________________
૨૧૮
[ શ્રીવિજયપધસૂરિકૃતઆવેલા મંત્રીઓએ અષ્ટાપદ પર્વતનું સ્વરૂપ તે કુમારને સંભળાવ્યું. અને આ અષ્ટાપદ પર્વત ઉપર પ્રથમ તીર્થકર શ્રી કષભદેવ પ્રભુના મોટા પુત્ર શ્રી ભરત ચક્રવતીએ તે ચોવીસીમાં થનાર વીસ તીર્થકરોની પિતપોતાના પ્રમાણવાળી તથા વર્ણવાળી પ્રતિમાઓથી શોભાયમાન મોટું જિનાલય બંધાવ્યું છે વગેરે હકીકત કહી. તે સાંભળીને કુમારે ઘણુ રાજી થયા. ૩લ્પ
ઉપર જઈ પ્રભુ આદિ જોઈ ભાવથી ભક્તિ કરી,
સ્તવના કરી રક્ષણ નિમિત્તે ગિરિતણું સંમત થઈ દંડ રને ખાઈ દે નીર નાગકુમારમાં
જાય કોધે જ્વલનપ્રભ તે સર્વને ક્ષણવારમાં. ૩૯૬
સ્પષ્ટાથ :–પછી તે બધા કુમારો અષ્ટાપદ પર્વત ઉપર ગયા. અને ત્યાં ભાવ પૂર્વક આદીશ્વર પ્રભુની ભકિત કરી તથા સ્તુતિ કરી. ત્યાર પછી જનુકુમારે ભાઈઓ આગળ આ અષ્ટાપદ તીર્થની રક્ષા કરવા માટે તેની આસપાસ ખાઈ ખોદવાની પિતાની ઈચ્છા જણાવી. અને સર્વે ભાઈઓ તે વાતમાં સંમત થયા. તેથી તે બધા દંડ રત્ન વડે અષ્ટાપદની ચારે બાજુ ફરતી ખાઈ ખુંદવા લાગ્યા. તે ખાઈ એક હજાર જન ઊંડી બેદી. તેથી નીચે આવેલાં નાગકુમાર દેવનાં ભુવને ભાગવા લાગ્યા. તેમજ તે ખાઈમાંથી પાણી તેમના ભુવનોને ભીંજાવી નાખવા લાગ્યું. આ હકીકત જાણુને ત્યાં જવલનપ્રભા નામનો નાગકુમાર દેવોના અધિપતિ ઘણો ગુસ્સે થયે. અને ગુસ્સે થએલા તે જવલનપ્રભ નામના ઇંદ્ર એક ક્ષણમાં તે બધા કુમારને બાળી નાખ્યા. ૩૯૬ કુમારના મરણથી મંત્રી વગેરે દીલગીર થઈ ચક્રવતી પાસે આવે છે તે જણાવે છે – - મૃત્યુ પમાડે મંત્રી આદિ બધા જ દીલગીર થયા,
દેખાડશું કિમ ચકિને મુખ? એ વિચારે મૂઢ બન્યા છે આવી અયોધ્યા પાસ સર્વે ખિન્ન વદને બેસતા,
બ્રાહ્મણ તણી યુક્તિ થકી સૌ ચક્રિ પાસે આવતા. ૩૯૭
સ્પષ્ટાર્થ –જવલનપ્રભ દેવે સગર ચકવતને ૬૦ હજાર પુત્રને બાળીને મારી નાખ્યા તેથી મંત્રો વગેરે સઘળે પરિવાર ઘણો દીલગીર થય ને શેક કરવા પૂર્વક બેલવા લાગે કે હવે આપણે ચક્રવર્તી આગળ આપણું મુખ કેવી રીતે દેખાડશું. આ વિચારમાં તેઓ મુંઝાઈ ગયા. તેથી સઘળા ત્યાંથી નીકળીને અયોધ્યાની પાસે આવીને ખિન્ન વદને એટલે દીલગીર ચહેરે બેઠા છે. પરંતુ નગરમાં જવાની તેમની હિંમત ચાલતી નથી. તે વખતે ત્યાં આવેલા એક બ્રાહ્મણે જણાવેલી યુક્તિથી તે બધા ચકવતીની પાસે આવ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org