Book Title: Dharmdravyani Shastriya Vyavastha tatha Ashastriya Vyavastha Same Lalbatti
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti
View full book text
________________
5
વહેંચાઈ હતી. (M) આ ઉપરાંત અન્ય પણ કેટલાક મુનિવરોની નિશ્રામાં પણ એવું પેમ્પલેટ
વહેંચાયું હતું.
(નોંધઃ પૂર્વનિર્દિષ્ટ સર્વે ચાર્ટોમાં દેવદ્રવ્ય-ગુરુદ્રવ્ય-જ્ઞાનદ્રવ્યાદિ ક્ષેત્રોની શાસ્ત્ર અને સુવિહિત પરંપરાથી વિરુદ્ધ વ્યવસ્થાઓ બતાવવામાં આવી છે. ટૂંકમાં પૂ.આ.શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પૂ. ઉપાધ્યાય શ્રીધર્મસાગરજી ગણીવરશ્રીની “ધર્મદ્રવ્ય-વ્યવસ્થા” પુસ્તકમાં વર્ણવાયેલી ધાર્મિકદ્રવ્યની વ્યવસ્થાઓથી ઘણી બધી દેવદ્રવ્યાદિની દ્રવ્યવ્યવસ્થાઓ અલગ બતાવીને શ્રીસંઘોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે.)
= હાલ તે વર્ગ તરફથી પોતાની માન્યતા મુજબની દ્રવ્યવ્યવસ્થા શ્રીસંઘોમાં ગોઠવવા માટે જબરજસ્ત અપપ્રચાર ચાલે છે. - હિલચાલ ચાલે છે. તેથી શ્રીસંઘો અજ્ઞાનતાદિના કારણે દેવદ્રવ્યાદિ ધાર્મિક દ્રવ્યોના ભક્ષણવિનાશાદિના મહાપાપમાં પડીને મહા અનર્થના ભાગી ન બને તેવી ભાવકરુણાથી પ્રેરાઈને (i) શાસ્ત્રકાર મહર્ષિઓની આજ્ઞાઓ (ii) સુવિહિત પરંપરા, (ii) વિ.સં. ૧૯૭૬-૧૯૯૦-૨૦૧૪ના શ્રમણ સંમેલનના સૂત્રધાર પૂ.આચાર્ય ભગવંતોના અભિપ્રાયો અને (iv) વર્તમાનમાં વિદ્યમાન પૂ.સાધુ ભગવંતોના જ પૂ.પૂર્વજોની દેવદ્રવ્યાદિ વિષયક માન્યતાઓને પ્રગટ કરવાની જવાબદારી આ પુસ્તકમાં વહન કરાઈ છે. અમારે વિવાદ કરવો જ નથી. માત્ર સત્યને જીવતું રાખવા અને ભદ્રિક જીવો અનર્થના ભાગી ન બને એ માટે એમને પૂ. વડીલોની સાચી પરંપરા બતાવા માટે માત્ર આ પ્રયત્ન કરાયો છે. અમારા આ ઉદાત્ત આશયને સૌ સંઘજનો હૈયે અવધારશે એવી આશા રાખીએ છીએ. હવે પુસ્તકમાં વર્ણવાયેલા વિષયોની આંશિક રૂપરેખા જોઈશું. પ્રસ્તુત પુસ્તકના વિષયોની આંશિક રૂપરેખા:
> પ્રથમ પ્રકરણમાં શુદ્ધદેવદ્રવ્યની વ્યાખ્યા - તેનો સદુપયોગ અને વિ.સં. ૧૯૭૬-૧૯૯૦-૨૦૧૪ના શ્રમણ સંમેલનના સર્વસંમત દેવદ્રવ્ય સંબંધી ઠરાવો = નિર્ણયો, આ સર્વેનું વર્ણન કર્યું છે. તથા વિ.સં. ૨૦૪૪ના