________________
દેશી શબ્દસંગ્રહ ગમ નય અને પ્રમાણેને લીધે જે ગંભીર છે, જેના રહસ્યને સહદયનું હૃદય હદયગત કરી શકે છે.
અને જે, સર્વ ભાષારૂપે પરિણમનારી છે એવી જિનેન્દ્રોની વાણી જયવંતી વર્તે છે.
ગમ એટલે ભિન્ન ભિન્ન તાત્પર્ય વાળા સરખા પાઠ.
નય એટલે વસ્તુની અનેક બાજુઓમાંથી ફક્ત એક બાજુને રજુ કરનારા અને બીજી બાકીની બાજુઓને નિષેધ નહીં કરનારા એવા સ્યાદ્વાદવિરોધી જુદા જુદા સાત અભિપ્રાયો નૈગમ, સંગ્રહ, વ્યવહાર, સૂત્ર, શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત.
પ્રમાણ એટલે સ્યાદ્વાદને અનુસરનારા પ્રત્યક્ષ વગેરે પ્રમાણે વરે થતા નિર્ણયે.
ગમ નય અને પ્રમાણસાપેક્ષ વિપુલ આશયવાળી હોવાથી જે જેની વાણી વિશેષ ગંભીર છે એટલે મંદ બુદ્ધિવાળા મનુષ્ય એ વાણીને તાગ લઈ શક્તા નથી પરંતુ સહદનું જ હદય એ વાણીનું રહસ્ય સમઝી શકે છે. માટે જ જૈની વાણી જયવંતી વતે છે.
જયવંતી વતે છે એટલે બીજા બધા ય તીર્થપ્રવર્તકેની ભાષા કરતાં જિનેન્દ્રોની વાણી સર્વને સુગમ હોવાથી સર્વોત્કૃષ્ટ છે.
એ રીતે તે વાણીને વિજ્ય બતાવીને “જયતિ ક્રિયા દ્વારા ગ્રંથકાર આચાર્ય અહીં આરંભિક નમસ્કારનું સૂચન કરેલું છે.
આ ઉપરાંત, જિનેન્દ્રની તે વાણીને આ પણ બીજે ઉત્કર્ષ છે. એ વાણી, સર્વ ભાષારૂપે પરિણમનારી છે એટલે કે કોઈ પણ ભાષા જાણનારે તે જેની વાણીને સમઝી શકે છે ત્યારે બીજા તીર્થપ્રવર્તકેની ભાષાને સર્વ કેઈ સમઝી શકતા નથી.
આ બાબતને સંવાદ આ પ્રમાણે છે:
“ ભગવાનની વાણીને દેવે દેવી માનતા હતા, મનુષ્ય માનુષી માનતા હતા, શબરે શાબરી માનતા હતા અને તિય તૈરશ્રી માનતા
હતા.”
તે એવા પ્રકારની જિનેન્દ્રની-અહે તેની-વાણી જયવંતી વતે છે એ અર્થ સંબધ છે. (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org