________________
પ્રસ્તાવના શૃંગારના સંદર્ભમાં તો લાંબા સમાસોવાળી સંઘટના ત્યજવી જોઈએ. એ બે રસ બહુ કોમળ છે. શબ્દ અને અર્થમાં રહેલી આછી અસ્વચ્છતા પણ રસપ્રતીતિને મંદ બનાવે છે.
રૌદ્ર વગેરે રસોમાં મધ્યમ સમાસવાળી સંઘટના ચાલી શકે. જો નાયક ધીરોદાત્ત હોય તો લાંબા સમાસો વાળી રચના ચાલે. બધી સંઘટનાઓમાં પ્રસાદ ગુણ હોવો જોઈએ. કારણકે તે બધાજ રસો અને બધી જ સંઘટનાઓમાં સર્વસાધારણ મનાયો છે. પ્રસાદ ગુણ ન હોય તો સમાસ વગરની સંઘટના પણ કરુણ અને વિપ્રલંભ રસોને વ્યંજિત કરતી નથી. પ્રસાદ ગુણ હોય તો મધ્યમ સમાસવાળી સંઘટના પણ રસોને વ્યંજિત કરી શકે છે. આમ બધે પ્રસાદ ગુણ હોવો જરૂરી છે.
ભામહ, ગુણ અને વૈદર્ભ તથા ગૌડ માર્ગો વિષે સંક્ષિપ્ત ચર્ચા કરી છે તેમાં પણ આવું જ તાત્પર્ય રહેલું છે. - રસોની અભિવ્યક્તિનો સીધો સંબંધ આનંદવર્ધન સંઘના સાથે નહીં પણ ગુણ સાથે જોડે છે. અને ફરી આ રીતે સંઘના ગુણો ઉપર અવલંબીને જ રસોને વ્યંજિત કરી શકે છે એવા પોતાના મતનું આડક્તરી રીતે સમર્થન કરે છે.
આ ઉપરાંત વર્ણવિષય અને કાવ્યપ્રકારના અનુસંધાનમાં પણ સંઘટનાનું રસની અભિવ્યક્તિને વિષે વૈવિધ્ય વિચારાયું છે. આનંદવર્ધન નોંધે છે કે “વિષયગત ઔચિત્ય પણ તેનું નિયંત્રણ કરે છે. કાવ્યના ભેદોપભેદોના અનુસંધાનમાં પણ સંઘના ભિન્ન ભિન્ન પ્રકારે પ્રાપ્ત થાય છે” એમ વિષયાશ્રયમથન્ય--- ઈ. ૩/૭ માં જણાવેલ છે.
વક્તા અને વાચ્યના સંદર્ભના ઔચિત્ય ઉપરાંત વિષયગત ઔચિત્ય પણ સંઘટનાનું નિયામક બને છે. રસગત ઔચિત્યને જ અનુસરીને સંઘના પ્રયુક્ત થતી જણાય છે. ક્યારેક વિષયની અપેક્ષાએ તેમાં વૈવિધ્ય સંભવી શકે છે.
આનંદવર્ધન નોંધે છે કે પોતે જે ધ્વનિરૂપી કાવ્યતત્ત્વ સ્પષ્ટ રીતે પ્રકાશિત કર્યું તે અસ્કુટ રીતે જણાયું હતું. તેથી જેમને ધ્વનિનું સ્પષ્ટ દર્શન નહોતું થયું એવા આચાર્યો એ કાવ્યતત્ત્વને સમજાવવા માટે રીતિ વગેરે તત્ત્વો પ્રવર્તિત ક્ય. ધ્વનિતત્ત્વના પ્રવર્તક દ્વારા જેનો નિર્ણય કરવામાં આવ્યો છે એ કાવ્યતત્ત્વને પૂરેપૂરું ન ઓળખી શક્તારાઓ એ વૈદર્ભી, ગૌડી પાંચાલી રીતિઓ પ્રવર્તિત કરી. ધ્વનિતત્ત્વનો ખ્યાલ આવતાં રીતિનું મહત્ત્વ રહેતું નથી. આમ આનંદવર્ધન સંઘટનાથી સહેજ ભિન્ન એવા રીતિ તત્ત્વનો નિર્દેશ કરી, ત્રણ રીતિઓ ગણાવીને તેમનો ત્યાગ કરવાનું સૂચવે છે. રીતિ તત્ત્વ, ગુણ અને રસના સંદર્ભમાં વિચારેલી સંઘટના દ્વારા જ ગતાર્થ થતું જણાય છે.