________________
પ્રસ્તાવના
૬૯
રસનિષ્પત્તિમાં વિઘ્ન કરે તે દોષ એવો ખ્યાલ આથી રૂઢ થયો જે તેમના અનુગામીઓ એ પણ સ્વીકાર્યો. આનંદવર્ધને ધ્વનિના સંદર્ભમાં દોષોના નિત્યત્વ અને અનિત્યત્વનો ખ્યાલ સ્પષ્ટ કર્યો. જે કાવ્યદોષો સદાય ધ્વનિ કાવ્યના આત્મા એવા રસમાં વિઘ્ન હોય તે નિત્ય દોષો કહેવાયા. જેમકે શ્રુતિદુષ્ટ વગેરે અને જે અમુક રસના સંદર્ભમાં જ વિઘ્નરૂપ હોય અને અન્યત્ર તેવા ન જણાયા હોય તેને અનિત્ય દોષો કહ્યા, જેમકે શ્રુતિકષ્ટ. એ દોષ શૃંગાર કે કરુણના સંદર્ભમાં દોષરૂપ જણાતો નથી.
આનંદવર્ધને સ્થાપેલો ધ્વનિ સિદ્ધાંત, અભિનવગુપ્તની વિદ્વત્તાપૂર્ણ ‘લોચન’ ટીકાથી સુદઢ બન્યો છે.
મમ્મા, હેમચંદ્ર, વિશ્વનાથ, જગન્નાથ વગેરે બધા ધ્વનિસમર્થક આચાર્યો રીતિ, વૃત્તિ વગેરે તત્ત્વોને રસના વ્યાપક તત્ત્વ તરીકે જ સ્વીકારે છે. ગુણ અને અલંકારો વચ્ચે એ જ રીતે અનુક્રમે રસરૂપી આત્માના ધર્મો અને શબ્દાર્થરૂપી શરીરના ધર્મો તરીકે તેઓ વિવેક તારવે છે. કાવ્યસૌંદર્યના રૂપમાં કે કાવ્યસૌન્દર્યનાં આધાયક તત્ત્વોના સ્વરૂપમાં પ્રયુક્ત થઈ અને રસરૂપી આત્મતત્ત્વના સંદર્ભમાં વ્યંજકો તરીકે ગુણ, અલંકાર, રીતિ, વૃત્તિ વગેરેની વ્યવસ્થા આનંદવર્ધનના ગ્રંથમાં બહુ જ દૃઢ થતી જોવા મળે છે.
જો કે કુન્તક, ભોજ, મહિમભટ્ટ, મુફુલ ભટ્ટ વગેરેના ગ્રંથોમાં આનંદવર્ધનની વ્યવસ્થાનો સાંગોપાંગ સ્વીકાર થયેલો જણાતો નથી.
વૃત્તિ તત્ત્વના સંદર્ભમાં એક વીગત નોધવી જોઈએ કે કાવ્યશાસ્ત્રીઓએ કાવ્યના સંદર્ભમાં શબ્દગત વૃત્તિઓનો વિચાર કર્યો હતો, જ્યારે નાટ્યશાસ્ત્રીઓએ નાટ્યના સંદર્ભમાં શિકી વગેરે અર્થગત વૃત્તિઓનો વિચાર કર્યો હતો. આ બન્નેને આનંદવર્ધન રસના વ્યંજક તત્ત્વ તરીકે સાંકળી લે છે. આનંદવર્ધનનો આ રસધ્વનિ- વ્યંજના સિદ્ધાંત વ્યાપક રીતે તેમના સમય સુધી વિચારાયેલાં સઘળાં કાવ્યતત્ત્વોનો સમુચિત વિનિયોગ સૂચવીને એક સંપૂર્ણ અને ચેતનવંતી વ્યવસ્થા આપે છે.
ડૉ. જી. ટી. દેશપાંડેના શબ્દોમાં જોઈએ તો ‘‘આનંદવર્ધનની પહેલાં ઉત્પન્ન થયેલી બધી વિચારધારાઓ આ ઉપપત્તિમાં (ધ્વનિમાં) વિલીન થઈ ગઈ. ભામહની વક્રોક્તિ, ઠંડીના કાવ્યશોભાકર ધર્મ, રુદ્રટની વૃત્તિ, સંક્ષેપતઃ પૂર્વકાળનાં બધાં કાવ્ય પ્રસ્થાનો પર વિચાર કરતાં આનંદવર્ધને પોતાની ઉપપત્તિમાં તેમની અવિરોધથી વ્યવસ્થા કરી.’
,,,
૧. ડૉ. ગ. વ્ય. દેશપાંડે - મારતીય સાહિત્યશાસ્ત્ર (હિન્દી) પૃ. ૧૧