________________
૧૪૮
[ શ્રાવિજયપરિકૃતઅને તે ચંદ્રના આયુષ્યની અપેક્ષાએ જાણવું. અને જઘન્ય આયુષ્ય પલ્યોપમના આઠમા ભાગ પ્રમાણ હોય છે. તે તારાને આશ્રીને જાણવું. આ દેવને આહાર પર્યાપ્તિ વગેરે છે એ પર્યાપ્તિઓ હોય છે. વળી આહાર પણ છએ દિશાને હોય છે. તથા દીર્ધકાલિકી નામની સંજ્ઞા આ દેવેને હોય છે. ૨૩૪ ચંદ્રાદિના તથા તેમની દેવીઓના આયુષ્યની બીના ત્રણ ગ્લૅકમાં જણાવે છે – પાંચમાં ગતિ બે ગતિથી આગતિ અવધારિયે,
વેદ બે શશિ આયુ પલ્યોપમ વરિસ લખ જાણિયે; સૂર્ય જીવિત પલ્ય તેમ હજાર વર્ષે માનિયે,
ગ્રહોનું ઈગ પલ્ય ત્રણની દેવી આયુ અધ એ. ૨૩પ સ્પષ્ટાથે–આ તિષી દેવે પિતાના આયુષ્યના અંતે ચવીને સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા પર્યાપ્તા ગર્ભજ મનુષ્ય અને તિર્યંચ તથા પર્યાપ્ત બાદર પૃથ્વી, જલ અને વનસ્પતિ રૂ૫ પાંચ દંડકમાં જાય છે. એટલે બાંધેલા આયુષ્યને અનુસરે તે પાંચ દંડકમાંના કેઈ પણ દંડકમાં જાય છે. આ અપેક્ષાએ મૂલ લેકમાં પાંચમાં ગતિ” એમ કહ્યું છે. તથા આગતિ બે ગતિમાંથી જાણવી. એટલે ગર્ભજ મનુષ્ય અને ગર્ભજ તિર્યંચ ગતિના તિષીમાં ઉપજે છે. પુરૂષ વેદ અને સ્ત્રી વેદ એ બે વેદે તેમને હોય છે. ચંદ્રનું આયુષ્ય એક પાપમ અને એક લાખ વર્ષનું જાણવું. તથા સૂર્યનું આયુષ્ય એક પલ્યોપમ અને એક હજાર વર્ષનું જાણવું. તથા ગ્રહ દેવાનું એક પલ્યોપમનું આયુષ્ય હોય છે. ચંદ્રની દેવીનું આયુષ્ય ચંદ્રથી અડધું એટલે અર્ધ પલ્યોપમ ને પચાસ હજાર વર્ષનું હોય છે. સૂર્યની દેવીનું આયુષ્ય સૂર્યથી અર્થ એટલે અડધે ૫૫મને પાંચ વર્ષનું હોય છે. તથા ગ્રહની દેવીનું આયુષ્ય ગ્રહના આયુષ્યથી અડધું એટલે અધ પલ્યોપમનું હેય છે. ૨૩૫
અર્ધ પાપમ તણું આયુષ્ય છે નક્ષત્રનું,
પલ્ય ચેથા ભાગ આયુ જાણવું તારાતણું પલ્ય થો ભાગ સાધિક દેવીનું નક્ષત્રની,
પલ્ય અષ્ટમ ભાગ સાધિક દેવીનું તારા તણી. ૨૩૬ સ્પષ્ટાર્થ-નક્ષત્ર દેવેનું અર્ધ પલ્યોપમનું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે. અને તારાનું આયુષ્ય વા પલ્યોપમનું ઉત્કૃષ્ટથી જાણવું. નક્ષત્રની દેવીનું કાંઈક અધિક પલ્યોપમને થે ભાગ ઉત્કૃષ્ટથી આયુષ્ય હોય છે. અને તારાની દેવીનું પલ્યોપમના આઠમા ભાગથી અધિક આયુષ્ય જાણવું. એ પ્રમાણે જ્યોતિષી દેવ તથા દેવીનું ઉત્કૃષ્ટ આયુષ્ય કહીને હવે તેમનું જઘન્યથી આયુષ્ય જણાવે છે. ૨૩૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org