________________
દ્વિતીય ઉદ્યોત : ૨૧
૧૨૭
અહીં વ્યતિરેકની છાયાને પરિપુષ્ટ કરનારો ‘શ્લેષ’ (સ્વતનો: અવશ્યત્ અધિામ્ આ પરથી) જ વાચ્ય રૂપથી પ્રતીત થાય છે.
વળી, જેમ કે – (વાચ્યશ્લેષનું દૃષ્ટાંત) ‘“મેઘરૂપી સર્પમાંથી ઉત્પન્ન થયેલું વિષ વિયોગિનીઓને ચક્કર, બેચેની, હૃદયની અલસતા, જ્ઞાન અને ચેષ્ટાનો અભાવ, મૂર્છા, અંધારાં, શરીરનો થાક અને મરણ બળપૂર્વક ઉત્પન્ન કરે છે.’’
અથવા જેમકે- (વાચ્ય શ્લેષનું દષ્ટાંત) નિરાશ શત્રુઓના માનસરૂપી સુવર્ણ કમળને મસળી નાખનાર, પોતાની યશરૂપી સૌરભથી યુક્ત અને નિરંતર દાન દેનાર જે રાજાના બાહુદંડ માનસરોવરના સુવર્ણ કમળોને ખંડિત કરવાથી (તેની) સૌરભથી યુક્ત અને નિરંતર દાનજલપ્રવાહિત કરનાર હાથીઓની સમાન છે.’’
અહીં પણ રૂપની શોભામાં વધારો કરનાર ‘શ્લેષ’ વાચ્યરૂપે જ પ્રતીત થાય છે.
૨૧.૨ તે વ્યંગ્ય અલંકાર જ્યાં વળી, બીજા શબ્દથી કહેવાયેલ સ્વરૂપવાળો હોય ત્યાં, શબ્દશક્તિથી ઉત્પન્ન થતો અનુરણનરૂપ ધ્વનિ સમજવો યોગ્ય નથી. ત્યાં તો ‘વક્રોક્તિ’ વગેરે વાચ્ય અલંકારનો જ વ્યવહાર છે. (ત્યાં વક્રોક્તિ વગેરે વાચ્ય અલંકાર જ ગણાય છે.) જેમકે
“હે કેશવ, ગાયોએ ઉડાડેલી ધૂળથી દૃષ્ટિ હરાઈ ગઈ હોવાથી, (રસ્તાની વિષમતા આદિ) કશું હું જોઈ ન શકી. તેથી (ઠોકર ખાઈને) હું પડી ગઈ છું. હું નાથ, પડેલી એવી મને કેમ પકડતા નથી ? વિષમ સ્થળોમાં (ખાડા-ટેકરાવાળા સ્થળે) ગભરાઈ જનાર નિર્બળ જનોનો તમે એકમાત્ર સહારો છો. ગોશાળામાં ગોપી-વડે આ રીતે સૂચક શબ્દોથી (યર્યશબ્દોથી) કહેવાયેલા કૃષ્ણ તમારું હંમેશાં રક્ષણ કરો.
બીજો અર્થ : ‘હે કેશવ, સ્વામી (ગોપ), તમારા અનુરાગમાં અંધ થઈને મેં કંઈ જોયું નહીં તેથી મારા પતિવ્રતાધર્મથી પતિત થઈ છું. હે નાથ, હવે આપ મારા પ્રત્યે પતિભાવ કેમ ગ્રહણ કરતા નથી. કેમકે કામથી (વિષમ-વુઃ થી) સંતસ મનવાળી સમસ્ત અબળાઓની એકમાત્ર આપ જ ગતિ (ઈર્ષ્યાદિ રહિત તૃપ્તિ સાધન) છો. આ રીતે ગોશાળામાં ગોપી દ્વારા સૂચક શબ્દોથી સંબોધાયેલા કૃષ્ણ હંમેશાં તમારું રક્ષણ કરો.
આવી જાતનો બધો યે ભલે વાચ્ય શ્લેષનો વિષય થાય.
પણ જ્યાં (શબ્દના) સામર્થ્યથી વ્યંજિત થતો બીજો અલંકાર શબ્દશક્તિથી પ્રકારો છે, તે બધો ધ્વનિનો વિષય છે, જેમકે
‘‘એવામાં વસંતઋતુના બે માસ (ચૈત્ર-વૈશાખ)નો ઉપસંહાર કરી [બીજો અર્થ-વસંત જેવા શોભતા બે યુગ (સતયુગ અને ત્રેતાયુગ)નો અંત આણી], અટારીઓને શ્વેત બનાવી દેતો, ખીલેલી જૂઈના હાસ્ય (વિકાસ)થી પૂરિપૂર્ણ