________________
પ્રસ્તાવના
અન્ય કેટલાંક કાવ્ય ચિત્ર જેવાં હોય છે. જેની નક્ત કરી હોય તેવા મૂળના કાવ્યોના શબ્દોના પર્યાયો હોય તેમજ વાક્ય રચનામાં થોડું પરિવર્તન ક્યું હોય. મૂળ પદાર્થ જેવું હોવા છતાં ચિત્ર નિર્જીવ હોય છે. આવાં કાવ્યો મૂળથી બહુ જુદાં હોતાં નથી. તેમાં ખાસ પોતાપણું હોતું નથી તેથી આવાં કાવ્યો તુચ્છ છે.
ત્રીજા પ્રકારના કાવ્ય સંવાદો માન્ય ગણવામાં આવ્યા છે. નવા કાવ્યમાં, કોઈ જૂના શ્લોક્નો ભાવ હોય, વિષય કોઈ અગાઉના કાવ્ય પ્રમાણેનો હોય, પણ ભિન્ન સ્વરૂપવાળો નવો આત્મા હોય. તેથી તેમાં મૂળના સૌંદર્યથી ભિન્ન સૌંદર્ય હોય છે. વિષય સરખો હોવા છતાં નવા કાવ્યમાં વ્યંજના હોવાથી, ધ્વનિનો કોઈને કોઈ પ્રકાર હોવાથી, તેમાં કાવ્યનું સૌદર્ય હોય છે. બે માણસના અવયવો વગેરે સરખાં હોય પણ ચહેરા જુદા હોય છે બન્નેનો આત્મા જુદો છે. બન્નેનું અલગ અસ્તિત્વ છે. બન્નેનું આગવું પોતાનાપણું છે તેવું જે કાવ્યમાં હોય તે ‘તુલ્યદેહી’ જેવું સામ્ય છે.
પ્રતિબિંબલ્પ, આલેખ્યપ્રખ્ય અને તુલ્યદેહિવતુ-શબ્દો દ્વારા આનંદવર્ધને ત્રણ પ્રકારના કાવ્યસંવાદ' વર્ણવ્યા છે. તેનાં લક્ષણ આ મુજબ આપવામાં આવેલ છે.
(૧) જેમાં બધા અર્થો જૂના કવિના હોય, પરંતુ વાક્યરચના બીજા પ્રકારની હોય અને પારમાર્થિક ભેદ ન હોય, તે કાવ્યને ‘પ્રતિબિંબકલ્પ’ - પ્રતિબિંબ જેવું - કહે છે. - (૨) જેમાં કાવ્યવસ્તુ જુનું જ હોય, પરંતુ તેમાં થોડો ફેરફાર કર્યો હોય, જેથી જાદું લાગે છે. તેવા કાવ્યને અર્ધચતુર લોકો આલેખ્યપ્રખ્ય’ કહે છે.
(૩) જેનો વિષય જુદો હોવા છતાં, ખૂબ જ મળતાપણાને લીધે, બન્ને એક જ હોય એમ લાગે, તે કાવ્યને “તુલ્ય દેહિવત’ કહે છે. એવાં કાવ્યોની રચના બુદ્ધિશાળી કવિઓ જ કરે છે.
આનંદવર્ધન કહે છે, “જેને સ્વતંત્ર જુદો આત્મા હોય તેવું કાવ્યવસ્તુ, પહેલાંના કોઈ કાવ્યવસ્તુને અનુસરતું હોય તો પણ, ચંદ્રની શોભીને અનુસરતા સુંદર સ્ત્રીના મુખની જેમ, અત્યંત શોભા ધારણ કરે છે.
નવીન સૂરતા કાવ્ય વસ્તુમાં પ્રાચીન કવિએ રચેલ વસ્તુ, અક્ષર, પદની રચના યોજવામાં દોષ નથી. ખુદ વાચસ્પતિ કોઈ અપૂર્વ અક્ષરો.કે શબ્દો ઘડી શક્તા નથી. કાવ્યમાં તેના તે અક્ષરો અને શબ્દો વપરાય એ નવીનતાની વિરુદ્ધ નથી.
ચ સર .. ઈ. કારિકામાં લેખક કહે છે, “જે વસ્તુના વિષયમાં “આ કોઈ નવી સૂઝ કે ફુરણા છે. આ પ્રકારની અનુભૂતિ થાય છે તો નવી કે જુની જે કોઈ કાવ્યરચના હોય તે રમ્ય લાગે છે. પૂર્વકવિઓના વર્ણનની ધ્યાથી યુક્ત હોવા છતાં એ પ્રકારની વસ્તુનું વર્ણન કરનાર કવિ નિંદાને પાત્ર બનતો નથી.”