આત્માવાળા, નિષ્ક્રિય, શત્રુનો નાશ કરનાર ચક્રધરને નમસ્કાર કરો.'
અહીં શબ્દશક્તિમૂલક અનુરણન રૂપ વિરોધ સ્પષ્ટરૂપમાં પ્રતીત થાય છે.
આ રીતે (શબ્દશક્તિમૂલ સંલક્ષ્યમવ્યંગ્યધ્વનિરૂપ) “વ્યતિરેક અલંકાર પણ જોવા મળે છે. જેમ કે મારા જ (શ્લોકમાં) - | (સૂર્યના) જે અંધકારનો નાશ કરનાર (કિરણ રૂ૫) પાઠ આકાશને ઉજ્જવળ કરે છે અને જે (ચરણરૂ૫) પાદ નખોથી શોભિત (વ્યતિરેક એ છે કે આકાશને ઉજ્જવળ કરતા નથી), જે (કિરણરૂપ પાઠ) કમળોની શોભા વધારે છે અને જે (ચરણ રૂપ પાદ) કમળોની શોભાને તિરસ્કૃત કરે છે, જે (કિરણરૂપ પાદ) ક્ષિતિભૂત-પૃથ્વીને ધારણ કરનારાં- અર્થાત્ (પર્વતનાં શિખરો પર આક્રમણ કરે છે અથવા) રાજાઓના મસ્તક પર પ્રકાશે છે અને જે (ચરણરૂપ પાદ) દેવતાઓનાં પણ મસ્તક પર આક્રમણ કરે છે. આ રીતે સૂર્યનાં બંને પાદ (કિરણરૂપ અને ચરણરૂપ) આપનું કલ્યાણ કરો.
આમ “શબ્દશક્તિમૂલ અનુસ્વાન વ્યંગ્ય’ના (સંલક્ષ્યક્રમ વ્યંગ્ય ધ્વનિના) બીજા પણ પ્રકારો છે. તે સદ્ધયોએ પોતે સમજી લેવા. અહીં ગ્રંથવિસ્તારના ભયથી તેનો વિસ્તાર નથી કર્યો.