________________
शवशयन
श्मशान ऊर्ध्वख , , उलूखल વિષિતારા , , पिशाच કૂ+સીઃ મહી+ , , મયૂર
આ બધા શબ્દોની પોતાની કલ્પના પ્રમાણે નિષ્પત્તિ સમજાવી શકયા છે. તેઓ જે ધારત તો દેશી શબ્દોની પણ નિપત્તિ પોતપોતાની કલ્પના પ્રમાણે જરૂર સમજાવી શકયા હોત તથા જેમણે પોતાના વ્યાકરણમાં ઉણાદિ પ્રકરણની રચના કરેલ છે તેઓ તો જરૂર દેશી શબ્દોની નિષત્તિને સમજાવવા સમર્થ થઈ શક્યા
હેત.
સંસ્કૃત ભાષામાં પણ આગળ જણાવેલા એવા દેશ્ય પ્રાકૃત જેવા દેય સંસ્કૃત શબ્દો અનેક ઉપલબ્ધ છે અને “અમરકેશ વગેરે દેશોમાં પણ એવા કેટલાક શબ્દોને નિર્દેશ મળી આવે છે અને એવા દેશ્ય સંસ્કૃત શબ્દોની નિષ્પત્તિને તો તેઓ જરૂર સમજાવે છે. એક માત્ર દેશ્ય શબ્દો તરફ જ તેમની શા માટે ઉપેક્ષા રહી ? એ પ્રશ્ન જરૂર સંશોધનને પાત્ર છે.
બીજું તો ઠીક પણ ધારત તો પિતાના સ્વતંત્ર ઉણાદિ પ્રકરણ ના પ્રણેતા આચાર્ય હેમચંદ્ર પોતે જ આ સંગ્રહમાં જ દેશીશબ્દોની નિષ્પત્તિને સમજાવી શકયા હોત પણ સંપાદકની કલ્પના પ્રમાણે આચાર્ય હેમચંદ્ર પરંપરાને અનુસરનારા છે એટલે તેઓ આ પ્રવૃત્તિ અંગે પણ પરંપરાને જ અનુસર્યા જણાય છે. એમ થવાથી દેશી પ્રાકૃત શબ્દો આજ સુધી જેમ છે તેમ જ પડયા રહેલા છે. આ પરિસ્થિતિ શબ્દોના અભ્યાસીઓને જરૂર અકળાવનારી છે એમ સંપાદકને લાગે છે તેથી પ્રાચીન વૈયાકરણએ શબ્દની નિષ્પત્તિને સમજાવવા સારુ જે માર્ગ બતાવેલ છે તે જ માર્ગને અનુસરવા સાથે વિશેષ મહેનત કરીને પણ પિતાની યથાબુદ્ધિ યથાશકિત વિચાર કરી કરીને તથા કટપનાઓ કરી કરીને દેશી શબ્દની વ્યુત્પત્તિની નોંધ આ અનુવાદ સાથે જોડવાનું સાહસ તે કરેલ છે. અને સાથે સાથે દેશી શબ્દોની જેવા જે સંસ્કૃત શબ્દો ઉણદિ પ્રકરણમાં તથા “અમરકોશ' વગેરે કેશોમાં મળ્યા છે તેમને પણ સ્થાનસૂચન સાથે નિર્દેશ કરવાનો પ્રયાસ કરેલ છે.
अग्रे शाब्दिकाः विद्वांसः प्रमाणम् । પૃ૦ ૧-૩ ગાથા-૧ તથા ૨
પ્રાચીન ગ્રંથકારે પોતાના ગ્રંથને આરંભ કરતાં સૌ પ્રથમ ઈષ્ટ દેવને યાદ કરીને મંગલાચરણ કરે છે. પછી જે ગ્રંથ રચવો શરૂ કરેલ છે, તેમાં મુખ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org