________________
શ્રી રશના ચિંતામણિ ભાગ બીજો ]
૨૨૫ સમ્યકત્વ મહિમા કાજ તેણે પુત્રની રક્ષા કરી,
સ્ત્રી કહે એવું ન કરશે કઈ દિન ક્રોધ કરી. ૩૮૮ સ્પષ્ટાર્થ-તે વખતે ત્યાં રહેલી કઈ સમ્યગ્દષ્ટિ દેવીએ તે બાળકને અગ્નિમાં પડત ઝીલી લીધો અને અગ્નિને શીતળ બનાવી દીધો. અને પુત્રને જાણે ચિત્રમાં રહેલે (ચિત્રલે) હેય તેમ સ્થિર બનાવી દીધું. આ રીતે દેવીએ સમકિતને મહિમા જણાવવાને માટે તે પુત્રનું રક્ષણ કર્યું. બ્રાહ્મણો પણ આ હકીકત જોઈને આશ્ચર્ય પામ્યા અને શુદ્ધભટ હર્ષ પામે. ઘેર જઈને સ્ત્રીને આ હકીકત શુદ્ધભટે જણાવી. ત્યારે સમજુ સ્ત્રીએ કહ્યું કે હવે આવું કદાપિ કરશે નહિ. કારણ કે કોઈ સમકિતી દેવે બાળકનું રક્ષણ કર્યું છે. પરંતુ જે તે વખતે કઈ સહાયકારી દેવ દેવી નજીક ન હોય તે જરૂર બાળકનું મરણ થાત અને જૈન ધર્મની નિંદા થાત. એ પ્રમાણે તેણીએ પિતાના પતિને શીખામણ આપી. ૩૮૮
ભત્તરને સમ્યકત્વ ગુણમાં તેહ થીર બનાવવા,
આવી અહીં ત્યાં વિમ પૂછે તેહ મેં સમજાવવા બીના કહી પ્રતિબધ પામ્યા બહુ જ બંને લઈ
ચારિત્ર સાધી શુદ્ધ મનથી શીઘ બનતા કેવલી. ૩૮૯ સ્પષ્ટાર્થ –ત્યાર પછી તે સુલક્ષણા પતિને સમતિ ગુણમાં સ્થિર બનાવવા માટે અહીં આવી. તે વખતે બ્રાહ્મણે સંકેતમાં (ટૂંકાણમાં) તે વિષે પ્રશ્ન પૂછે અને તેના જવાબમાં મેં પણ તે તેમજ છે (એટલે સમકિતનો જ પ્રભાવ છે) એમ કહ્યું. તે હકીક્ત સમજાવવાને માટે મેં તમને તેનું સ્વરૂપ જણાવ્યું. આ બીના સાંભળીને ઘણા માણસો પ્રતિબપ પામ્યા. ત્યાર પછી તે બંને જણાએ ચારિત્ર ગ્રહણ કર્યું. અને શુદ્ધ ભાવથી તે ચારિત્રનું પાલન કરીને બંને જણા થોડા સમયમાં કેવલજ્ઞાની બન્યા. ૩૮૯ સગર રાજા છ ખંડ સાધી ચક્રવતી થાય છે તે બીના જણાવે છે :
ગંગા અને સિંધુ તણી બે બાજુના ચઉ નિષ્કટે,
તાસ મધ્યે બેઉ ખડે છ ખંડ ભરતે જાણિયે; ચકાદિ રત્ન બેલે કરીને તેર અદ્ધ સાધતા,
ખડા છ એ તે સગર રાજા ચક્રવર્તી ઈમ થતા. ૩૯૦ સ્પટાર્થ: --આ ભરત ક્ષેત્રમાં ગંગા અને સિંધુ નામની બે નદીઓ આવેલી છે. આ ભરત ક્ષેત્રની વચમાં વૈતાઢય નભે પર્વત છે. તેણે ભરત ક્ષેત્રના બે વિભાગ ક્યાં છે. ૧ ઉત્તરાર્ધ, ૨ દક્ષિણાઈ. તે દરેક વિભાગને તેમની વચમાં થઈને વહેતી ગંગા અને સિંધુ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org