________________
૫૯
પ્રસ્તાવના
તાત્પર્યયી કરેલું હોવાથી અને વૈરાગ્ય, મોક્ષનું કારણ હોવાથી, તથા મોક્ષ એ ભગવત્ પ્રાપ્તિનો મુખ્ય ઉપાય છે એવું શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહેલું છે તેથી પાંડવો, કૌરવો, યાદવો વગેરેના ચરિત્રનું વર્ણન આડકતરી રીતે બ્રહ્મપ્રાપ્તિના ઉપાય રૂપે જ છે.
‘વાસુદેવ’ વગેરે આ સંજ્ઞાઓના વાચ્યાર્થથી ગીતા વગેરે અન્ય સ્થળોમાં આ નામથી પ્રસિદ્ધ, અપરિમિત શક્તિવાળા, મથુરામાં જન્મેલાએ (કૃષ્ણાવતારે) ધારણ કરેલ (રામ વગેરે) બધાં રૂપવાળું, પરબ્રહ્મ જ અભિપ્રેત છે. કેવળ મથુરામાં જન્મેલ, વસુદેવના પુત્ર કૃષ્ણ-અંશ માત્ર નહીં. કારણકે એને ‘સનાતન’ એવું વિરોષણ લગાડેલું છે.
એથી ‘અનુક્રમણી’માં ઉલ્લેખેલા વાક્યથી એવું સિદ્ધ થાય છે કે ભગવાન સિવાયનું બીજું બધું અનિત્ય છે અને શાસ્ત્રની દૃષ્ટિએ મોક્ષ એ જ પરમ પુરુષાર્થ છે તેમજ કાવ્ય દષ્ટિથી જોતાં, તૃષ્ણાક્ષયથી પ્રાપ્ત થતા સુખના પરિપોષરૂપ શાંત રસ જ મહાભારતમાં મુખ્યરૂપે વિવક્ષિત છે.
અત્યંત સારરૂપ હોવાથી આ અર્થ, વ્યંગ્ય રૂપથી (ધ્વનિયી) પ્રદર્શિત કર્યો છે, વાચ્ય રૂપથી નહીં. સારભૂત અર્થ પોતાના વાચક શબ્દથી વાચ્યરૂપમાં ઉપસ્થિત ન થતાં, વ્યંગ્યરૂપથી પ્રકાશિત થાય, તો અત્યંત શોભાને પ્રાપ્ત થાય છે. વિદગ્ધ વિદ્વાનોની મંડળીમાં એ પ્રસિદ્ધ જ છે કે અધિક અભીષ્ટ વસ્તુ વ્યંગ્યરૂપથી જ વ્યક્ત કરાય છે, વાચ્યરૂપથી નહીં. એટલે સાબિત થાય છે કે અંગીભૂત રસાદિના આશ્રયથી કાવ્યરચના કરવામાં આવે તો નવો નવો લાભ થાય છે અને મોટું સૌંદર્ય ઊપજે છે.
આનંદવર્ધને ‘ધ્વન્યાલોક'માં ધ્વનિ સાથે સંકળાયેલ વિવિધ પાસાઓની ચર્ચા કરી છે. ઉપર્યુક્ત ચર્ચા પ્રબંધભંજકતાના ભાગ રૂપે છે. આ ચર્ચા દરમ્યાન આનંદવર્ધનની સંસ્કૃત ભાષા અર્થઘન, પ્રૌઢ અને પ્રાંજલ છે. શંકરાચાર્યના ભાષ્યગ્રંથોની ભાષા તથા શૈલીની યાદ અપાવે તેવી છે. મહાભારતના રસ અને પુરુષાર્થ અંગે લેખકના દાર્શનિક વિચારો તેમના કોઈ પુરોગામીના ગ્રંથમાં જોવા મળતા નથી. આ નવા વિચારો રસપ્રદ અને વાંચવી ગમે તેવી ભાષા અને શૈલીમાં રજૂ થયેલ છે.
૧૭. કાવ્યમાં સંવાદ
‘ધ્વન્યાલોક’ના ચતુર્થ ઉદ્યોતમાં આનંદવર્ધન કહે છે -
संवादास्तु भवन्त्येब बाहुल्येन सुमेधसाम् । नैकरूपतया सर्वे ते मन्तव्या विपश्चिता ॥
संवादो ह्यन्यसादृश्यं तत्पुनः प्रतिबिम्बवत् । आलेख्याकारवत्तुल्यदेहिवच्च शरीरिणाम् ॥ (४ / ११, १२.)