________________
પ્રથમ વર્ગ [અભિધેય તથા પ્રજન વગેરે.
સંગ્રહના અધ્યયન તરફ વ્યુત્પત્તિના જિજ્ઞાસુઓની પ્રવૃત્તિ થાય એ માટે સંગ્રહગ્રથને વાચાર્ય અને આ સંગ્રહ નિર્માણનું પ્રજન બતાવે છે
निःशेषदेशीपरिमलपल्लवितकुतूहलाकुलत्वेन ।
विरच्यते देशीशब्दसंग्रहो वर्णक्रमसुखदः ॥२॥ દેશી પ્રાકૃતને લગતાં બધાં શાસ્ત્રોનું પરિશીલન કર્યું. તેથી કુતૂહલ સાથે આકુલતા થઈ.
એ કારણને લીધે વર્ણના કમવડે સુખેથી ગ્રહણ કરી શકાય એવી દેશી શબ્દોના સંગ્રહની રચના કરવામાં આવે છે.
દેશી પ્રાકૃતને લગતાં બધાં શાસ્ત્રોનું પરિશીલન કરતાં એમ માલમ પડ્યું કે, એ શાસ્ત્રોમાં કેટલેક સ્થળે શબ્દોના અર્થો બરાબર ન હતા અથવા અસ્પષ્ટ હતા, કેટલેક સ્થળે શબ્દની વર્ણાનુપૂવી અનિશ્ચિત હતી, કેટલેક સ્થળે પ્રાચીન દેશીશા સાથે શબ્દાર્થના સંબંધમાં વિસંવાદ હતે અને કેટલેક સ્થળે તે માત્ર ગતાનુગતિકતા પ્રમાણે શબ્દો અને અર્થો નેધેલા હતા.
આ બધું જોઈને એમ થયું કે “અરે !! ચકકસ વ્યવસ્થા વિનાનાં આ જાતનાં દેશી પ્રાકૃતનાં શાસ્ત્રને જોઈને–વાંચીને-ભણીને અપભ્રષ્ટ શબ્દના કિચ્ચડમાં ખુંચેલે જન શી રીતે ઉદ્ધાર પામે અથત એ અશુદ્ધ શબ્દના કિચ્ચડમાંથી નિકળી, શુદ્ધ શબ્દના માર્ગ ઉપર શી રીતે આવે ? એવી કુતૂહલમયી માનસિક આકુળતા થવાને લીધે દેશી શબ્દોને એક સારો એ સંગ્રહ કરીને પરોપકાર કરવાની ત્વરિત વૃત્તિ થઈ. એ વૃત્તિ દ્વારા પ્રેરાયેલા અમે વર્ણાનુક્રમવાળા શુદ્ધ દેશી શબ્દોના આ સંગ્રહની રચના કરિયે છિયે,
શ૦–પાસ્ટિસ વગેરે અનેક પૂર્વાચાર્યોએ તે દેશી પ્રાકૃતને લગતાં શાસ્ત્ર-સંગ્રહ વગેરે કરેલાં જ છે છતાં તમે આ નવા સંગ્રહની રચના શા માટે કરો છો ?
સ–પૂર્વાચાર્યોએ કરેલા એ સંગ્રહમાં શબ્દોની અકારાદિ કમવડે જના નથી તેમ “પહેલાં બે અક્ષરને પછી ત્રણ અક્ષરને પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org