________________
શ્રીદેશના ચિંતામણિ ભાગ બીજો ]
સ્પષ્ટાર્થ –આ વિમલવાહન રાજા પિતાના અન્યાયને એટલે પિતાથી થએલ ભૂલને પણ સહન કરી શકતા નહાતા કારણ કે વિબુધ જન એટલે પંડિત પુરૂષો પોતાના શરીરના ત્રણને એટલે ઘાને પણ નકકી આનંદપૂર્વક સુધારનારા હોય છે તથા તે સામાદિ વિધિ એટલે શત્રુને વશ કરવા માટે બતાવવામાં આવેલ સામ, દામ, દંડ અને ભેદ નામની ચાર પ્રકારની નીતિને પાળે છે અને તેથી કરીને અરિ ભૂપને એટલે શત્રુ રાજાઓને પિતાના વશમાં રાખે છે એટલે શત્રુ રાજાઓ તેમના કહ્યામાં રહે છે. અથવા શત્રુ રાજાઓ આ રાજાથી ડરીને ચાલતા હતા વળી ત્રણ વર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પ્રકારના વર્ગને સાધે છે, તેવા ગુણવંત આ વિમલવાહન રાજા આરામ એટલે બગીચાની પેઠે શોભતા હતા. જેમ બગીચે જૂદી જૂદી જાતના ઝાડ ફૂલ વગેરેથી શોભે છે, તેમ શ્રીવિમલવાહન રાજા દાન-દેવપૂજા–દાક્ષિણ્ય-દમ-દક્ષતા રૂ૫ પાંચ દકારથી તથા પરોપકારાદિ ગુણેથી શેભે છે માનવ જીવનની વિશિષ્ટતા-વિનય વિવેક વગેરે સદગુણેથી જ ગણાય છે પણ તેવા ગુણોની પ્રાપ્તિ ને આરાધના પુણ્યોદયે જ થાય છે. રાજા વિમલવાહન તેવા સગુણી ને પુણ્યશાલી રાજા હતા ૪
જેમ તેને એક સ્વામી સર્વ નૃપનો એક એ,
બલ તેજ ધારી ઈંદ્ર જે સીસ નમાવે સંતને; બાહ્ય શત્ર જેમ અંતર શત્રુને પણ જીતતા,
અશ્વાદિની જિમ કરણ ને દમતા હૃદયમાં ખૂશ થતા. ૫
સ્પષ્ટાર્થ –જેમ બગીચાને એક સ્વામી હોય છે તેમ સર્વ રાજાઓના આ વિમલવાહન રાજા સ્વામી હતા વળી તે રાજા ઈન્દ્ર મહારાજની પેઠે બલ તેજધારી એટલે બલ અથવા શક્તિને તથા તેજને ધારણ કરનારા હતા. છતાં પણ સંતને એટલે સજન અથવા સાધુ પુરૂષને તેઓ સીસ નમાવતા એટલે વિનયપૂર્વક નમસ્કાર કરતા હતા. વળી બહારના દુશ્મનને જેમ જીતતા હતા તેમ અંતર શત્રુ એટલે આત્માના શત્રુ રૂપ કષાયાદિકને પણ જીતવાને ઉદ્યમ કરતા હતા. તથા અશ્વાદિ એટલે ઘેડા વગેરેની જેમ કરણ એટલે ઇન્દ્રિઓને દમતા હતા એટલે વશમાં રાખતા હતા, અથવા પોતાની ઇન્દ્રિઓને મરજી મુજ મન વિષયોના ઉપગમાં જતી રોકતા હતા. અને તેથી પિતાના હૃદયમાં આનંદ પામતા હતા. દુનિયામાં બાહ્ય શત્રુઓ ( વિધિ રાજા વગેરે) ને જીતનારા ઘણુએ બળવંત રાજા વગેરે જેવામાં આવે છે, પણ અંતરંગ શત્રુઓને જીત નારા છ બહુજ વિરલા હોય છે. વિમલવાહન રાજા પણ તેવા અંતરંગ શત્રુઓને જીતનારા હતા. અને ઈન્દ્રિયોને વશ રાખનારા હતા તીર્થંકર નામકર્મનું રહસ્ય વિચારતાં જણાય છે, કે તીર્થંકર નામકર્મને જ્યાં સુધી અનિકાચિત બંધ થયું હોય એટલે નિકાચિત બંધ થયા પહેલાં તેના દલિયા કદાચ અશુભ ભાવાદિ કારણેમાંના કેઈ પણ કારણને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org