________________
શ્રી દશના ચિંતામણિ ભાગ બીજે ]
૧૧૭ અર્થ-કાગડાએ સર્વત્ર કાળા જ હોય છે, પિપટ સર્વત્ર લીલા જ હોય છે, સુખી પુરુષોને સર્વત્ર સુખ હોય છે, અને દુઃખી પુરુષોને સર્વત્ર દુઃખ હોય છે
આ પ્રમાણે સાંભળીને ખુશી થયેલા રાજાએ જગડુને પ્રણામ નિષેધ કરીને તેને હાથી ઉપર બેસાડી તેને ઘેર મેક. આ પ્રમાણે ધાર્મિકપણું અનુકંપા દાનવડે જ શોભે છે. એ ત્રીજું અનુકંપા દાન કર્યું.
હવે શું ઉચિત દાન કહે છે-ગ્ય અવસરે ઈષ્ટ અતિથિ (પ્રાહુણા), દેવ ગુરૂના આગમનની તથા નવા કરેલા પ્રાસાદની અને બિંબની વધામણી આપનારને, તેમજ કાવ્ય,
ક, કઈ સુભાષિત કે વિદિવાળી કથા વિગેરે કહેનારને પ્રસન્ન ચિત્તથી જે દાન આપવું તે ઉચિત દાન કહેવાય છે. જેમ ચક્રવતી નિરંતર પ્રભાતકાળે વિહાર કરતાં તીર્થંકરની સ્થિતિના ખબર આપનારને વર્ષાસન કરી આપે છે. કહ્યું છે કે-બાર કોટી સુવર્ણ અથવા બાર લાખ દ્રવ્ય અથવા છ લાખ દ્રવ્ય એટલું ચક્રવતી એક વખતે પ્રીતિદાનમાં આપે છે. સાંપ્રત કાળમાં પણ શ્રી સિદ્ધાચળ ઉપર પ્રાસાદ પૂરો થયાની વધામણી આપનારને વાભટ્ટ મંત્રીએ સુવર્ણની બત્રીશ જી આપી હતી
એકદા જુનાગઢને ખેંગાર નામને રાજા શીકાર કરવા ગયા હતા. ત્યાં ઘણા સસલાએનો વધ કરી તેને ઘોડાના પંછડા સાથે બાંધીને પાછા આવતાં તે માર્ગથી તેમજ પરિવારથી ભ્રષ્ટ થયે, અર્થાત એકલે ભૂલે પડે. તેવામાં એક બાવળના વૃક્ષની શાખા ઉપર ચડીને બેઠેલા ઢંઢળ નામના ચારણને જોઈને તેને પૂછયું કે-“અરે! તું માર્ગ જાણે છે?” ત્યારે તે દયાળુ ચારણે કહ્યું કે-(ભાષા)
जीव वधंता नरग गइ, अवधंता गइ सग्ग ।
हुं जाणं दो वाटडी, जिण भावे विण लग्ग ॥१॥ અર્થ –જીવન વધ કરનાર નર્ટે જાય છે અને દયા પાળનારા સ્વર્ગે જાય છે, હું તે એ બે માર્ગ જાણું છું, તને ગમે તે માર્ગે જા ૧
આ પ્રમાણે વેધ કરે તેવી દૂધ જેવી તેની વાણી સાંભળીને તે રાજાને તત્કાળ વિવેક ઉત્પન્ન થયે; તેથી તેણે ત્યાંજ જીવન પર્યત પ્રાવધ કરવાનો નિયમ ગ્રહણ કર્યો, તથા તે ચારણને અશ્વો તથા ગામ વિગેરે આપીને ગુરૂની જેમ સત્કાર કર્યો | વિક્રમ રાજાએ સિદ્ધસેન ગુરૂને મનવડે પ્રણામ કર્યો, તે જાણીને ગુરૂએ તેને ધર્મલાભ આપ્યો. રાજાએ પૂછયું કે–“હે પૂજ્ય ગુરૂ! આ ધર્મલાભથી શું લાભ થાય” ત્યારે ગુરૂએ કહ્યું કે
दुर्वारा वारणेन्द्रा जितपवनजवा वाजिनः स्यदनाघा लीलावत्यो युवत्यः प्रचलितचमरै पिता राज्यलक्ष्मीः ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org