Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
દેવદ્રવ્યાદિ વિષયક ઠરાવો અને તેની આંશિક સમાલોચના પણ જોઈશું.
- બીજા પ્રકરણમાં...દેવદ્રવ્યના વિવિધ પ્રકારો અને તેના સદુપયોગ અંગેની શાસ્ત્રજ્ઞા અને પરંપરા શું છે તેની વિચારણા કરેલ છે. તથા તે તે સ્થળે થયેલા કુતર્કોની સમાલોચના પણ કરી છે.
ત્રીજા પ્રકરણમાં શુદ્ધદેવદ્રવ્ય-કલ્પિતદેવદ્રવ્ય-પ્રભુપૂજા સ્વદ્રવ્યથી કે દેવદ્રવ્યથી? - પૂજારીનો પગાર-ગુરુદ્રવ્યનો વિનિયોગ કયાં કરવો? – એમ દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય વિષયક ઉપસ્થિત થયેલા પ્રશ્નો અને વિવાદાસ્પદ મુદ્દાઓની યાદી આપી છે. (નોંધઃ પછીના પ્રકરણોમાં તે તમામ પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપવામાં આવ્યા છે અને અંતે ઉપસંહારમાં સંક્ષેપમાં જવાબ આપ્યા
છે.)
– ચોથા પ્રકરણમાં શ્રાવકે પ્રભુપૂજા કયા દ્રવ્યથી કરવી જોઈએ? - તે અંગે શ્રાદ્ધવિધિ-શ્રાદ્ધદિનકૃત્ય-લલિતવિસ્તરા-ષોડશક પ્રકરણ-પંચાશક પ્રકરણ વગેરે ગ્રંથોના આધારે (અર્થ સહિત) શાસ્ત્રપાઠોને, આધારે વિધિ બતાવી છે. ધનવાન-મધ્યમ-નિર્ધન શ્રાવક માટે શ્રાદ્ધવિધિકાર અલગ-અલગ માર્ગદર્શન આપ્યું છે.
– દરેક ગ્રંથકરોનું એક જ માર્ગદર્શન છે કે, “શ્રાવકે પ્રભુપૂજા શક્તિ અનુસાર સ્વદ્રવ્યથી જ કરવી જોઈએ.” આ વિષયમાં ભરપૂર કુતર્કો થયા છે. તે સર્વેની સમાલોચના કરવામાં આવી છે.
-પાંચમા પ્રકરણમાં ઉપદેશપદાદિ ગ્રંથોના વિડિલેવદ્રવ્ય' ઇત્યાદિ શાસ્ત્રપાઠોનું રહસ્ય જણાવ્યું છે અને તે શાસ્ત્રપાઠો શુદ્ધદેવદ્રવ્યથી જિનપૂજાદિ પ્રભુભક્તિના અનુષ્ઠાન કરવાનું કહેતા જ નથી. તેમાં પણ ઘણા કુતર્કો કરાયા છે. તેની સમાલોચના પણ કરવામાં આવી છે.
> છઠ્ઠા પ્રકરણમાં...બોલી-ઉછામણી શાસ્ત્રીય છે કે અશાસ્ત્રીય છે? સ્વપ્નાદિકની ઉછામણી કયા હેતુથી બોલાય છે? - આ વિષયોની શાસ્ત્ર-પરંપરા આધારે ચર્ચા કરવામાં આવી છે અને કુતર્કોની સમીક્ષા કરવામાં આવી છે.