________________
૨૦૨ સુખ પામવા માટે શું કરવું જોઈએ તે બે ગાથામાં જણાવે છે:
કલેશ વાસિત ચિત્ત એ સંસાર મન ગત કલેશ એ,
મુક્તિ નિઃસ્પૃહતા પરમ સુખ શીલ સમતા ધારીએ; તમને ગમે સુખ જેમ જાણો તિમ ગમે સુખ સર્વને,
સુખ સાધનાને સેવનારા જીવ પામે શર્મને ૩૫૯ સ્પદાર્થ –કલેશ વાસિત ચિત્ત એટલે કલેશ અથવા કંકાસની વાસનાવાળું મન એ સંસાર જાણ. એટલે કલેશની વાસનાવાળા મનથી સંસારમાં રખડવું પડે છે. ને જે કલેશ રહિત મન તે મુક્તિ જાણવી. નિસ્પૃહતા એટલે કોઈ પણ જાતની પૃહા અથવા ઈચ્છાથી રહિતપણું પરમ સુખનું કારણ છે. અને પરવસ્તુની પૃહા મહાદુઃખને આપે છે. તથા શીલ ગુણ તથા સમતા ગુણને ધારણ કરજે. જેમ તમને સુખ ગમે છે અથવા સારું લાગે છે તેમ સર્વ જીને પણ સુખ ગમે છે. પરંતુ ઉપર જણાવેલા નિસ્પૃહતા, શીલ, સમતા વગેરે ગુણેને ધારણ કરનારા જીવો જ શર્મ એટલે સુખને પામે છે. માટે જે સુખની ઈચ્છા રાખો છો તે સુખના હેતુઓની સેવા કરો, કારણ કે દુ:ખના હેતુઓને સેવવાથી સુખ મેળવી શકાતું નથી. ૩૫૯
ચાહના છે શર્મની પણ સેવ દુઃખ હેતુને,
તે ન પામે શર્મ પણ દુઃખ પામતો જિમ બિંબને; વાવનારે નિંબ પામે શેલડીને કિમ લહે?
કાર્ય વ્યવસ્થા હેતુને અનુસાર પ્રભુજી ઈમ કહે. ૩૬૦ સ્પષ્યાર્થ:-સર્વ જીવો સુખને ચાહનારા છે, પણ તે સુખ મેળવવાને માટે દુઃખના હતુઓને સેવે છે. તેથી તેમને સુખ મળતું નથી પણ દુઃખ જ મળે છે. કારણ કે જેવું કારણ હોય તેવુંજ કાર્ય ઉપજે છે. તેથી દુ:ખના હેતુઓના સેવનથી દુ:ખજ થાય છે. આ વાતમાં દષ્ટાન આપતાં જણાવે છે કે જેમ નબ એટલે લીમડાને વાવનાર પુરૂષને લીમડે મળે છે. લીમડો વાવનારને શેરડી મળતી નથી. કારણ કે પ્રભુ શ્રી વીતરાગ દેવે કહ્યું છે કે કાર્યની વ્યવસ્થા તેના હેતુને અનુસારે રહેલી છે. માટે સુખ મેળવવા માટે સુખના હેતુઓને સેવવા જોઈએ. ૩૬૦ સુખની ઇચ્છાવાળા છે પણ દુઃખના સાધને સેવે છે તે જણાવે છે –
આશ્ચર્ય એહ જણાયે સર્વ ધર્મફલને ચાહતા,
ધર્મ કરવા કોઈ દિન પણ તે જન ના ચાહતા;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org