________________
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો ]
૨૦૩ પાપનું ફલ ના ચહે પણ પાપને તજતા નથી,
જેવું કરે તેવું લહે એ તત્વ દીલ ધરતા નથી. ૩૬૧ પષ્ટ થ:–અહીં નવાઈની વાત એ છે કે સર્વે જી ઘર્મનું ફલ જે સુખ તેને ઈચ્છે છે, પરંતુ તે જીવો કોઈ દિવસ ઘર્મ કરવાની તે ભાવના પણ રાખતા નથી. પાપનું ફલ જે દુઃખ તેને ઈચ્છતા નથી, પરંતુ દુઃખના કારણે પાપ કર્મને સેવવાને ત્યાગ કરતા નથી. એટલે “જેવું કરે તેવું પામે” અથવા “વાવે તેવું લણે” એ તત્ત્વની વાતને વિચાર કરતા નથી. આવા જ સુખની ઈચ્છા છતાં દુઃખને જ પામે છે. ૩૬૧ કામનું સ્વરૂપ સમજાવે છે –
કામ એ છે શલ્ય જેવા ઝેર આશીવિષ સમા,
કામી ન ચાહે દુર્ગતિ પણ જાય તિર્યંચ નરકમાં; સત્ય સુખ કામે નહી કિંપાક ફલ આરોગતા;
મિષ્ટ લાગે અંતમાં તે મરણ બૂરૂં આપતા. ૩૬૨ સ્પષ્ટાર્થ –કામ એટલે વિષયની જે અભિલાષા તે શલ્ય સમાન છે. શલ્ય એટલે કાંટે. જેમ કાંટે જીવને ખટક્યા કરે છે અને દુઃખ આપે છે, તેમ આ કામને લીધે જીવ પણ આર્તધ્યાનાદિ રૂપી કાંટાથી દુઃખી થાય છે. વળી આ કામને આશીવિષ ઝેર સમાન કહ્યો છે. જેમ આ ઝેરની અસરથી જીવનું મરણ થાય છે તેમ કામ (ભગ તૃષ્ણા)ની આકરી વેદના પણ જીવને મરણ પમાડે છે. કામી જીવો પણ દુર્ગતિને ઈચ્છતા નથી, પરંતુ તેવા જીવો મરીને તિર્યંચ ગતિમાં કે નરકની દુર્ગતિમાં જાય છે. વળી ભેગના સેવનથી માનેલું જે સુખ તે સાચું સુખ નથી. કારણ કે તે વિષય સુખ કિપાક ફલ જેવું છે. જેમ કિપાક વૃક્ષનું ફલ ખાતાં ઘણું સ્વાદિષ્ટ લાગે છે, પરંતુ છેવટે તે મરણ રૂપી બૂરા ફલને આપે છે, તેમ આ વિષય સુખ ભોગવતાં મૂઢ જીને સુખની ભ્રમણા કરાવે છે, પરંતુ છેવટે તે તે જીવોને અસમાધિ મરણ વગેરે ભયંકર દુઃખને આપનારું થાય છે. ૩૬૨ ખરા ત્યાગી કણ કહેવાય તે જણાવે છે – પામ્યા છતાં સ્વાધીન સાધન ભેગના જેઓ તજે,
તેઓ ખરા ત્યાગી જરૂર શિવ સંપદા ઝટપટ ભજે; વૈરાગ્ય રંગે ભેગને તજનાર સાચા શૂર એ,
ભેગ છે કે જેને તે શુરવીર ના માનીએ. ૩૬૩ સ્પષ્ટાઈ—જે છે ભગના સાધને ધન ધાન્યાદિક વગેરે પામીને તે પિતાને સ્વાધીન હોય એટલે જ્યારે ઈચ્છા થાય ત્યારે તેને ભેગ તેમજ ઉપભેગ કરવાને પિત્ત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org