________________
૧૮
છે તે, બીજી બીજી ભાષા બોલનારાઓનો સહવાસ, રાજ્ય, રાજ્યક્રાંતિ વગેરે અનેક કારણે શબ્દનાં ઉચ્ચારણોનાં પરિવર્તનનાં છે. આ મત પ્રમાણે કોઈ પણ શબદ વ્યુત્પત્તિવાળો નથી.
બીજો મત એમ કહે છે કે –“નામ ચ ધાતુનમ્' અર્થાત્ નામમાત્ર ધાતુ દ્વારા નિપજેલ છે. એવો મત શાકટાયન નામના ઘણા પ્રાચીન વૈયાકરણનો છે. આ વયાકરણ પાણિનિ કરતાં પૂર્વે થયેલ છે એથી આ મત ઘણે પ્રાચીન છે. આ મત પ્રમાણે નામને ધાતુ દ્વારા નિપજાવવામાં આવે છે અર્થાત્ અમુક ધાતુને અમુક પ્રત્યય લગાડવાથી નામ પેદા થાય છે. આ રીતે જોતાં નામની વ્યુત્પત્તિ તે જરૂર થવાની પણ વ્યુત્પત્તિને અનુસરીને નામ અર્થને ભાગ્યે જ બતાવે છે એટલે આ વ્યુત્પત્તિ માત્ર ધાતુ અને પ્રત્યયને વિભાગ બતાવનારી છે પણ અર્થને અનુસરનારી થી એટલે આવા કહિપત વ્યુત્પત્તિવાળા શબ્દો પણ અર્થાનુસારી વ્યુત્પત્તિ વગરના હોવાથી રૂઢ ગણાય અને રૂઢ શબ્દો વ્યુત્પત્તિ રહિત કહેવાય છે. એટલે ધાતુથી નિપજનારા શબ્દો પણ વ્યુત્પત્તિને અનુસરે અર્થબોધ નહી કરનારા હોવાથી વ્યુત્કારરહિત જ ગણાય. આ અંગે આચાર્ય શ્રી હેમચંદ્રજીનું સંવાદક વચન આ પ્રમાણે છે.
“પતિ–પ્રત્યવિમાન અવસ્થવર્જિતા યુવત્તિfar: શાબ્દોઃ ઢા રૂતિ ! आखण्डल आदयः इति उदाहरणम् । न हि अत्र प्रकृति-प्रत्ययविभागेन व्युत्पत्तिः अस्ति । शाकटायनमतेन रूढा अपि शब्दा व्युत्पत्तिभाजः तथापि वर्णानुपूर्वी विज्ञान मात्र प्रयोजना तेषां व्युत्पत्तिः न पुनर् अन्वर्थार्थप्रवृत्तौ कारणम् इति रूढा अव्युत्पन्नाः एव"।અભિધાનચિન્તામણિ, ૧૦ ૨-વૃત્તિ.
જે યૌગિક શબ્દ છે તેમની વ્યુત્પતિ અર્થને અનુસરનારી હોય છે એટલે તે શબ્દો ખરા અર્થમાં વ્યુત્પત્તિવાળા છે. કેટલાક શબ્દ ક્રિયાના સંબંધથી અને સ્વરવામિભાવ વગેરે વિવિધ સંબંધને લીધે પ્રવૃત્ત થાય છે તે બધા યૌગિક શબ્દોની વ્યુત્પત્તિ, સાર્થક હોય છે. - ક્રિયામબદ્ધ શબ્દો–વૃતિ ઝુતિ બ્રા-સર્જન કરનાર હોય તે જ ભ્રષ્ટા કહેવાય, બીજે નહીં.
પ્રતિ ત વ -પચન કરનાર-રાંધનાર હોય તે જ પાચક, બીજે કઈ નહીં–આવા શબ્દો ક્રિયાના સંબંધથી વ્યવહારમાં આવે છે.
ગુણસંબદ્ધ શબ્દો –ની -જેનો કંઠ નીલ છે તે નીલકંઠ એટલે શંકર અથવા મોર. આ વિશિષ્ટ સંબંધ સંબદ્ધ શબ્દ-મુર્ઘ પતિ રૂતિ મૂપ –જે જમીનની રક્ષા કરે તે ભૂપ-રાજા. આ શબ્દમાં મ સાથે સ્વામીપણાને સંબંધ છે. એ જ રીતે મૂમિપાસ, રિવીવા વગેરે. જેનો સ્વામીપણાને સંબંધ ભૂ સાથે કે મૂનિ સાથે ન હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org