________________
પ્રથમ વર્ગ
૧૯
છે. અને તેનો અર્થ “કુ” બતાવે છે તેઓએ પણ “કૂવા” અર્થવાળા એ ઔણાદિક “અધંધુને દેશીસંગ્રહમાં જ મૂકવો જોઈએ, કારણ કે એ જાતના અંધુ શબ્દને પ્રગ સંસ્કૃતમાં કયાંય દેખાતું નથી.
अविणयवर
કોઇ નામને દેશી સંગ્રહકાર ‘અવિણુયવરને બદલે “અવિયવઈ શબ્દ માને છે.
શ૦-સંસ્કૃત “અવિનયવર” શબ્દ ઊપરથી આ “અવિણયવર શબ્દ સહજ રીતે લઈ શકાય એમ છે છતાં તેને આ સંગ્રહમાં કેમ નૈધ્યો છે? વળી, અવિણયવરને એ રીતે સાધતાં અર્થની પણ ખામી નથી આવતી. કારણ કે “અવિનયને બહુત્રીહિ સમાસ કરતાં તેને અર્થ “વિનય વિનાને થાય અને જે માણસ, વિનયહીન માણસોમાં “વર–શ્રેષ્ઠ–હોય તે “અવિનયવર' કહેવાય અર્થાત “અવિનયવર' ઊપરથી ઊતરેલે “અવિણચવર શબ્દ જાર-વ્યભિચારી-અર્થને વાચક જરૂર થઈ શકે.
સા-વાત બરાબર છે પરંતુ સંસ્કૃત કેશમાં “અવિનયવર’ શબ્દની એ રીતે પ્રસિદ્ધિ જ નથી માટે તેને દેશીસંગ્રહમાં લેવે પડયો છે.
અગુન્ઝહર” અને “અચિરજુવઈ વગેરે હવે પછી આવનારા શબ્દોમાં પણ આ જ પ્રકારનું સમાધાન સમઝવું એટલે કે
અ– (નહીં) + ગુહ્ય – (છાનું) + ધર – (જીવના૨) – અગુહ્યધર ઊપરથી અગુઝહર એટલે છાની વાતને ધરી-જીરવી-ન શકનાર અર્થાત છાની વાતને કહી દેનાર.
અ - (નહી) + ચિર – (લાંબા સમયની) – યુવતિ (જુવાન સ્ત્રી) – “અચિરયુવતિ' ઊપરથી “અચિરજુવઈ એટલે તાજી યુવતિ-તરુણ સી.
એ પ્રકારે “અશુઝહર' અને “અચિરજુવઈ' વગેરે શબ્દો ઉકત શબ્દો દ્વારા સાધી શકાય એમ છે છતાં તે તે અર્થમાં તે તે શબ્દો સંસ્કૃતકરાદિકમાં પ્રસિદ્ધ નથી માટે જ તેમને અહીં દેશી તરીકે ગણાવવા પડ્યા છે. '
અવિણુયવર' શબ્દ છ અક્ષરવાળે છે તે પણ સમાન અર્થના પ્રસંગને લીધે તેને અહીં ત્રણ અક્ષરના શબ્દો સાથે ગણાવે છે.
“અડ્યા ” “અણુઈય” “અક્કસાલ “આશુદવિ “અલય અને અણુઅલૂ' વગેરે શબ્દો સંબંધે પણ આ પ્રકારનું જ સમાધાન જાણવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org