________________
દેશી શબ્દસંગ્રહ ચાર અક્ષરને એવી પણ વિભાગવાર શેઠવણી નથી તેથી શબ્દશેધકને એક પણ શબ્દ સહેલાઈથી જડી શકતું નથી. વિદ્યાર્થિઓની એ જાતની આકરી અગવડ દૂર કરવાને માટે અમે આ ન સંગ્રહ બનાવિયે છિયે અને એમાં પહેલાં બે અક્ષરનો પછી ત્રણ અક્ષરને” એ પ્રમાણે સંખ્યાવાર વગીકરણ કરી દેશી શબ્દને, પ્રાકૃત ભાષામાં જેમને વ્યવહાર છે એવા અકારાદિ વર્ણક્રમવડે ગોઠવી બતાવિયે છિયે. એટલે અમારા આ નવા સંગ્રહથી કોઈ પણું શબ્દ ઘણી જ સરળતાથી અને ઝડપથી જડી શકે છે.
વળી, કેઈ સ્થળે અમુક અર્થ સંબંધે સંશય થતાં, વર્ણકમ વિનાના એ પ્રાચીન સંગ્રહના અભ્યાસિને એક પણ શબ્દ સુખપૂર્વક મળી શકતા નથી ત્યારે વર્ણાનુક્રમવાળા આ નવા સંગ્રહને ઉપગ કરનાર ગમે તે શબ્દને સહેલાઈથી અવધારી શકે છે અને યાદ પણ કરી શકે છે. પ્રાચીન સંગ્રહ અને અમારા આ નવા સંગ્રહની એ જ વિશેષતા છે તથા એ વિશેષતામાં જ આ નવા સંગ્રહની સફળતા છે. (૨)
વળી, બીજા પ્રાચીન દેશી સંગ્રહો કરતાં આ સંગ્રહની બીજી પણ વિશેષતા બતાવે છે:
ये लक्षणे न सिद्धाः न प्रसिद्धाः संस्कृताभिधानेषु । न च गौण-लक्षणा-शक्तिसंभवाः ते इह निबद्धाः ॥३॥
લક્ષણમાં એટલે શબ્દશાસ્ત્રમાં-વ્યાકરણમાં “અમુક મૂળ પ્રકૃતિ અને અમુક પ્રત્યય એવા અને બીજા પણ તેવા વ્યુત્પત્તિદર્શક વિભાગો દ્વારા જે શબ્દોનું પૃથક્કરણ કે સાધન કરવામાં નથી આવ્યું ૧. વળી, વ્યુત્પત્તિદક તે તે વિભાગ દ્વારા પૃથક્કરણ કરી શકાય એમ હોય છતાં જે શબ્દની સંસ્કૃતનામકેશોમાં પ્રસિદ્ધિ નથી ૨. તથા ગૌણી અને લક્ષણ શકિત દ્વારા ય જે શબ્દોના અર્થની ઉપપત્તિ બની શકતી નથી ૩. એવા ત્રણ પ્રકારના શબ્દને આ સંગ્રહમાં નેધેલા છે.
વિહેમચંદ્ર વ્યાકરણના આઠમા અધ્યાય સાથે આ સંગ્રહને સંબંધ છે અને તે વ્યાકરણ તથા આ સંગ્રહ એ બન્નેને એક છે માટે અહીને વ્યાપક એ ય “લક્ષણ” શબ્દ સિદ્ધહેમ નામના વ્યાકરણને દ્યોતક છે.
વજજર” “પજજર “ઉપાલ” “પિસુણુ” “સંઘ” “બેલ” “ચવ” “જપ સીસ અને “સાહ વગેરે શબ્દોને બીજા દેશીદારો દેશીસંગ્રહમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org