________________
દ્વિતીય ઉદ્યોતઃ ૧૩, ૧૪, ૧૫, ૧૬)
૧૧૧ કારિકા ૧૩ અને વૃત્તિઃ “(અહીં તેનું) માત્ર દિગ્દર્શન જ કરાવીએ છીએ. જેથી વ્યુત્પન્ન સદાયોની બુદ્ધિ સર્વત્ર પ્રકાશ પ્રાપ્ત કરી શકે.
દિલ્માત્ર કથનથી અલંકાર વગેરેની સાથે રસના એક જ ભેદના અંગાગિભાવના જ્ઞાનથી વ્યુત્પન્ન-બુદ્ધિમાન-સદયોની બુદ્ધિને બીજા બધા સ્થાનો પર (બધા રસોની બાબતમાં) જ પ્રકાશ મળી જશે.
કારિકા-૧૪ અને વૃત્તિ તેમાં, “અંગી શૃંગારના બધા પ્રભેદોમાં પ્રયત્નપૂર્વક એક પ્રકારના અનુબંધવાળો અનુપ્રાસ પ્રકાશક નથી હોતો.”
અંગી શૃંગારના જે પ્રભેદ કહેવામાં આવ્યા છે તે બધામાં એક પ્રકારના (અક્ષરના) બંધવાળા પ્રબંધથી જે અનુપ્રાસ આવે છે તે વ્યંજક નથી. મરિનઃ આ પદથી અંગભૂત (ગુણીભૂત) શૃંગારમાં એક જ જાતના (અક્ષરના) બંધવાળી રચનામાં સ્વેચ્છાપૂર્વક વર્તાય એમ કહ્યું છે.
કારિકા-૧૫ અને વૃત્તિક “શક્તિ હોવા છતાં, ધ્વનિના આત્મભૂત શૃંગારમાં અને વિશેષરૂપથી વિપ્રલંભ શૃંગારમાં યમક વગેરેની યોજના કરવી તે (કવિના) પ્રમાદીપણાનું સૂચક છે.”
ધ્વનિનો આત્મભૂત શૃંગાર તાત્પર્યરૂપથી વાચ્ય અને વાચક (અર્થ-શબ્દ) દ્વારા પ્રકાશિત થાય છે, તેમાં યમક વગેરે એટલે કે યમકના પ્રકારોનું નિબંધન દુષ્કર, શબ્દભંગ શ્લેષ વગેરે યોજવાની શક્તિ હોવા છતાં પણ પ્રમાદિત્વનું સૂચક છે. ‘પ્રમાદિત્વથી એ સૂચિત કર્યું છે કે કાતાલીય ન્યાયથી કોઈ એક યમક વગેરેની કયારેક રચના થઈ હોય તો ય બીજા અલંકારોની જેમ રસના અંગરૂપથી તેનો ઝાઝો વપરાશ ન કરવો. ‘ખાસ કરીને વિપ્રલંભમાં, એમ કહી, વિપ્રલંભ (શૃંગાર)માં સૌકુમાર્ય છે એમ બતાવે છે. તે (વિપ્રલંભ શૃંગાર)ની વ્યંજનામાં યમક આદિ (અલંકારો)નો પ્રયોગ, નિયમપૂર્વક, નહીં કરવો જોઈએ એમ (કહે છે).
કારિકા ૧૬ અને વૃત્તિઃ આ વિષયમાં યુક્તિ ( = વ્યાપક નિયમ) કહે છે.
“રસની દ્વારા આક્ષિત હોવાથી જ જે અલંકારનો બંધ (રચના) કરવાનું શક્ય હોય અને તેને માટે પૃથફ યત્ન કરવો ન પડે, ધ્વનિમાં તે જ અલંકાર માન્ય ગણવામાં આવે છે. (માનવામાં આવે છે.)”
જેની રચના (નિષ્પત્તિ) થઈ ગયા પછી આશ્ચર્યજનક લાગે તો યે જે અલંકારની રચના રસ દ્વારા આપ્તિ હોવાથી જુદા પ્રયત્ન વગર) શક્ય બની હોય તે જ આ અસંલફ્ટમ એ ધ્વનિ - અલંકાર મનાય છે. તે જ મુખ્યરૂપથ રસનું