________________
ગિરનાર વગેરેની યાત્રાએ ગયેલા, તેમણે અનેક વિષયના જૈનગ્રંથો લખવા ઉપરાંત વ્યાકરણ, કેશ, તક, છંદ અલંકાર અને યોગના વિષય ઉપર પણ ગ્રંથ લખેલા છે. વ્યાકરણ તો એમણે સાંગોપાંગ સંપૂર્ણ રચેલ છે.-વ્યાકરણનાં અંગો ધાતુપારાયણ, લિંગાનુશાસન તથા ઉણુદ્ધિપ્રકરણ સ્વોપત્તિસહિત લખેલ છે. આ આચાર્યની હયાતી પહેલાં ગુજરાત દેશમાં ગુજરાતના જ પંડિતે બનાવેલું વિવિધ પ્રકારનું કેઈ વિશિષ્ટ સાહિત્ય ઉપલબ્ધ ન હતું, એ ખોટ આ આચાર્યશ્રીએ દૂર કરેલ છે અને સંસ્કૃત વગેરે ભાષાઓને લગતું વિવિધ વિષયનું સાહિત્ય રચી સાહિત્યની દુનિયામાં ગુજરાતને પ્રથમ સ્થાન અપાવેલ છે. ભારત દેશના રાષ્ટ્રપિતાનું બિરુદ મેળવનાર પૂ. ગાંધીજી મોઢ જ્ઞાતિના હતા તેમ આ આચાર્ય પણ મોઢ જ્ઞાતિના અલંકારરૂપ હતા. રાજાની સૂચનાથી જયારે આચાર્યો “સિદ્ધહેમ શબ્દાનુશાસન' તૈયાર કર્યું ત્યારે રાજાને એટલે બધે આનંદ થયો હતો કે તેણે તૈયાર થયેલા સિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનને હાથીના હોદ્દા ઉપર પધરાવી પાટણ આખામાં તેનો ધામધૂમ સાથે એક ખાસ મોટે વરઘોડા કઢાવેલો અને ગુજરાતમાં તેના અધ્યયન-અધ્યાપનની પણ વ્યવસ્થા કરાવેલી. આ વરઘોડાનુ વર્ણન જન પ્રબંધમાં આજે પણ ઉપલબ્ધ થાય છે. અને પોથીઓમાં લહિયાઓએ દોરેલ તેનું ચિત્ર પણ ઉપલબ્ધ થાય છે. પૃ૦ ૧ પંકિત ૧૫ લેપ વગેરે–
પહેલાંના આચાર્યોએ લેપ, આગમ કે વર્ણવિકાર વગેરે ક્રમિક પદ્ધતિને આશ્રય લઇ દેશી–દેશ્ય-પ્રાકૃતના શબ્દોની નિષ્પત્તિની સાધનિકા નથી બતાવી” ગ્રંથકારે કરેલ આ ઉલ્લેખને બરાબર સમજવા સારુ નીચે જણાવેલ હકીકતને સમજવી જરૂરી છે–
જ્યારે એ સિદ્ધાંત નિર્ણત થયો કે ભાષામાં વ્યવહારમાં આવતા સ્પષ્ટ અર્થવાળા તમામ શબ્દો ધાતુજ છે એટલે એ બધા જ શબ્દો ધાતુઓ દ્વારા સાધી શકાય એવા છે ત્યારે પાણિનીયથી પણ પૂર્વના પ્રાચીન સમયમાં શાકટાયન મુનિએ પોતાના સમયની પ્રચલિત ભાષામાં પ્રચાર પામેલ તમામ શબ્દોને ગંભીર અભ્યાસ કરી અન્વય તથા વ્યતિરેક દ્વારા એ શબ્દોમાંથી પોતાની કલ્પના પ્રમાણે મૂળ ધાતુઓની શોધ કરી, જેમ બીજે બીજે સ્થળે ધૂમ અને અગ્નિનું સાહચર્ય જોઈને દૂરના પર્વતમાંથી નીકળતા ધૂમ દ્વારા “પર્વતમાં અગ્નિ છે એવું અનુમાન અન્વય-વ્યતિરેક દ્વારા કરી શકાય છે, તેમ જ પતિ ચત તુતિ વગેરે રૂપમાં પતિ, ચન્નતિ, તુક્ષતિ–આમ બે અંશે કપ્યા પછી જ્યાં જ્યાં અતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org