________________
દ્વિતીય ઉદ્યોતઃ ૭, ૮, ૯
જે તે રસાદિ રૂપ અંગભૂતનું અવલંબન કરે છે, (તેના આશ્રયે રહે છે, તે શૌર્ય આદિની જેમ ગુણ કહેવાય છે અને વાચ્ય તથા વાચકરૂપ (અર્થ તથા શબ્દ) અંગ છે, જે તે (અંગો)ના આશ્રયે છે તે કટક વગેરેની જેમ અલંકાર માનવા જોઈએ.
કારિકા-૭ અને વૃત્તિ અને, “શૃંગાર જ મધુર અને પરમ આલ્ફાકારી રસ છે, શૃંગારરસમય કાવ્યને આશ્રયે જ માધુર્ય ગુણ રહેલો હોય છે.”
શૃંગાર જ અન્ય રસો કરતાં અધિક આલાદજનક હોવાથી મધુર છે. શબ્દ અને અર્થ તેના શૃંગારરસના) પ્રકાશનમાં તત્પર હોય છે એથી (શબ્દાર્થમય) કાવ્યનો તે માધુર્ય” ગુણ હોય છે. શ્રવ્યત્વ (કાનને સુખકર લાગવાપણું) “ઓજ (ગુણ)નું પણ સાધારણ લક્ષણ છે. (એટલે કે, માધુર્યની જેમ “ઓજ' માં પણ શ્રવ્યત્વ રહે છે.)
કારિકા-૮ અને વૃત્તિઃ “વિપ્રલંભ શૃંગાર અને કરુણરસમાં માધુર્ય (ગુણનો પ્રયોગ વિશેષ રૂપથી) ઉત્કર્ષયુક્ત હોય છે, કારણકે એમાં મન અધિક આદ્રતાને પામે છે.”
વિપ્રલંભ શૃંગાર અને કરુણરસોમાં તો માધુર્ય (ગુણ) જ પ્રકર્ષવાળો હોય છે કેમકે એ રસો સદ્ધયોનાં ઠયોને પોતાના તરફ અધિક આકર્ષિત કરવામાં નિમિત્ત હોય છે.
કારિકા અને વૃત્તિ : “કાવ્યમાં રહેલા રૌદ્ર વગેરે રસ દીપ્તિ દ્વારા (ચિત્તવિસ્તારરૂપ રૌદ્રાદિ રસોમાં અનુભવાતી ચિત્તની વિશિષ્ટ અવસ્યા દ્વારા) લક્ષિત થાય છે. તેને (દીસિને) વ્યક્ત કરવામાં જે શબ્દ અને અર્થ કારણ હોય છે તેને જે આશ્રયે “ઓજ ગુણ રહેલો હોય છે.'
રૌદ્ર વગેરે (રોદ્ર, વીર, અદ્ભુત) રસો ભારે દીતિ યાને ઉજજવળતા પેદા કરે છે. આથી લક્ષણાથી તે જ (શૈદ્રાદિ રસો) દીપ્તિ છે એમ કહેવાય છે. તેને (દીસિને) પ્રકાશિત કરનાર શબ્દ દીર્ઘસમાસ-રચનાથી અલંકૃત વાક્ય હોય છે. જેમ કે
ચંચળ હાથમાં ઘુમાવેલી ભયંકર ગદાના પ્રહારથી જેની બંને સાથળનો ભુક્કો કર્યો છે એવા સુયોધનના ચીકણા, ચોંટેલા, ઘાટા લોહીથી લાલ (બનેલા) હાથવાળો ભીમ, તારા વાળ બાંધશે, હે દેવી!’
તેને (ઓજસુગુણને) પ્રકાશિત કરનાર અર્થ, દીર્ઘ સમાસની રચના વગરનો પ્રસન્ન વાચ્યવાચકવાળો (પણ) હોય છે. જેમકે
“પાંડવોની સેનાઓમાં પોતાના બાહુઓનું ભારે અભિમાન ધરાવતો જે કોઈ શસ્ત્ર ધારણ કરતો હોય, પાંચાલ વંશમાં જે કોઈ બાળક, મોટી ઉમરનું કે ગર્ભમાં સૂતેલું હોય, જે કોઈ તે કર્મનું સાક્ષી હોય, હું યુદ્ધમાં ફરતો હોઉં ત્યારે જે જે કોઈ સામે આવેલું હોય તે (સૌ) માટે ક્રોધથી આંધળો હું જાતે યમનો પણ યમ થઈશ.”
વગેરે બેયમાં “ઓજ (ગુણ) છે.