________________
દ્વિતીય ઉદ્યોતઃ ૫
અને તે “રસાદિ અલંકાર” શુદ્ધ અથવા સંકીર્ણ (એમ બે પ્રકારનો) હોય છે. તેમાં પહેલો જેમકે
હસવાથી (મઝાક કરવાથી) શું? બહુ સમય પછી દર્શન દઈને પાછો તું મારાથી દૂર નહીં જઈ શકે. હે નિષ્કરુણ ! તને આ પ્રવાસનો શોખ ક્યાંથી લાગ્યો? કોણે તને (મારાથી) અળગો કર્યો? આ રીતે સ્વપ્નમાં પ્રિયના કંઠમાં બાહુપાશ નાખી કહેતી, તમારી ખાલી બાહુપાશવાળી શત્રુ સ્ત્રીઓ જાગીને જોરથી રુદન કરે છે.'
અહીં (આ ઉદાહરણમાં) શુદ્ધ કરુણરસ અંગ હોવાથી (ગૌણ હોવાથી) એ સ્પષ્ટપણે “રસવદલંકાર’ જ છે. આ પ્રકારે આ જાતનાં ઉદાહરણોમાં બીજા રસોનો પણ સ્પષ્ટ રીતે અંગભાવ છે.
સંકીર્ણ ‘રસાદિ' (પણ) અંગ બન્યો હોય તેનું ઉદા. “તરતના જ અપરાધી કામીની જેમ તે ભગવાન શંકરનાં બાણોનો અગ્નિ તમારાં પાપને બાળી મૂકે, જે અશ્રુભર્યા નેત્રકમળોવાળી ત્રિપુર યુવતીઓ દ્વારા હાથમાં વળગી જતાં ઝટકી નાખવામાં આવ્યો. વસ્ત્રના છેડાને પકડવા જતાં જોરથી તાડિત કરવામાં આવ્યો, કેશને પકડતી વખતે હટાવવામાં આવ્યો, ચરણે પડ્યો પણ સંભ્રમને લીધે (ક્રોધ કે ગભરાટ) ધ્યાનમાં ન લેવાયો અને આલિંગન દેવા જતાં જેનો તિરસ્કાર કરાયો.”
આ (શ્લોક)માં ત્રિપુરારિ (શિવ)નો અતિશય પ્રભાવ વાક્યર્થ (અંગી) છે અને શ્લેષ સહિત ઈર્ષ્યા વિપ્રલંભનો અંગભાવ છે. (તેથી અહીં સંકીર્ણ રસાદિ અંગ છે.)
પ. આ રીતે જ રસવદ્દ આદિ અલંકારનો ઉચિત વિષય છે. તેથી (અહીં) ઈર્ષ્યા-વિપ્રલંભ અને કરુણ બંને (વિરોધી રસો) અંગરૂપે રહેલા હોઈ કોઈ દોષ નથી.
| (કેમકે) જ્યાં રસનો વાક્યાર્થીભાવ (= પ્રાધાન્ય) છે ત્યાં (તેનું) અલંકારત્વ કેવી રીતે મનાય ? (પોતે જ અલંકાર્ય હોવાથી રસને અલંકાર ન માની શકાય) કારણકે ચારુત્વ હેતુને જ અલંકાર કહે છે એ પ્રસિદ્ધ છે. તે પોતે જ પોતાનો ચારુત્વ હેતુ ન બની શકે.
એથી અહીં આ પ્રમાણે સંક્ષેપ (સારાંશ) છે. “રસ, ભાવ વગેરેના તાત્પર્યથી (એટલે કે રસ, ભાવ આદિને પ્રધાન માનીને તેના અંગરૂપમાં) અલંકારોની યોજના કરવામાં આવે તોજ બધા અલંકારોનું અલંકારત્વ સિદ્ધ થાય છે.”
એથી જ્યાં રસાદિ વાયાર્થીભૂત (પ્રધાન હોય તેવાં હોય છે, તે બધાં (સ્થળ) રસાદિ અલંકારના વિષય નહીં (પણ) તે ધ્વનિ (રસાદિ ધ્વનિ)ના ભેદ છે. તેના (રસાદિ ધ્વનિના ચારુત્વ હેતુ) ઉપમા વગેરે અલંકાર હોય છે. પરંતુ જ્યાં પ્રાધાન્યથી કોઈ બીજો અર્થ વાક્યાર્થીભૂત હોય અને રસાદિ તેના ચારુત્વનું સંપાદન કરતા હોય છે તે રસાદિ અલંકારનો વિષય છે.
૫.૩ આ રીતે ધ્વનિ, ઉપમા ઇત્યાદિ તથા રસવત્ ઇત્યાદિનો વિષય-વિભાગ થઈ જાય છે.