________________
૧૫
પૃ. ૬ પંક્તિ ૪ અતિવ્યાપ્ત– પૃ૦ ૭ પંકિત ૯ અતિવ્યાપ્તિ
ચોક્કસ નિરૂપક શાસ્ત્રમાં વસ્તુના વરૂપને નિર્ણય કરવા વસ્તુનું લક્ષણ બાંધવામાં આવે છે, જે વસ્તુના સ્વરૂપનું લક્ષણ બાંધ્યું હોય તે વસ્તુ સિવાય બીજી કઈ વસ્તુને એ લક્ષણ લાગુ ન પડવું જોઈએ પણ માત્ર લક્ષ્ય વસ્તુને જ લાગુ પડે એવું હોવું જોઈએ. જે લક્ષણ એવું ન હોય અને અલક્ષ્ય વસ્તુને પણ લાગુ પડે એવું હોય તો તે લક્ષણને અતિવ્યાપ્ત નામને દોષ લાગુ પડે છે અને જે લક્ષણુ લક્ષ્યવસ્તુને પુરું લાગુ ન પડે એવું હોય તો તે લક્ષણ અવ્યાપ્ત કહેવાય છે તથા જે લક્ષણ લક્ષ્ય વસ્તુને જન લાગુ પડે તેવું હોય તો તે લક્ષણને અસંભવ દોષપાત્ર ગણવામાં આવે છે. જે લક્ષણ અનિવ્યાપ્ત અવ્યાપ્ત અને અસંભવ દોષ વગરનું હોય તે જ ખરું લક્ષણ-સલક્ષણ ગણાય છે. વિશેષ સ્પષ્ટતા સારુ કહેવું જોઈએ કે કોઈ એમ પુછે કે ગાયનું શું લક્ષણ છે ? તેના ઉત્તરમાં કોઈ એમ કહે કે જે શિંગડાવાળું પ્રાણી હોય તેને ગાય સમજવી. તો આ લક્ષણ ગાને તો લાગુ પડે છે, ઉપરાંત બકરી, ઘેટાં, હરણ વગેરેને પણ લાગુ પડે છે માટે ગાયનું આ લક્ષણ બરાબર નથી પણ અલફક એવાં “ધેટાં” “બકરાં વગેરેમાં પણ લાગુ પડતું હોવાથી તે અતિવ્યાત છે માટે “શિંગડાવાળું લક્ષણ ગાયને માટે સલ્લક્ષણ ન કહેવાય. બીજો કોઈ એમ કહે કે જે ગોવધર્મવાળું હોય અને શ્યામ હોય તે ગામનું લક્ષણ છે. તે આ લક્ષણ ધોળી કે રાતી ગામને લાગુ પડતું નથી એટલે લયના સમગ્ર ભાગને બંધ બેસતું નથી માટે અવ્યાપ્ત છે એથી આ પણ સલ્લક્ષણ નથી. કેઈએમ કહે કે “ગગનચારિત્વ --આકાશમાં અદ્ધર ચાલવું” ગાયનું લક્ષણ છે. તો આ લક્ષણ તો ગાયમાં કદી સંભવતું જ નથી એટલે અસંભવ દોષવાળું છે એથી આ પણ સલ્લક્ષણ નથી. હવે ગાયનું ખરું લક્ષણ આ પ્રમાણે છે—જય ગોવધર્મ હોય અને ગળાની નીચેના ભાગમાં કંબળ જે લટકતે દેહભાગ હોય–ગળકંબળ–હોય તે ગામનું લક્ષણ છે. હવે વિચાર કરતાં માલુમ પડે છે કે આ લક્ષણ ગાયનું ખરું સ્વરૂપ બતાવે છે માટે સલ્લક્ષણ છે. આ લક્ષણ અતિવ્યાપ્ત નથી–ગાય સિવાય બીજે કયાંય રહેતું નથી, અવ્યાપ્ત નથી–ગાયના સમગ્ર જાથમાં બરાબર રહે છે અને ગાયમાં આ લક્ષણ બરાબર ઘટે છે માટે અસંભવ દોષયુકત પણ નથી આ પ્રકારે દેશી પ્રાકૃતનું એવું લક્ષણ બતાવવું જોઈએ કે જે અતિવ્યાપ્ત ન હોય તેમ આવ્યા કે અસંભવ દોષવાળું પણ ન હોય. દેશ્ય અથવા દેશી એટલે “અનેક દેશમાં પ્રચલિત તળપદી ભાષા, દેશ્ય પ્રાકતનું આવું લક્ષણ બાંધવામાં આવે તો આ લક્ષણ દેશ્ય પ્રાકૃત ઉપરાંત જે બીજી તળપદી ભાષાઓ છે તેમને પણ લાગુ પડે છે તેથી આ લક્ષણ અતિવ્યાપ્ત ગણાય. એથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org