________________
૧૨
આ ટૂઢ શબદો અને ઉપર જણાવેલા દેશ્ય--દેશી શબ્દો વચ્ચે કશે ફરક નથી. જેમ મહિષ વગેરે શબ્દોની વ્યુત્પત્તિ કપિત રીતે બતાવવામાં આવેલ છે. તેમ ઉક્ત દિશ્ય શબ્દોની પણ એવી કલ્પિત વ્યુત્પત્તિ જરૂર બતાવી શકાય પણ એવી બુત મત્તિઓ ભાગ્યે જ બતાવવામાં આવેલ છે.
પ્રાકૃત ભાષાના હાલમાં જે જે વ્યાકરણે ઉપલબ્ધ છે તે બધાં જ સંસ્કૃત ભાષાના માધ્યમારા પ્રાકૃતભાષાને સમજાવે છે એથી તે તે વૈયાકરણે એ તદ્દભવ ભેદની કલ્પના કરેલ છે. પંડિત લોકોને સંસ્કૃત માધ્યમ દ્વારા પ્રાકૃત શિખવું વધારે સરલ પડે છે. એ દૃષ્ટિએ જ પ્રકૃતિ સંસ્કૃત એમ કહેવાયેલ છે પણ એને અર્થ કદી એ તો નથી જ કે પ્રાકૃતભાષાનો ઉદ્દભવ સંસ્કૃત ભાષામાંથી થયેલ છે. પ્રાકૃત અને સંસ્કૃત શબ્દોના મૌલિક અર્થને ધ્યાનમાં રાખવામાં આવે તો કોઈ પણ વિચારક એમ નહીં સ્વીકારી શકે કે સંસ્કૃત ભાષા દ્વારા પ્રાકૃત ભાષાને પ્રાદુર્ભાવ થયેલ છે. પ્રકૃતિનો મૂળ અર્થ રવભાવ છે એટલે જે ભાષા સ્વાભાવિક છે-બાળક પોતાની માતાના ખોળામાંથી જ જે ભાષાને સ્વાભાવિકપણે શિખે છે તે ભાષાનું નામ પ્રાકૃતિ. પ્રાકૃત શબ્દને આ અર્થ યૌગિક અર્થ છે અને પછી તે તે પ્રાકૃત શબ્દ રૂઢ થયેલ છે અને તેથી તેને અર્થ અમુક પ્રકારની વિશેષ ભાષા એ થો શરૂ થયેલ છે. ખરી રીતે તમય એવો જે ભેદ કલ્પવામાં આવેલ છે તેથી સંસ્કૃત દ્વારા પ્રાકૃત પેદા થયેલ છે એ ભ્રમ પંડિતાએ જ ઉભો કરેલ છે. સંસ્કૃત એટલે સંસ્કારવાળું, આ “સંસ્કારવાળું” અર્થ એમ સૂચવે છે કે તેમાંથી પ્રાકૃતભાષાને ઉદ્દભવ કદી સંભવ નથી. આ ભ્રમ ટાળવા માટે પ્રાકૃતિના માત્ર બે જ ભેદ રાખવા જોઈએ-એક તાસમ અને બીજે દેશ્ય. તત્સમ એટલે જે પ્રાકૃત, સંસ્કૃત સાથે થોડું ઘણું મળતું આવતું હોય તે-હરતી-થી. સ્ત્રી-થી. ઘટ-ઘ વગેરે અને જે પ્રાકૃત સંસ્કૃત સાથે સર્વાશે મળતું આવતું હોય તે પણ તત્સમ–સમીર, સંસાર, વીર, નીર, ધીર વગેરે શબ્દોવાળું પ્રાકૃત, આ રીતે સમજ્યાથી ઉક્ત ભ્રમને જરા પણ અવકાશ નહી રહે. પૃ ૩ ૫. ૧૨
દેશી પ્રાકતને લગતાં-દેશી કે દેવ શબ્દ પૂર્વ પરંપરાથી પ્રાચીન સમયથી ચાલ્યા આવે છે એટલે એના ઉચ્ચારણોમાં વિશેષ વિવિધતા આવી ગઈ છે તથા એ શબદના સંગ્રાહક શાસ્ત્રની લિપિ કરનારાઓ-લહિયાઓ–બે શબ્દોના ખરા સ્વરૂપને જાણતા ન હોવાથી તેમની લખાવટમાં ઘણાખરા દેશય શબ્દો ભ્રષ્ટવિશેષવિકત-બની ગયા છે એટલે પોતાના સ્વરૂપમાંથી ચુત થઈ ગયા છે. એ રીતે અહીં અપભ્રષ્ટ શબ્દનો આશય સમજવાનું છે. અપભ્રષ્ટ થવાનાં થોડાં કારણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org