________________
૨૧૦
[ પ્રીવિજયપઘસરિતછે. બાકીના અર્ધા ભાગમાંથી અર્ધી એટલે ભાગ સગર ચકવતી ગ્રહણ કરે છે. અને બાકી રહેલામાંથી થોડો થોડો ભાગ બીજા માળે ગ્રહણુ કરે છે, આ લલિત એવે પ્રભાવ છે કે તેનાથી પૂર્વના રે નાશ પામે છે. તેમજ છ મહિના સુધી બીજા નવા રેગે પણ કદાપિ ઉત્પન્ન થતા નથી. એ પ્રમાણે બલિ વૃષ્ટિનો વિધિ પૂરું થયા પછી પ્રભુ મધ્ય ગઢના અંતરમાં ઈશાન ખૂણામાં રચેલા દેવછંદને વિષે વિસામો લે છે અને તે વખતે (બીજી પૌરૂષીમાં) પ્રભુના મુખ્ય ગણધર સિંહસેન ત્યાં આગળ દેશના આપે છે. ૩૭૬–૩૭ પ્રથમ ગણધરની દેશનાનું સ્વરૂપ જણાવે છે – બીના અસંખ્યાતા ભવાની ઉત્તરેજ જણાવતા,
પ્રભુ પ્રભાવે તેમને “છદ્મસ્થ” કઈ ન ધારતા; ગણવા નહી અહીં કેવલી ત્રણ લાભ આના જાણિયે,
ગુરૂ શિષ્ય ક્રમ ગુરૂ શ્રમવિલયતિમસમપ્રતીતિ ધારિયે. ૩૭૮ સ્પષ્ટાર્થ ત્યાર પછી તે સિંહસેન ગણધર દેશના આપે છે, તેમાં જે છે તેમને પૂર્વભવની બીન વગેરેના પ્રશ્ન પૂછે છે, તેમના અસંખ્યાતા ભવેની બીના પ્રભુના પ્રભાવથી તેઓ જણાવે છે. અને પ્રભુના પ્રભાવથી આ છદ્મસ્થ છે એવું પણ કોઈ ધારતું (જાણી શકતું નથી. ફક્ત કેવલીએ જ તેમને છદ્મસ્થ રૂપે જાણે છે. અહીં ગણધરની દેશનાના ત્રણ ગુણ (લાભ) જણાવ્યા છે, અને તે આ પ્રમાણે–૧ ગુરૂ શિષ્ય ક્રમ એટલે ગુરૂની દેશના પૂરી થયા પછી શિષ્ય દેશના આપે તે ક્રમ સચવાય છે. ૨ ગુરૂ શ્રમ વિલય એટલે ગણધર દેશના આપે તેથી પ્રભુના શ્રમનો નાશ થાય છે એટલે પ્રભુને તે વખતે વિસામે મળે છે અને ૩ સમપ્રતીતિ એટલે શ્રોતાઓને તીર્થકરની દેશના જેવી જ ગણધરની પણ દેશના હોય છે એવી સરખાપણાની પ્રતીતિ એટલે ખાત્રી થાય છે. ૩૭૮ દેશના પૂરી થયા પછી દે નંદીશ્વર કીપે જાય છે તે જણાવે છે –
પૌરૂષી બીજી થતા પરિપૂર્ણ ઇંદ્રાદિક સુરા,
નંદીશ્વરે ઉત્સવ કરી સ્વસ્થાને પહોંચ્યા પાંસરા; પ્રભુ આદિને વંદન કરી ચકી અયોધ્યા આવતા,
- અધિષ્ઠાયક તીર્થકરા મહાયક્ષ અજિતબેલા, ૩૭૯ સ્પષ્ટાર્થ –એ પ્રમાણે ગણધર મહારાજ પણ એક પહેર સુધી દેશના આપે છે અને બીજી પૌરૂષી પૂરી થાય એટલે દેશના પૂરી કરે છે. ત્યાર પછી ઈંદ્ર વગેરે દેવતાઓ સીધા નંદીશ્વર દ્વીપે જાય છે અને ત્યાં અઠ્ઠાઈ મહત્સવ કરીને પછી ત્યાંથી સીધા પોતપોતાના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org