________________
પ્રથમ ઉઘાતઃ ૪
કોઈવાર વાચ્ય વિધિરૂપ હોય પણ પ્રતીયમાન અનુભયરૂપ હોય છે. (ને વિધિરૂપ તથા ન નિષેધરૂપ) જેમ કે
(તમે) જાઓ. હું એકલી જ આ નિઃશ્વાસ અને રુદનને ભોગવું (એ જ ઠીક છે) ક્યાંક દાક્ષિણ્યનો ભંગ થતાં તેણીના વિના તમારે એ ભોગવવાં ન પડે.”
કોઈવાર વાચ્ય પ્રતિષેધરૂપ હોય પણ (વ્યગ્ય) અનુભયરૂપ હોય છે. જેમ કે
વિનંતી કરું છું, પ્રસન્ન થા, પાછી ફરી પોતાના મુખ ચંદ્રની ચાંદનીથી અંધકાર સમૂહને દૂર કરનારી, હતાશ થયેલી તું બીજી અભિસારિકાઓને પણ વિઘ્નરૂપ થઈ પડે છે.'' ૪.૫ ક્યાંક વાચ્યથી વિભિન્ન વિષયરૂપમાં વ્યવસ્થાપિત (વ્યંગ્ય) જેમ કે
અથવા પ્રિયાના વ્રણયુક્ત અધરને જોઈને કોને કોધ ન થાય ! મના કરવા છતાં ભ્રમર સહિત કમળને સૂંઘનારી, હવે તું તેનું ફળ (દુષ્પરિણામ) ભોગવ.”
વાચ્યથી ભેદ રાખનારા પ્રતીયમાનના બીજા, આ પ્રકારના ભેદ સંભવિત છે. તેમનું અહીં માત્ર દિશાસૂચન કર્યું છે. વાચ્યથી વિભિન્ન બીજો ભેદ પ્રપંચ સાથે આગળ દર્શાવાશે.
૪.૬ ત્રીજો રસાદિ નામે પ્રભેદ વાચ્યના સામર્થ્યથી સૂચવાતો પ્રકાશે છે. તે સાક્ષાત્ શબ્દવ્યાપારનો વિષય બનતો નથી, માટે વાચ્યથી ભિન્ન જ છે. જેમ કે, તેનું વાચ્યત્વ પોતાના શબ્દોથી (સ્વશબ્દથી) નિવેદિત હોય કે વિભાવ આદિના પ્રતિપાદન દ્વારા હોય પહેલા પક્ષ મુજબ, સ્વશબ્દના નિવેદનનો અભાવ હોય ત્યાં રસાદિની પણ અપ્રતીતિ હોય. પણ સર્વત્ર તે (રસાદિ) નું પોતાના શબ્દો દ્વારા નિવેદિતત્વ નથી. જ્યાં તે છે, ત્યાં પણ વિશેષ પ્રકારના વિભાવ આદિના પ્રતિપાદન દ્વારા જ તેની પ્રતીતિ થાય છે.
પોતાના શબ્દથી તે પ્રતીતિ કેવલ અનુદિત થઈ જાય છે (અર્થાત્ તેનો કેવળ અનુવાદ જ કરવામાં આવે છે.) તેનાથી જન્ય નથી હોતી. બીજા વિષયમાં તેનું તેવું દર્શન થતું નથી તેથી.
જ્યાં કેવળ શૃંગાર વગેરે શબ્દમાત્ર પ્રયુક્ત હોય અને વિભાવ વગેરેનું પ્રતિપાદન ન થયું હોય, તે કાવ્યમાં થોડી માત્રામાં પણ રસવત્તાની પ્રતીતિ થતી નથી. કેમ કે સ્વશબ્દનું અભિધાન ન હોય તો પણ કેવળ વિશિષ્ટ વિભાવ આદિ દ્વારા રસાદિની પ્રતીતિ થાય છે. કેવળ સ્વશબ્દના અભિધાનથી (નામ લેવાથી) પ્રતીતિ નથી થતી. આ કારણે અન્વય અને વ્યતિરેક દ્વારા રસ વગેરેનું, અભિધેયના (વાચ્યના) સામર્થ્યથી આક્ષિતત્વ (વ્યંજિત હોવાપણું) સિદ્ધ થાય છે. નહીં કે કોઈ પ્રકારનું અભિધેયત્વ (વાચ્યત્વ) છે. (અર્થાત્ એ કદી વાચ્ય બનતા નથી).
આમ ત્રીજો પ્રકાર પણ વાચ્યથી ભિન્ન છે. એમ સિદ્ધ થયું. વાચ્યથી તેની સાથોસાથ (હોય તેમ) પ્રતીતિ થાય છે તે આગળ બતાવીશું.