________________
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો]
૧૫૫ સ્પષ્ટાર્થ:–હરિવર્ષ ક્ષેત્રમાં હરિસલિલા તથા હરિકાંતા એ નામની બે નદીઓ છે. તથા મહાવિદેહ ક્ષેત્રમાં સીતા તથા સતેદા એ નામની બે નદીઓ આવેલી છે. રમ્યક ક્ષેત્રમાં નરકાંતા તથા નારીકાંતા નામની બે મોટી નદીઓ છે. તથા હેરણ્યવત ક્ષેત્રમાં સુવર્ણકૂલા તથા રૂધ્યકૂલા એ નામે બે નદીઓ આવેલી છે. એરવત ક્ષેત્રમાં રક્તા તથા રક્તવતી નામની બે નદીઓ છે. આ પ્રમાણે દરેક ક્ષેત્રમાં બે બે નદીઓ આવેલી છે. તેમાંની પ્રથમ પ્રથમ કહેલી દરેક નદી પૂર્વ દિશામાં લવણ સમુદ્રને મળે છે. અને તે દરેકની બીજી બીજી નદીઓ તે પશ્ચિમ દિશામાં લવણ સમુદ્રને મળે છે. હવે આ નદીઓને કેટલે પરિવાર છે તે જણાવે છે–ગંગા તથા સિંધુ નદી ચૌદ ચૌદ હજારના પરિવાર સાથે અબ્ધિને એટલે સમુદ્રને મળે છે. ૨૫૧-૨પર
સીતા સતેદા વિણ બધી નદીઓ દગુણ પરિવારમાં,
ઉત્તરે સરિતા સમો પરિવાર દક્ષિણ ભાગમાં સીતા સદા બેઉ પંચ લખ સહસ બત્રીશ નદી તણું,
પરિવારવાળી શેભતી જોનાર પુણ્યશાલી જના. ૨૫૩ સ્પષ્ટાર્થ –આ સાતે ક્ષેત્રમાં બે બે નદીઓ હોવાથી કુલ ૧૪ મટી નદીઓ છે. તેમાંથી મહાવિદેહ ક્ષેત્રની સતા અને સતેદા એ બે નદીઓ સિવાયની બાકીની બાર નદીઓ બમણું બમણ વિસ્તાર વાળી છે. ઉત્તર દિશાની નદીઓને જેટલે પરિવાર છે તેટલું જ દક્ષિણ દિશાની નદીઓની પણ પરિવાર જાણવે. જેમ કે ભરત ક્ષેત્રની ગંગા સિંધુનો ચૌદ હજારને પરિવાર કહ્યો તેટલેજ રક્તા અને રક્તવતી નદીઓને પણ જાણ. પરિવાર એરવતક્ષેત્રની તેનાથી બમણએટલે અાવીશ હજારને પરિવાર હેમવત ક્ષેત્રની રેહિતા અને રોહિતાશાને જાણવે. તેમજ હરણ્યવંત ક્ષેત્રની સ્વર્ણકૂલા અને રૂધ્યકૂલાને પણ અઠ્ઠાવીસ હજારને જાણવે. તેનાથી બમણો એટલે છપ્પન હજાર નદીઓને પરિવાર હરિવર્ષ ક્ષેત્રની હરિકાંતા તેમજ હરિસલિલા નદીને તથા રમ્યક્ ક્ષેત્રની નરકાંતા તથા નારીકાન્તાને જાણો. હવે બાકીની મહાવિદેહ ક્ષેત્રની સીતા તથા સીતાદા એ બે નદીઓ પૈકી દરેકને કુલ પાંચ લાખ અને બત્રીસ હજાર નદીએને પરિવાર કહે છે. આવા પરિવારવાળી તે સીતા અને સતેદા નદીને જેનારા છે. પુણ્યશાળી જાણવા. કારણ કે તે વિચરતા તીર્થંકરદેવની હયાતીવાળા મહાવિદેહ ક્ષેત્રમાં આવી છે. ૨૫૩
હવે સાતે ક્ષેત્રની પહેળાઈ વગેરે જણાવે છે –
ભરતની પહોળાઈ પણ શત છવીસ યોજન ષટ કલા,
જન તણે ઓગણુશમે જે અંશ તે જાણે કલા;
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org