________________
૨૧૨
. [ શ્રીવિજયપધરિકતતેઓને મરણનો ભય હોતો નથી. અને બીજા મનુષ્યો જેઓએ કઈ પણ જાતનું પર્મારાધના કર્યું નથી તેવા અધમ છે રેતા રેતા અથવા અફસોસ કરતા કરતા મરે છે. ૩૮૧
સદ્દગુણ તમારા યાદ કરતા ગુણિજને આંસુ વહે,
જીવન મૃત્યુ એજ ઉત્તમ સાધનારા શિવ લહે; જ્ઞાની ફલે કૃતકર્મના બહુ ધૈર્ય રાખી અનુભવે,
અજ્ઞ પામે કલેશ તે ક્ષણ ધૈર્ય ન ધરી ભેગ. ૩૮૨ સ્પષ્ટાર્થ-તે વખતે ગુણગ્રાહી પુરૂષે તમારા (સર્વ વિરતિ વગેરે આરાધી મરનારના) ગુણોને યાદ કરીને આંખમાં આંસુ લાવે છે. અને તેમનું જ જીવવું તથા મરવું ઉત્તમ છે કે જેઓ તે ભવમાં આત્મહિત સાધે છે. અને જ્ઞાની પુરૂષે પોતે કરેલા કર્મનાં શુભાશુભ ફલેને બહુ ધીરજ રાખીને એટલે કેઈ પણ પ્રકારનો હર્ષ કે શેક કર્યા વિના ભગવે છે. પરંતુ જેઓ અજ્ઞ એટલે અજ્ઞાની છે તેવા પુરૂષે તેવા કર્મને ભેગવવાના સમયે કલેશ કરતા કરતા કર્મોનાં ફલ ભેગવે છે એટલે હૈયે રાખીને અથવા સમતા ભાવ રાખીને (ભગવતા નથી. તેથી તેઓ નવાં ઘણું ચીકણાં કર્મો બાંધે છે. જેઓ સમતા ભાવે તાવ વગેરેની વેદના ભગવે, તેમને ચીકણું કર્મ બંધાતા નથી ૩૮૨
બેટા વિચારે ના કરે બે જરૂરી કાયથી,
કરે પ્રવૃત્તિ પણ જરૂરી અધિકમાં હિત રજ નથી; દેખવું સુણવું જરૂરી પૂર્વ વૈર ખમાવજે,
વિરે નવા ઉપજાવશે ના શુદ્ધ શ્રદ્ધા રાખજે. ૩૮૩ સ્પષ્ટાર્થ–વળી પ્રભુજી દેશના દેતાં જણાવે છે કે હે ભવ્ય છે ! તમે બેટા (બીન જરૂરી) વિચારે કરશો નહિ. કારણ કે બેટા વિચારો કરવાથી આ રૌદ્ર ધ્યાન થાય છે અને તેથી ઘણા ચીકણું કર્મો બંધાય છે. વળી જેટલું ખાસ જરૂરી હોય તેટલું પણ પૂર્વક (હિત-મિત- સાચું) બેલજે. વળી કાયાથી પણ જેટલી ખાસ જરૂરી હોય તેટલી પ્રવૃત્તિ અથવા ચેષ્ટા કરજે. પરંતુ નકામી પ્રવૃત્તિ કરશે નહિ. કારણ કે તેમાં જરા પણ હિત નથી. કારણ કે તેમાં જીવ હિંસાનો સંભવ છે. વળી જેટલું જરૂરનું હોય તેટલું જ જેવું તથા સાંભળવું. આ ઉપરાંત તમારે જેમની સાથે પૂર્વનું વેર હોય તેમને ખમાવજે. વળી નવા વૈર બાંધીને શત્રુ વધારશે. નહિ. કારણ કે વેર અનેક ભવ સુધી પરંપરાએ દુઃખ આપનારું થાય છે. વળી જિનેશ્વરના વચન ઉપર શુદ્ધ શ્રદ્ધા રાખજે. એટલે કે નિર્મલ સમ્યકત્વ ગુણને ધારણ કરજો. ૩૮૩ બ્રાહ્મણે પૂછેલા પ્રશ્નના જવાબમાં પ્રભુ સમકિતનો મહિમા બે લેકમાં સમજાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org