________________
આ નવું જ સિદ્ધહેમચંદ્ર નાબનું સંસ્કૃત અને પ્રાકૃત વગેરે ભાષાઓનું અર્તિ ઉત્તમ અને સુગમ વ્યાકરણ ચેલ છે.
આ વ્યાકરણમાં છેલ્લા અધ્યાયમાં જે અપભ્રંશ ભાષાનું વ્યાકરણ રચેલ છે તેમાં તે વખતની એટલે અગ્યારમાં બારમા સૈકાની લોક પ્રચલિત ભાષાના સ્વરૂપ વિશે ઘણે વિશેષ પ્રકાશ પાડેલ છે તેથી આપણી ગુજરાતી ભાષાના તથા હિન્દી, પંજાબી, બંગાલી વગેરે ભાષાઓના ઈતિહાસ વિશે પણ ઘણી માહિતી સાંપડે છે. આપણા દેશમાં પાણિનીય, ચાંદ્ર, શાયન વગેરે અનેક વ્યાકરણ ઉપલબ્ધ છે છતાં તેમાંના કોઈ પણ વ્યાકરણમાં તત્કાલીન પ્રચલિત ભાષાના વ્યાકરણ કે સ્વરૂપ વિશે એક અક્ષર પણ લખવામાં આવેલ નથી ત્યારે આ સિદ્ધહેમ વ્યાકરણમાં હેમચંદ્રના પિતાના સમયમાં જે ભાષા પ્રચલિત હતી તેનું સાંગોપાંગ વ્યાકરણ તેમણે આપેલું છે એટલું જ નહીં પણ તે પ્રચલિત ભાષાનું સ્વરૂપ બરાબર સમજાય તે માટે અનેકાનેક ઉદાહરણ પદ્યરૂપે આચાચે આપેલાં છે. એ ઉદાહરણોમાંના કેટલાંક તો આચાર્ય હેમચંદ્રની પૂર્વ પરંપરાથી ચાલ્યાં આવેલાં જણાય છે અને કેટલાંક સંભવ છે કે આચાયે પોતે રચેલાં હોય અને કેટલાંક તે તદ્દન લોકસાહિત્યનાં પણ હેવાનો સંભવ છે. આ ઉદાહરણ દ્વારા હેમચંદ્રથી અમુક મર્યાદાવાળા પૂર્વકાળની ભાષા, પિતાના સમયની ભાષા એ બને વિશે ઘણું વિશેષ જાણવાનું મળે છે અને ગુજરાતી ભાષાનું જે પૂર્વ પ્રાચીન રૂપ છે તે પણ આ પદ્યોમાં સ્પષ્ટપણે ઝળહળી રહેલું દેખાય છે. જે લેકે ગુજરાતી ભાષાને સંસ્કૃતની પુત્રી કહે છે તેમને સારુ આ પદ્યો એક સજજડ ઉત્તર રૂપે બની શકે એમ છે. પૃ. ૧ પંકિત ૧૨ સિદ્ધહેમચંદ્ર નામના અનુસંધાનમાં- રાજા સિદ્ધરાજને ઈતિહાસ તથા વૃત્તાંત પ્રસિદ્ધ જ છે. તેમ જ આચાર્ય હેમચંદ્રને પણ વૃત્તાંત અને ઈતિહાસ પ્રસિદ્ધ છે એથી એ બન્ને વિશે અહીં વિશેષ લખવાની જરુર નથી છતાં આચાર્ય હેમચંદ્રના જીવનના મુખ્ય બનાવો વિશે સંક્ષેપમાં જણાવી દઈએ છીએ.
જન્મસ્થાન ધંધુકા (ગુજરાત), જન્મનામ ચાંગદેવ, માતાનું નામ પાહિની, પિતા–ચાચિગ, જન્મવર્ષ વિક્રમસંવત ૧૧૪૫ કાર્તિક શુકલ પૂર્ણિમા, ધર્મગુરુ, અથવા દીક્ષાગુરુનું નામ દેવચંદ્ર સૂરિ, આચાર્ય પદ વિ સ. ૧૧૬ ૬ વૈશાખ અક્ષય તૃતીયા-અખા ત્રીજ. નિર્વાણ વિ.સં. ૧૨૨૯. આ મહાપ્રભાવક જૈનાચાર્ય રાજા સિદ્ધરાજના મિત્ર હતા અને રાજા કુમારપાળના ધર્મગુરુ હતા. તેઓ સોમનાથ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org