________________
પ્રસ્તાવના
૫
અંગો છે. આ અલંકાર ત્યારે જ ગ્રાહ્ય બને છે જ્યારે એને માટે કવિને રસનિરૂપણના પ્રયત્નથી જુઠો એવો પ્રયત્ન ન કરવો પડે. આવો અલંકાર જ રસનું અંગ - રસાંગ બની શકે. યમક જેવા શબ્દાલંકારના નિરૂપણમાં ખાસ શબ્દો શોધવા રૂપી અલગ પ્રયત્ન કવિને કરવો જ પડે છે. આથી આવા અલંકારો રસાંગ બની શકતા નથી. પણ આવું બધા અલંકારોની બાબતમાં બનતું નથી. આથી અલંકારોને બહિરંગ માનવાની જરૂર નથી.
આનંદવર્ધને રસધ્વનિને કાવ્યનો આત્મા કલ્પીને ઉપચારાત્મક શૈલીની પૂર્ણાહુતિ કરી છે. તેમણે ગુણોને શૌર્ય વગેરે જેવા રસના ધર્મો અને અલંકારોને રસાંગ કલ્પ્યા છે. સમ્યક્ પ્રયુક્ત અલંકારને આનંદવર્ધન કાવ્યને વિષે ‘બહિરંગ’ ગણતા નથી. અભિનવગુપ્ત સમજાવે છે તેમ રસનિરૂપણના પ્રયત્ન સાથે જ તાલ મેળવીને એક રાગ બનીને જે અલંકાર ‘અહંપૂર્વિયા’ એટલે કે ‘હું પહેલો હું પહેલો' કરીને આપોઆપ કાવ્યમાં સિદ્ધ થઈ જાય છે, એવા અલંકારને કાવ્યના અંતરંગમાં જ આનંદવર્ધન સ્થાન આપે છે.
અલંકારોના સમ્યગ્ વિનિવેશ અંગે, આનંદવર્ધન, કેટલાક માર્ગદર્શક સિદ્ધાંતો
આપે છે.
‘“વિવક્ષા તત્પરત્વેન....ઈ.’’ ૨/૧૮ અને ‘‘નિગૂંદાવપિ વાર્તો....ઈ.’' ૨/૧૯માં તે જણાવે છે,’’ અલંકારોની કાવ્યમાં વિક્ષા (કહેવાની ઈચ્છા), રસલક્ષી હોય એ રીતે કરવી. અલંકારને અંગી તરીકે નિરૂપવો જોઈએ નહીં. યોગ્ય સમયે અલંકારને ગ્રહણ કરવો યા ત્યાજવો જોઈએ. અલંકારના અતિનિર્વાહની વૃત્તિ ન રાખવી. નિરૂપણ કરતી વખતે પણ અલંકારને અંગ તરીકે નિરૂપવો. આ પદ્ધતિ રૂપક વગેરે અલંકારોના રસવિષયક અંગત્વમાં સાધન બને છે.
સંઘટના, રીતિ અને વૃત્તિનું નિરૂપણ : આનંદવર્ધને ગુણ અલંકાર, રીતિ, વૃત્તિ વગેરે બધું જ રસવ્યંજક તરીકે કાવ્યમાં સ્વીકાર્યું છે. ગુણ, અલંકાર, ઉપરાંત તેમણે સંઘટના નામના તત્ત્વનો નિર્દેશ કર્યો છે. આ ‘સંઘટના’ એટલે રચના અથવા બાહ્ય સ્વરૂપ. તેમણે ‘સંઘટના’નો વિસ્તારથી વિચાર કર્યો છે. સાથે ‘રીતિ’ તત્ત્વનો પણ ઉલ્લેખ કર્યો છે. પુરુષા વગેરે (રુદ્રઢે સમજાવેલી) શબ્દની વૃત્તિઓ તથા ભારતી, સાત્ત્વતી વગેરે અર્થના સંદર્ભમાં (ભરતે) સમજાવેલી વૃત્તિઓનો આનંદવર્ધને વિચાર ર્યો છે.
આનંદવર્ધન પોતાના વ્યાપક એવા -રસધ્વનિસ્યંજનાના સિદ્ધાંતમાં એમના સમય સુધીની કાવ્ય વિષેની મીમાંસામાં ગણાવવામાં આવેલાં તમામ તત્ત્વોને રસનાં વ્યંજક તરીકે ગોઠવી દે છે. આ રીતેજે કોઈ નવાં તત્ત્વો નજરમાં આવે તેમની પણ રસ વ્યંજક તત્ત્વો તરીકેનીજ વ્યવસ્થા તેઓ સૂચવે છે.