________________
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજે
૧૭૯ ૫ટાર્થ--ત્યાર પછી તેરમે રૂચક દ્વીપ આવ્યું છે. અને તેને ફરતે રૂચક સાગર આવે છે. આ છોધા દ્વીપ તથા સમુદ્રો પાછળ પાછળ કહેલા દ્વીપ તથા સમુદ્રથી બમણા બમણું વિસ્તારવાળા છે. એટલે જબૂદ્વીપ ૧ લાખ જનને છે તે લવણ સમુદ્ર તેથી રામણ વિસ્તારવાળે એટલે ૨ લાખ જા પહોળો છે. તેનાથી ધાતકી ખંડ બામણે એટલે ૪ લાખ જતના વિસ્તારવાળે છે. તેનાથી કોલેદધિ દમણે એટલે ૮ લાખ જનના વિસ્તારવાળે છે. આ પ્રમાણે બમણા બમણ વિસ્તારવાળા અસંખ્યાતા દ્વીપ તથા સમુદ્રો ગયા પછી છેલ્લે સ્વયંભૂરમણ નામને દ્વીપ આવે છે અને તેને ફરતો છેલ્લે સ્વયંભૂરમણ નામે સમુદ્ર આવેલ છે. પ્રથમ કહેલ અઢી દ્વીપની અંદર ૫ ભરત, ૫ ઐરાવત અને ૫ મહાવિદેહ એ ૧૫ કર્મભૂમિ કહેવાય છે. એટલે ત્યાં અસિ, મસી અને કૃષિથી આજીવિકા ચાલે છે. બાકીના ૫ હિમવંત વગેરે ૩૦ અકર્મ ભૂમિઓ અથવા યુગલિયાના ક્ષેત્રો જાણવા. ૩૦૭ હવે બે શ્લોકમાં સમુદ્રના પાણીને સ્વાદ કે છે તે વગેરે કહે છે –
કાલોદધિ તિમ પુષ્કરદધિ સ્વયંભૂરમણાબ્ધિનું,
- વારિ મીઠું તેમ ખારું વારિ છે લવણાબ્ધિનું વારૂણોદધિ વારિ મદિરાની સમું ક્ષીરાદધિ,
દૂધ જેવા વારિવતિ તે પછી ધૃતવરેદધિ. ૩૦૮ ગાયના ઘીની સમો બીજા ઉદધિ તજઆદિના,
ચૂર્ણ મિશ્રિત ભાગ ચોથે જેહમાં તે ધક્ષના રસની સમા જલવંત લવણોદધિ સ્વયંભૂરમણને,
કાલેદધિ ત્રણ છે ભરેલા કૂર્મ આદિકથી અને. ૩૦૯ સ્પષ્ટાર્થ:--બીજે કાલેદધિ સમુદ્ર, ત્રીજો પુષ્કરોદધિ સમુદ્ર તેમજ છેલ્લો સ્વયંભૂરમણ સમુદ્ર એ ત્રણ સમુદ્રના પાણીને સ્વાદ મીઠા પાણી જેવું છે. અથવા એ ત્રણ સમુદ્રનું પાણી મીઠું છે. અને લવણ સમુદ્રનું પાણી ખારું છે. વારૂણીવર સમુદ્રનું પાણી મદિરા એટલે દારૂના જેવા સ્વાદવાળું છે. ક્ષીરદધિનું પાણી ક્ષીર એટલે દૂધના જેવા સવાદ જેવું છે. તે પછી ઘતવર સમુદ્રનું પાણી ગાયના ઘી જેવું છે. બાકીના બીજા બધા સમુદ્રોનું પાણી તજ, એલચી, કેસર વગેરેના ચૂર્ણથી મિશ્રિત ચોથો ભાગ છે જેમાં એવા શેલડીના રસની જેવા સ્વાદવાળું છે. વળી લવણ સમુદ્ર, કાલોદધિ તથા સ્વયંરમણ સમુદ્ર એ ત્રણ સમુદ્રો કૂર્માદિક એટલે કાચબા માછલાં વગેરેથી ભરેલા છે. ૩૦૮–૩૦૯ તીર્થકર, ચક્રવતી વગેરે ક્યાં ઉપજે અને તેમની જઘન્ય ઉત્કૃષ્ટ સંખ્યા કેટલી હોય?
તે જણાવે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org