Book Title: Deshna Chintamani Part 02
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha

View full book text
Previous | Next

Page 244
________________ - ૨૦૧ શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો] ધારણ કરનાર જે ચૌદપૂર્વ કહેવાય છે તેવા ઉત્તમ કટીના સાધુઓ પણ નિગોદની અંદર જઈને ઘણે કાળ રખડે છે. ૩૫૬ ફાંસીતણું દુઃખ ગિરિ ઉપરથી પતન અગ્નિમાં વલી, હિત અહિતને સમજવામાં મુ ઝવણી સ્ત્રીતિ વલી; હિંસા વિશેષ જૂઠ ચારે કોઇ માનાદિક વલી, કલહ અભ્યાખ્યાન ચાડી અરતિ પર નિંદા વલી, ૩૫૭ ૫બ્દાર્થ – આ મિહને લીધે ફાંસીએ લટકીને મરણ પામવાનું દુઃખ મળે છે. પર્વત ઉપરથી પડીને મરણ થાય છે. અગ્નિમાં બળી મરવાનું દુઃખ ભેગવે છે. હિત અથવા આત્માને લાભદાયી શું? અને અહિત એટલે આત્માને નુકશાન કરનાર શું તે સમજવામાં મુંઝાય છે, અથવા હિતને અહિત રૂપે સમજે છે અને અહિતને હિત રૂપે સમજે છે. અને તેથી અહિતનો આદર કરે છે જેથી તે દુઃખી થાય છે. વળી આ મેહને લીધે સ્ત્રીને વિષે રતિ એટલે આસક્તિથી વિષયની ઈચ્છા થાય છે. મેહને લીધે હિંસા એટલે જીવન વધ કરે છે. અધિક જૂઠું બોલે છે. ચેરી કરે છે, બીજાના ઉપર કોધ કરે છે. અભિમાન રાખે છે. કલહ એટલે કછુઆ કરે છે. અભ્યાખ્યાન એટલે કોઈના ઉપર ખેટા આળ મૂકે છે. બીજાની ચાડી ખાય છે. અરતિ એટલે અપ્રીતિ અથવા ઢેષ ભાવ થાય છે, વળી બીજા જીવોની નિંદા કરે છે. ૩૫૭ માયા મૃષા મિથ્યાત્વ રાજ્ય વિનાશ ગાંડાપણું વલી, તિમ ભયંકર રોગ પિડા નાશ વિરતિનો વલી; અરૂચિ ધર્મ ક્રિયા વિષે તિમ તીવ્રરૂચિ પાપે વલી, જીવન વિનાશ પ્રમુખ જાણે એહ મેહફલાવલી. ૩૫૮ સ્પષ્ટથ:–વળી મેહનાં વિશેષ જુલ્મ (ભયંકર નુકશાની જણાવે છે:–મોથી જીવ માયામૃષા એટલે કપટ સાથે જૂઠું બોલે છે, મિથ્યાત્વ એટલે જિનેશ્વરનાં વચન ઉપર શ્રદ્ધા રહેતી નથી, તેનાથી ઉલટું કુદેવ અને કુપમ ઉપર રાગ થાય છે. રાજ્યને નાશ તેમજ ગાંડાપણું પણ થાય છે. વળી અનેક પ્રકારના ભયંકર રોગોની પીડા ભોગવે છે. વિરતિ (ચારિત્ર)નો નાશ કરે છે. ઘર્મક્રિયાને વિષે અરૂચિ થાય છે એટલે ઘર્મક્રિયા કરવી ગમતી નથી. તથા પાપને વિષે તીવ્ર રૂચિ એટલે ઘણી અભિલાષા થાય છે. જીવન વિનાશ એટલે મરણ થાય છે. આ બધાં (૩૫૭મી તથા આ ગાથામાં કહેલાં) મોહનાં ફળોનો સમુદાય તમે જાણજે. એટલે મેહને લીધે જીવને ઉપર જણાવેલાં અનેક પ્રકારનાં દુ:ખની પરંપરા ભોગવવી પડે છે એવું જ0ને હે ભવ્ય જીવો! તમે મેહનો ત્યાગ કરજે. ૩૫૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284