________________
૨૧૪
[ શ્રી વિજયપક્વસૂરિકૃત૫ષ્ટાર્થ –તે વખતે પ્રભુ સિંહસેન ગણધરના પ્રશ્નના ઉત્તરમાં તે બ્રાહ્મણની હકીકત વિસ્તારથી સમજાવે છે. ટુંક બીના આ પ્રમાણે –શાલિગ્રામ નામે એક અગ્રહાર (દાનમાં મળેલી જમીન ઉપર વસેલ ગામ) હતું. તેમાં દાદર નામે એક બ્રાહ્મણ રહેતું હતું. તેને સમા નામે સ્ત્રીથી શુદ્ધભટ નામે પુત્ર થયે. તે ઉંમર લાયક થયે ત્યારે તેને સિદ્ધભટ નામના બ્રાહ્મણની સુલક્ષણા નામે પુત્રી સાથે દામોદરે પરણાવ્યું. તે સુલક્ષણ અને શુદ્ધભટને કેટલેક કાળ સુખમાં ગયા પછી તેમના માતાપિતા મરણ પામ્યા. ત્યાર પછી કમનશીબે શુદ્ધભટ નિધન બની ગયે. તેથી શરમને લીધે કહ્યા સિવાય પરદેશ ચાલે ગયે. તેથી સુલક્ષણ ચિંતાતુર રહે છે. તેવામાં વિપુલ નામના સાધ્વી તે સુલક્ષણાને ત્યાં ચોમાસું રહ્યા. અને ચોમાસામાં સાધ્વીનો ઉપદેશ નિરંતર સાંભળવાથી તે પતિ વિયેગનું દુઃખ ભૂલી ગઈ. સાધ્વીએ તે સુલક્ષણને સમકિતનું વિસ્તારથી સ્વરૂપ સમજાવ્યું. અને તેથી સુલક્ષણા પણ નિશ્ચલ સમકિતવાળી થઇ. ચોમાસું પુરું થયે સાધ્વીજીએ વિહાર કર્યો. ત્યાર પછી તે શુદ્ધભટ પરદેશથી ઘણું ઘન કમાઈને આવ્યો ૩૮૬
સમ્યકત્વ ગુણ પતિને પમાડે બેઉ શ્રાવક ધર્મને,
પાલતા સુત પામતા પણ અન્ય નિંદે બેઉને, તિરસ્કાર સહન ન હોતાં અન્ય જનની દેખતાં,
ક્રોધે ભરાઈ વિપ્ર સુતને અગ્નિ માંહી ફેંકતા. ૩૮૭
સ્પષ્ટાર્થ –શુદ્ધભટે પોતાની સ્ત્રી સુલક્ષણાને પૂછયું કે પહેલાં તું મારા વિયેગને છેડો કાલ પણ સહન કરી શકતી હતી, તે તે આટલે કાલ કેવી રીતે મારા વિયેગને સહન કર્યો? ત્યારે સુલક્ષણાએ સાધ્વીની હકીકત જણાવી. અને પતિને પણ સમકિત ગુણ પ્રાપ્ત કરાવ્યું. ત્યાર પછી તે બંને જણા શ્રાવક ધર્મનું પાલન કરવા લાગ્યા. અવસરે તેમના ઘેર પુત્રને જન્મ થયો. બંને જણા જૈન ધર્મ પાળતા હોવાથી બીજા બ્રાહ્મણે તેમની નિંદા કરે છે. એક વાર બાળકને લઈને તે શુદ્ધભટ બ્રાહ્મણોની સભાથી વીંટાએલી ધર્મ અગ્નિષ્ઠિકા (પર્મ અંગીઠી) પાસે ગયા. તે વખતે બીજા બ્રાહ્મણે તેનો તિરસ્કાર કરીને કહેવા લાગ્યા કે તું શ્રાવક છે માટે અહીંથી દૂર જા. આ તિરસ્કાર નહિ સહન થવાથી અન્ય જનોના દેખતાં
જે જિનેશ્વરે સાચા દેવ હોય અને તેમને કહેલું જ્ઞાન દન ચારિત્ર રૂપી ધર્મજ જે સાચા હોય તે મારે આ અગ્નિમાં ફેંકો બાળક જીવતે રહે અને અગ્નિ શીતળ થાઓ” એવી પ્રતિજ્ઞા સાથે તેણે બાળકને અગ્નિમાં ફેં. તે વખતે આ કેવું સાહસનું કામ કર્યું ! એમ વિચારી લકે તેને ઠપકો આપવા લાગ્યા. ૩૮૭
સમ્યકત્વવંતી કેઈ દેવી અગ્નિ શીત બનાવતી, - પુત્ર અદ્ધર ઝીલતી ચિત્રસ્થ જિમ દર્શાવતી;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org