________________
પ્રથમ ઉધોતઃ ૧૩
૧૩.૭ “સંકર અલંકારમાં પણ જ્યાં એક અલંકાર બીજાની છાયા (સૌદર્ય)ને પુષ્ટ કરે છે ત્યાં (અર્થાત્ અંગાંગિભાવરૂપ ચોથા ભેટમાં) વ્યંગ્યનું પ્રાધાન્ય વિવક્ષિત ન હોવાથી તે ધ્વનિનો વિષય નથી. (સંદેહ સંકરરૂપ પ્રથમ ભેદમાં) બે અલંકારોની સંભાવના હોવાથી વાચ્ય અને વ્યંગ્ય બન્નેનું સરખું પ્રાધાન્ય થાય છે. (એથી ત્યાં પણ ધ્વનિની સંભાવના નથી) અને જો ત્યાં (અંગાગિભાવ સંકર અલંકારમાં) વ્યંગ્ય કરતાં વાચ્ય ગૌણ હોય તો તે પણ (અલંકાર ધ્વનિનો) ધ્વનિનો વિષય (લક્ષ્ય) બની શકે પણ તે જ ધ્વનિ નથી. પર્યાયોક્તમાં કહેલા ન્યાય પ્રમાણે. વળી, સંકરાલંકારના (બધા પ્રકારોમાં) નામમાં જ “સંકર’ શબ્દ આવે છે એ જ ધ્વનિની સંભાવનાનું નિરાકરણ કરી દે છે.
૧૩.૮ “અપ્રસ્તુતપ્રશંસામાં પણ જ્યારે સામાન્ય-વિશેષભાવથી અથવા નિમિત્ત-નિમિત્તિ ભાવથી ( કારણ કાર્યભાવથી) વાચ્ય અપ્રસ્તુતનો (=અભિધીયમાન અપ્રસ્તુતનો) વ્યંગ્ય (= પ્રતીયમાન) પ્રસ્તુતની સાથે સંબંધ હોય છે ત્યારે અભિધીયમાન અને પ્રતીયમાન (=વાચ્ય અને વ્યંગ્ય) (બન્નેનું) સરખું જ પ્રાધાન્ય હોય છે. જ્યારે વાચ્ય અપ્રસ્તુત સામાન્યનો, વ્યંગ્ય પ્રસ્તુત (= પ્રાકરણિક) વિશેષ સાથે સંબંધ હોય છે, ત્યારે મુખ્ય રીતે વિશેષની પ્રતીતિ થવા છતાં તેનો સામાન્ય સાથે અવિનાભાવ હોવાને કારણે સામાન્યનું જ પ્રાધાન્ય હોય છે. વળી જ્યાં વિશેષ, સામાન્ય ઉપર અવલંબે ત્યાં પણ સામાન્ય મુખ્ય હોય તેથી વિશેષનું પણ પ્રાધાન્ય ગણાય, કારણ કે બધા વિશેષોનો સામાન્યમાં અંતર્ભાવ થાય છે. કારણકાર્યભાવમાં પણ આ નિયમ લાગુ પડે છે.
જ્યારે સાદશ્યમાત્રમૂલક ‘અપ્રસ્તુતપ્રાંસામાં અપ્રકૃતિ અને પ્રકૃતિનો (અપ્રસ્તુત અને પ્રસ્તુતનો) સંબંધ હોય છે ત્યારે પણ વાચ્ય (અભિધીયમાન) અપ્રસ્તુત સાદશ્ય ધરાવતા પદાર્થનું પ્રાધાન્ય અવિવક્ષિત હોવાની દિશામાં (વસ્તુ ધ્વનિમાં) ધ્વનિમાં સમાવેશ થઈ જશે. એવું ન હોય ત્યારે એક પ્રકારનો અલંકાર જ છે. તો આ અહીં સંક્ષેપ છે
૧૩.૯ “વાચ્યમાત્રનું અનુગમન કરનારા વ્યંગ્યનું જ્યાં અપ્રાધાન્ય છે, ત્યાં “સમાસોક્તિ’ આદિ અલંકાર સ્પષ્ટ છે.' -
“જ્યાં વ્યંગ્યનો આભાસમાત્ર હોય કે તે વાચ્યાર્થનો અનુગામી હોય, તો ત્યાં તેનું (=વ્યંગ્યાર્થનું) પ્રાધાન્ય ન હોવાથી ત્યાં ધ્વનિ નથી.” “જ્યાં શબ્દ અને અર્થ વ્યગ્ય પ્રત્યે તત્પર હોઈને જ રહેલા હોય તેને જ સંકર રહિત ધ્વનિનો વિષય માનવો જોઈએ.”
તેથી ધ્વનિનો (અલંકાર વગેરે બીજામાં) સમાવેશ થઈ શક્તો નથી. આ કારણે પણ (ધ્વનિનો અલંકાર વગેરેમાં) અંતર્ભાવ નથી થઈ શક્તો. કેમ કે અંગી કાવ્યવિશેષને જ ધ્વનિ કહ્યો છે. વળી, અલંકારો, ગુણો અને વૃત્તિઓ એનાં અંગો છે એ આગળ પ્રતિપાદિત કરવામાં આવશે. અલગ રહેલો અવયવ, અવયવી