________________
२२६
[ શ્રોવિયપદ્મસુકૃિત
છદ્મસ્થ ભાવે મૌનધારી સ્વપરતારક થઈ અને, વિચરતા પુણ્ય પ્રભાવે દેશના ઉપસર્ગ ને; ટાળે સ્વભાવે શાંત સમતાદિક ગુણાને ધારતા,
શત્રને પણ બોધ આપી મુક્તિ માર્ગે જોડતા. ૪૧૫
સ્પષ્ટા :—વળી જ્યાં સુધી પ્રભુ છદ્મસ્થ ભાવમાં વિચરે છે એટલે જ્યાં સુધી ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી કૈવલજ્ઞાન પામ્યા નથી ત્યાં સુધી માનને ધારણ કરે છે. અથવા કોઇની સાથે બહુ જ જરૂરી કારણ વિના પ્રાયે ખેલતા નથી. ત્યાર પછી કેવલજ્ઞાન પામી સ્વપરતારક એટલે પેાતાનાં અને પરના તારનાર થઇને પૃથ્વી ઉપર ઉપદેશ આપતા વિચરે છે. પુણ્યના પ્રભાવથી ઉપસનેિ દૂર કરે છે. તેમના સ્વભાવ તથા દેખાવ શાન્ત હોય છે, કારણ કે તેમનામાં ક્રોધ હાતા નથી. વળી સમતા વગેરે ગુણાને ધારણ કરે છે કારણુ તેમનામાં રાગ દ્વેષ હાતા નથી. વળી શત્રુને પણ એટલે જેએ પ્રભુને શત્રુ જેવા માનતા હોય તેમને પણ ઉપદેશ આપીને મેાક્ષના માર્ગીમાં જોડે છે. આ રીતે ૪૧૩-૪૧૪–૪૧૫મા Àાકમાં તીર્થંકર દેવનુ જીવન ટૂંકામાં જણાવ્યું, તેને ભન્ય જીવા સમજીને જો જીવનમાં ઉતારે, તા તેઓ નકકી પ્રભુના જેવા ખની શકે, આ હકીકત બહુ જ મનન કરવા
જેવી છે. ૪૧૫
હવે ગ્રંથકાર પ્રભુના જીવનને જાણીને તેમાંથી સાર લઇ પ્રભુના જેવા થવા માટે ઉપદેશ કરે છે ઃ—
Jain Education International
પ્રભુ જીવનને વાંચજો ને અન્યને સમજાવો, તત્ત્વ ચિત્ત ધારો પ્રભુ માર્ગ માંહે વિચરજો; આત્મ ગુણ રંગી બની ખીજા જનાને તારો,
પ્રભુ જીવનના લાભ ઇમ મારી શિખામણ માનો. ૪૧૬
સ્પષ્ટા :—હૈ ભવ્ય જના! તમે આ ખીજા શ્રી અજીતનાથ પ્રભુના જીવનને એટલે ચિરત્રને વાંચો. અને તેમાંથી સારને ગ્રહણ કરજો. વળી ગ્રહણ કરેલા સાર બીજા જીવેાને સમજાવજો. વળી તત્ત્વને એટલે સારને હૃદયમાં ધારી રાખો. અને પ્રભુએ ઉપદેશેલા માને વિષે તમે વિચરજો એટલે તે ઉપદેશ પ્રમાણે ચાલો. વળી આત્મ ગુણરંગી એટલે આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ જે ગુણા તેમાં રમણતા કરી ખીજા જીવાને પણ તારજો. આ પ્રમાણે પ્રભુના જીવનના એટલે ચરિત્રના ઘણાં અપૂર્વ લાભ છે એમ જાણીને મારી ઉપર કહેલી શિખામણને તમે માનજો. ૪૧૬
ગ્રંથકાર ગ્રંથને પૂરા કરતા ગ્રંથને વાંચનારા ભવ્ય જીવોને શુભ આશીર્વાદ વગેરે બીના જણાવે છે;—
For Personal & Private Use Only
www.jainelibrary.org