________________
૨૧૯
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો] અહીં બ્રાહ્મણે ચકવર્તીની આગળ પિતાના પુત્રનું મરણ જણાવી વિલાપ કરવા માંડયા, ત્યારે ચકવર્તીએ કહ્યું કે જે જન્મે તે જરૂર મરવાને જ માટે વિલાપ કરવા નકામા છે. આ તથા બીજા પ્રસંગે જણાવી બ્રાહ્મણે ચકિને જણાવી દીધું કે, તમારા સાઠ હજાર પુત્રો મરણ પામ્યા છે. તેથી મને જેમ તમે આશ્વાસન આપે છે, તેમ હું તમને આશ્વાસન આપી કહું છું કે, તમે પણ પુત્રોના મરણની બીના સાંભળીને ખેદ કરશો નહિ. આ વાત ચાલતી હતી તે જ વખતે બહાર રહેલા મંત્રી વગેરે પરિવાર સગર ચકીની પાસે આવ્યું. ૩૯૭
મરણ પુત્રોનું સુણી ચક્રી ધરણી પર પડી ગયા,
ખેદ કરત સુબુદ્ધ આદિ તણા વચન કાને પડ્યા; તેથી લહીને શાંતિ ચકી ભવ થકી નિર્વેદને,
પામતા ઈમ બેલતા આધીન સર્વે કર્મને. ૩૯૮ સ્પષ્ટાર્થ –પિતાના પુત્રનું મરણ થયું છે એવું જાણીને સગર ચકવર્તી પૃથ્વી ઉપર પડી ગયા અને ખેદ કરવા લાગ્યા. વિલાપ કરતા તેઓ સુબુદ્ધિ મંત્રીના દિલાસાના વચન સાંભળીને શાંતિ પામ્યા અને આ સંસારથી નિર્વેદ પામ્યા એટલે સંસાર ઉપરના રાગ નાશ પામે. અને તેથી કહેવા લાગ્યા કે સર્વે સંસારી જીવો કર્મને આધીન છે. માટે તેની સામે આપણાથી કાંઈ બની શકે તેમ નથી અને તે ઉદય આવેલાં કર્મો ભોગવ્યા વિના છુટકે નથી. ૩૯૮ સંગર ચક્રવર્તીની વૈરાગ્ય ભાવના અને તે પૌત્રને રાજ્ય સેપે છે તે જણાવે છે –
મૃત્યુ તત્ત્વ વિચારતા વૈરાગ્યથી તે પૌત્રને, .
રાજ્ય સેપે એ સમયમાં પ્રભુ તણું આગમનને; સાંભળી રાજી થયા સૌ સાથે પાસે પ્રભુ તણી,
જાય સ્તવતા દેશના પ્રભુ આપતા વૈરાગ્યની. ૩૯ સ્પષ્ટાર્થ–સગર ચક્રવર્તી મરણના રહસ્યને વિચારે છે. જે છે જન્મ્યા છે તે વહેલાં કે મેડાં અવશ્ય મરણ પામવાના જ છે. એમ વિચારી વૈરાગ્ય પામી પિતાને પૌત્ર જે ભગીરથ તેને રાજ્ય સેપે છે એટલે તેને ગાદીએ બેસાડે છે. આ અવસરે બીજા શ્રી અજીતનાથ તીર્થકર વિહાર કરતાં ત્યાં સમેસર્યા. પ્રભુનું આગમન સાંભળી ચક્રવતી ઘણું રાજી થયા. અને પિતાના પરિવાર સાથે પ્રભુને વંદન કરવા ગયા. ત્યાં પ્રભુની સ્તુતિ કરીને પ્રભુની દેશના સાંભળવા લાગ્યા. પ્રભુ પણ વૈરાગ્યની દેશના આપતા હતા. તેથી સગર ચકીને દીક્ષા લેવાની તીવ્ર ઉત્કઠા થાય છે. ૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org