________________
શ્રીદશના ચિંતામણિ ભાગ બીજે ] સ્થાને જાય છે. સગર ચક્રવતી પણ પ્રભુ વગેરેને વંદન કરીને અયોધ્યા નગરીમાં આવે છે. આ અજીતનાથ પ્રભુના તીર્થને અધિષ્ઠાયક દેવ મહાયક્ષ નામનો યક્ષ છે. આ યક્ષ શ્યામવર્ણનો તથા હાથીના વાહનવાળે છે. અને અજિતબલા નામની અધિષ્ઠાયિકા દેવી જાણવી. ૩૭૯ પ્રભુનું વિહાર કરીને કૌશાંબી નગરીએ આવવું તથા ત્યાં આપેલી દેશના ચાર લેકમાં જણાવે છે – વિચરતા પ્રભુદેવ કૌશાંબી સમીપે આવતા,
દેવે રચેલા સમવસરણે દેશના ઈમ આપતા, હે ભવ્ય જી! ધર્મ સાધન પ્રબેલ પુણ્ય પામીએ,
શુદ્ધ ભાવે સાધીએ તે સિદ્ધ સ્થાને પહોંચીએ. ૩૮૦ સ્પષ્ટા :-ત્યાર પછી પ્રભુ શ્રી અજીતનાથ ભગવાન વિહાર કરતા કરતા કૌશાંબી નામની નગરીના ઉદ્યાનમાં પધારે છે. અને તે વખતે દેવતાઓ રચેલા સમેસરણની અંદર સિંહાસને બેસીને પ્રભુ આ પ્રમાણે દેશના આપે છે કે-હે ભવ્ય જીવે ! પ્રબલ પુણ્યને ઉદય હોય તે જ ઘર્મસાધન એટલે ધર્મ સાધવાની સામગ્રી પ્રાપ્ત થાય છે. અને જે શુદ્ધ ભાવથી ધર્મ સાધીએ તે સિદ્ધ સ્થાન એટલે મેક્ષની પ્રાપ્તિ થાય છે. ૩૮૦
સુખના સમયમાં ના કુલાશે પુણ્ય ખાલી થાય છે,
દુઃખના સમયમાં ખિન્ન ન થશે પાપ ખાલી થાય છે; જમ્યા મરે પણ સર્વવિરતિ આદિને આરાધતા,
હસતા મરે બીજા જને બહુ ઈ મૃત્યુ પામતા. ૩૮૧
સ્પષ્ટાર્થ –વળી હે ભવ્ય જી! પુણ્યના ઉદયથી સુખનો સમય આવે ત્યારે તમે ફુલાશો નહિ. કારણ કે તે સમય પુણ્યને ખાલી થવાનો છે, એમ સમજવું. ને ચેતીને દાનાદિની સાધના જલદી કરી લેવી. વળી દુઃખને સમય આવે એટલે પાપના ઉદયથી અશાતા વગેરે દુઃખનો અનુભવ થાય ત્યારે ખિન્ન થશે નહિ. જેટલું દુઃખ ભોગવ્યું, તેટલે પાપનો કરે એ થયે, એમ સમજીને રાજી થવું, હાય કરવી નહિ, સમતાભાવ ટકાવે. અથવા જેવાં કર્મ ઉદય આવ્યાં તેવાં ભેગવ્યા વિના છુટકે નથી. પાપનો ઉદય થાય ત્યારે એમ જાણજો કે મારે પૂર્વે બાંધેલે પાપ કર્મો રૂપી કચરે ખાલી થાય છે. વળી જેઓ જમ્યા છે તેઓ અવશ્ય કરવાના છે જ, પરંતુ જેઓ મનુષ્ય જન્મ પામીને સર્વ વિરતિ દેશ વિરતિ વગેરેને પાળે છે તેવા પુરૂષે મરતી વખતે હસતા હસતા મરે છે, કારણ કે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org