________________
દ્રિતીય ઉદ્યોતઃ ૨૧ (બીજો અર્થ-ખીલેલી જૂઈના જેવા શુભ્ર અટ્ટહાસ્ય કરતા) ગ્રીષ્મ નામનો લાંબા દિવસોવાળો સમય ઉદય પામ્યો. (મહાહાલ= શિવ-બીજો અર્થ) (અર્થાત્ મહાકાલ શિવની જેમ ગ્રીષ્મ નામનો મહાકાળ પ્રગટ થયો)” અને જેમકે
કાળા અગરુના જેવા કૃષ્ણ વર્ણના, ધારાઓથી શોભતા, ચઢી આવેલા મેઘ કોના ચિત્તને તન્વી માટે પોતાની પ્રિયા માટે ઉત્કંઠિત નથી બનાવ્યું?” અન્ય અર્થ પયોધર-સ્તનને લગતો છે-“કાળા અગરુના લેપથી શ્યામ વર્ણવાળા, હારથી શોભતા, તે તન્વીના ઉન્નત પયોધરે-સ્તને-કોના ચિત્તને ઉત્કંઠિત નથી બનાવ્યું?)
અથવા જેમકે
“સમુચિત સમયે (ગ્રીષ્મ ઋતુમાં) આકૃષ્ટ (સમુદ્ર વગેરેમાંથી બાષ્પરૂપમાં આકૃષ્ટ) અને વરસાવેલાં જળથી પ્રજાને આનંદ આપનારાં, દિવસની શરૂઆતના ભાગમાં ચારેય દિશાઓમાં ફેલાઈ જનાર અને દિવસને અંતે (સૂર્યાસ્ત સમયે) એકઠાં થઈ જનાર, દીર્ઘકાળ વ્યાપી દુઃખના કારણભૂત ભવસાગરને પાર કરવા માટે નૌકારૂપ, પવિત્ર પદાર્થોમાં શ્રેષ્ઠ, સૂર્યનાં કિરણો તમારામાં અપરિમિત આનંદ ઉત્પન્ન
કરો.”
(પ્રથમ અર્થ, સૂર્ય કિરણને લગતો, બીજો અર્થ ગાયોને લગતો છે. ગાયો જેવાં સૂર્યકિરણો એમ સાદશ્ય વ્યંજિત છે.) બીજો અર્થ
સમુચિત સમયે (દોહવાની પહેલાં) દૂધ ખેંચીને અને આપીને (દૂધથી) પ્રજાને આનંદ આપનાર, દિવસના શરૂઆતના ભાગમાં (સવારમાં) (ચરવા માટે) ચારેય દિશાઓમાં ફેલાઈ જનાર અને દિવસને અંતે (ચરીને પાછી આવે ત્યારે) એકઠી થઈ જનાર, દીર્ઘકાળ વ્યાપી દુઃખના કારણભૂત ભવસાગરને પાર કરવા માટે નૌકા રૂપ, પવિત્ર પદાર્થોમાં શ્રેષ્ઠ, ગાયો તમારામાં અપરિમિત (અપાર) આનંદ ઉત્પન્ન કરો.'
આ ઉદાહરણોમાં (૩) સુમસમયયુગમુપસંદનું ઈ. (૨) કન્નતઃ ઘોસાદ... ઈ. (૩) જ્ઞાનન્દ્રા પ્રજાનાં... ઈ.) શબ્દશક્તિથી પ્રકાશતો બીજો અપ્રસ્તુત અર્થ હોવા છતાં, વાક્યનો અસંબદ્ધ અર્થ (અભિધાથી) ન આવે તે માટે અપ્રસ્તુત (અપ્રાકરણિક) અને પ્રસ્તુત અર્થનો (પ્રાકણિકનો) ઉપમાન- ઉપમેયભાવ કલ્પવો જોઈએ. આ રીતે આ ‘શ્લેષ', અર્થની દ્વારા આક્ષિપ્ત થાય છે. (વ્યંજિત થાય છે.) શબ્દની દ્વારા ઉપારઢ નથી હોતો. (અર્થાત્ શબ્દ-વાચ્ય થતો નથી.) આ રીતે અનુસ્વાનોપમ વ્યંગ્ય ધ્વનિનો (અર્થાત્ સંલક્ષ્યક્રમ વ્યંગ્યનો) વિષય શ્લેષથી ભિન્ન છે.
૨૧.૩ (ઉપમા સિવાય) અન્ય અલંકારો પણ શબ્દશક્તિમૂલક અનુરણનરૂપ વ્યંગ્ય ધ્વનિ'માં (અર્થાત્ સંલક્ષ્યમ્ વ્યંગ્ય ધ્વનિમાં) સંભવે છે. દા.ત. ‘વિરોધ (અલંકાર) પણ ‘શબ્દશક્તિમૂલ અનુસ્વાન વ્યંગ્ય'માં જોવા મળે છે. જેમકે બાણ