________________
પ્રતાવના
કાવ્યના આત્મા તરીકે ઔચિત્યને માનતા હેમેન્દ્રના પુરોગામી આનંદવર્ધન કાવ્યમાં ઔચિત્યનું ઓછું મૂલ્ય આંક્તા નથી. વિભાવનું ઔચિત્ય, લોકમાં અને નાટ્યશાસ્ત્ર વગેરેમાં પ્રસિદ્ધ જ છેસ્થાયિભાવનું ઔચિત્ય પાત્રના સ્વભાવના
ઔચિત્યથી થાય છે. દિવ્ય અને ઉત્તમ, મધ્યમ, અધમ મનુષ્યના સ્વભાવ (પ્રકૃતિ) ભિન્ન હોય છે. તેમની પ્રકૃતિનું અનુસરણ કરતા સ્થાયિભાવ
ઔચિત્યયુક્ત મનાય છે. દિવ્યપ્રકૃતિવાળા દેવ વગેરે નાયકમાં જોવા મળતા ઉત્સાહ વગેરે સ્થાયિભાવ, માનવ પ્રકૃતિવાળા રાજામાં જો દર્શાવવામાં આવે તો અનુચિત બને છે. માનુષ પ્રકૃતિવાળા રાજાના વર્ણનમાં, “સાતસાગર પાર કરવા વગેરેના ઉત્સાહનું વર્ણન સુંદર હોવા છતાં પણ ચોક્કસ નીરસ જ પ્રતીત થાય છે, તેનું કારણ અનૌચિત્ય છે. આનંદવર્ધને વૃત્તિમાં એક શ્લોક ઉધૂત કર્યો છે.
अनौचित्यादृते नान्यद् रसभंगस्य कारणम् ।।
प्रसिद्धौचित्यबन्धस्तु रसस्योपनिषत् परा ॥ નાટકમાં પ્રસિદ્ધ કથા અને પ્રસિદ્ધ ઉદાત્ત નાયક રાખવાનું ભરતે અનિવાર્ય માન્યું છે. એમ કરવામાં આવતાં કવિ નાયકના ઔચિત્ય-અનૌચિત્યના ભ્રમમાં પડતો નથી. કલ્પિત કથાવસ્તુ લઈ નાટક લખનાર કવિથી અપ્રસિદ્ધ અને અનુચિત નાયકના સ્વભાવ વગેરે વર્ણવવામાં થાપ ખાઈ જવાય એવો સંભવ છે.
ઉત્સાહ વગેરે સ્થાયિભાવોના વર્ણનમાં દિવ્ય, માનુષ પ્રકૃતિના ઔચિત્યની પરીક્ષા થાય છે એવું નથી. રતિ વગેરે સ્થાયિભાવના વિષયમાં ઔચિત્યનું ઉલ્લંઘન કરવામાં આવે તો તે દોષ જ છે, કેમકે ઉત્તમ પ્રકૃતિનાં નાયક-નાયિકાના, અધમ પ્રકૃતિને યોગ્ય શૃંગાર આદિનું વર્ણન હાસ્યાસ્પદ લાગે છે. ભારતવર્ષના (પ્રાચીન) ઉત્તમ નાયક રાજા વગેરેમાં જે પ્રકારના શૃંગારનું વર્ણન થાય છે તે દિવ્ય પ્રકારના નાયકમાં પણ શોભે છે. શૃંગાર નિરૂપણ ઉત્તમ-ઉત્કૃષ્ટ-કથાનું તથા શ્લીલ હોવું જોઈએ. રાજા વગેરે ઉત્તમ પ્રકારના નાયકોમાં ગ્રામ્ય શૃંગાનું વર્ણન શોભતું નથી. એવું વર્ણન દિવ્ય નાયકોમાં પણ પ્રયોજવું જોઈએ નહીં. સંભોગ શૃંગાર વિષયક નાટક અને કાવ્ય બન્ને અસભ્ય અને દોષપૂર્ણ બને છે. તે માતા-પિતાના સંભોગ વર્ણનની જેમ અનુચિત અને અસભ્યતાવાળું છે. કાલિદાસના કુમારસંભવ સર્ગ-૮ માં થયેલ વર્ણન દોષરૂપ જ છે. પણ મહાકવિની પ્રતિભાના પ્રકાશમાં ઢંકાઈ ગયું છે.
અનુભાવોના ઔચિત્ય બાબત નાટ્યશાસ્ત્રમાં કહેલ મર્યાદાનું પાલન કરવું જોઈએ. વિભાવોનું ઔચિત્ય પળાય તે જોવું જોઈએ.
ઐતિહાસિક કે કાલ્પનિક કથા પસંદ કરીને તેનું ઔચિત્યપૂર્ણ પરિવહન કરવું તે રસનું અભિવ્યંજક છે. ઈતિહાસ, પુરાણ વગેરે આધારસ્થાનોમાં સામાન્ય વ્યક્તિને