________________
હ9
પ્રથમ ઉદ્યોત : ૧૯ કારિકા-૧૯ (દ્વિતીયપંક્તિ) અને વૃત્તિ
અગર બીજા લોકોએ ધ્વનિનું લક્ષણ કરી દીધું છે તો અમારા પક્ષની સિદ્ધિ જ થાય છે.''
અથવા જો પહેલાં જ (ભક્તિને ધ્વનિનું લક્ષણ માનનારા) કોઈકે ધ્વનિનું લક્ષણ કરી દીધું છે તો એ અમારા પક્ષની સિદ્ધિ જ છે. કેમકે ધ્વનિ છે એ અમારો પક્ષ છે. અને તે પહેલેથી જ સિદ્ધ થઈ ગયું એ રીતે તો અમારું કામ વગર પ્રયત્ન સિદ્ધ થઈ ગયું. (એમ ગણાય).
જે લોકોએ એ કહ્યું કે “ધ્વનિનો આત્મા (તત્ત્વ) સહૃદય સંવેદ્ય જ છે, તેનું આખ્યાન થઈ જ શકતું નથી (અર્થાત્ તે અનિર્વચનીય, અનાખેય છે) તેઓ પણ વિચારીને વાત કરનારા નથી. કેમકે અત્યાર સુધી કહેલ અને આગળ કહેવામાં આવનાર છે તેવી નીતિથી ધ્વનિના સામાન્ય અને વિશેષ લક્ષણનું પ્રતિપાદન કરવા છતાંય જો ધ્વનિને અવ્યાખ્યય કહેવામાં આવે તો આ વાત તો બધી વસ્તુઓની બાબતમાં લાગુ પડશે. પણ જો આ અતિશયોક્તિ દ્વારા તેઓ ધ્વનિનું સ્વરૂપ અન્ય કાવ્યો કરતાં ઉત્કૃષ્ટ છે એમ કહેતા હોય તો તેઓ ઠીક જ કહે છે. આમ, શ્રી રાજાનક આનંદવર્ધનાચાર્યવિરચિત બન્યાલોકનો
પ્રથમ ઉદ્યોત પૂરો થયો.