________________
દ્વિતીય ઉદ્યોત : ૧૬
અંગ હોય છે, એમ અર્થ છે. જેમ કે
૧૧૩
‘‘(તારા) ગાલ ઉપર ચીતરેલી પત્રાવલી હથેળીના દબાણથી ભૂંસાઈ ગઈ છે. નિઃશ્વાસોએ અમૃત સમાન મધુર (તારા) અધરરસનું પાન કરી લીધું છે. આ અશ્રુબિંદુ વારે વારે તારા કંઠનું આલિંગન કરી સ્તનોને હલાવી રહેલ છે. હે નિર્દય (હૃદયની), આ ક્રોધ તને (આટલો) પ્રિય થઈ ગયો અને અમે નહીં !’
અલંકારનું, રસનું અંગ હોવાનું, લક્ષણ એ છે કે કવિને અલંકારને માટે કોઈ જુદો પ્રયત્ન ન કરવો પડે. રસબંધનના અધ્યવસાયમાં (નિશ્ચયમાં) પ્રવૃત્ત કવિની રસભાવનાનું ઉલ્લંઘન કરી બીજા પ્રયત્નનો સહારો લેતાં જે અલંકાર નિષ્પન્ન થાય છે, તે અલંકાર રસનું અંગ નથી હોતો. બુદ્ધિપૂર્વક કરવામાં આવતા યમમાં વિશેષ શબ્દોની શોધરૂપી ખાસ પ્રયત્ન ચોક્કસ કરવો જ પડે છે.
જ
(પૂર્વપક્ષી જો એમ કહે કે આ વાત તમે યમ ને માટે જ કેમ કહો છો, યોગ્ય શબ્દો શોધવાનો પ્રયત્ન તો અન્ય અલંકારોમાં પણ કરવો પડે છે.)
આ (બાબત) તો અન્ય અલંકારોમાં પણ સમાન છે, એમ કહેવામાં આવે તો તે અમને માન્ય નથી. (કારણ કે) બીજા અલંકારો, ગોઠવવામાં દુર્ઘટ છે તો પણ, રસમાં એકાગ્રચિત્તવાળા પ્રતિભાશાળી કવિની સામે, ‘હું પહેલો, હું પહેલો’ એમ હરીફાઈ કરતા જાતે દોડચા આવે છે. જેમકે ‘કાદંબરી’ (ગ્રંથમાં) કાદંબરી (નાયિકા)ના દર્શન પ્રસંગે અથવા જેમકે સેતુબંધ (કાવ્ય)માં રામના માયાવી મસ્તકના દર્શનથી વિહ્વળ સીતાના પ્રસંગે.
અને આ યોગ્ય છે. કેમ કે રસો વાચ્યવિશેષ દ્વારા જ વ્યંજિત (આક્ષિસ) થાય છે. તે (વાચ્ય વિશેષ)ના પ્રતિપાઠક શબ્દોથી તેને પ્રકાશિત કરનાર ‘રૂપક’ વગેરે અલંકાર વાચ્ય વિશેષ જ છે. એથી રસની અભિવ્યક્તિમાં તેઓ બહિરંગ નથી. (બહારના નથી). યમક વગેરેના દુષ્કર માર્ગમાં (બુદ્ધિપૂર્વક બહુપ્રયત્ન સાધ્ય માર્ગમાં) તો બહિરંગપણું ( ભિન્ન પ્રયત્ન નિષ્પાદ્યત્વ) ચોક્કસ જ છે. જે કેટલાક યમકાદિ અલંકારો રસવાળા જોવામાં આવે છે ત્યાં રસાદિ ગૌણ હોય છે, યમકાઢિ પ્રધાન હોય છે. રસાભાસ (ની સ્થિતિ)માં (તેનું) અંગત્વ પણ વિરુદ્ધ નથી. વ્યંગ્ય રસ હોય ત્યાં યમકાદિની અંગિતા (હોય), અંગત્વ ન હોય, તે ખાસ યત્નથી નિપજાવવા પડે છે માટે. (અર્થાત્ જ્યાં રસ અંગી હોય, પ્રધાન રૂપથી વ્યંગ્ય હોય, ત્યાં યમક ઇત્યાદિ અંગ નથી હોઈ શકતા કેમકે તેમને માટે જુદો પ્રયત્ન કરવો પડે છે.) આ અર્થના સંગ્રહ શ્લોકો
‘કેટલીક અલંકારયુક્ત રસવાન વસ્તુઓ, મહાકવિના એક જ પ્રયત્નથી રચાઈ
જાય છે.’’