________________
Re૭
શ્રી દેશના ચિંતામણિ ભાગ બીજો]
બલવીર્ય કીર્તિવીર્યતિમ જલવીર્ય પણ ભૂપતિ થતા,
અનુક્રમે તે વંશમાં દાદા પિતા મુજ નૃપ થતા. ૩૭૦ તેઓ બધા સંયમ લહીને સિદ્ધિ પામ્યા અહીં વલી,
ભરતાદિમાં તિમ મહાવિદેહે જીવ ઘણાં પામે વલી; પામશે જ અનંતા સત્ય સુખ ચારિત્રથી,
ચારિત્ર સાધનથી જ ઉત્તમ કહ્યો નરભવ નિયમથી. ૩૭૧ સ્પષ્ટાર્થ --દીક્ષા લીધા પછી તે બાહુબલિ મુનિને જ્યાં સુધી અભિમાન હતું ત્યાં સુધી કેવલજ્ઞાન થયું નથી, પરંતુ જે તેમણે તેનો ત્યાગ કર્યો કે તરત જ તેમને કેવલજ્ઞાન થયું અને અનુક્રમે તેઓ પણ મેક્ષે ગયા. ભરત ચકીના પુત્ર સૂર્યશા રાજા તેમજ અનુક્રમે તેમની પાટે થએલા અતિએલ રાજા, બલવીય રાજા, કીર્તિવીર્ય રાજા તેમ જલવીર્ય રાજા પણ ત્યાગી થઈને મેક્ષે ગયા છે તેવા ઈક્વાકુ વંશમાં મારા દાદા અને પિતા ઉત્પન્ન થયા હતા. તે બધાએ રાજાએ સંયમ લઈને કેવલી થઈને મેક્ષે ગયા. એ પ્રમાણે ભૂતકાળમાં અહીં તથા બીજા ભરત ક્ષેત્રાદિમાં પણ અનંતા જીવો મેક્ષના અવ્યાબાધ સુખને પામ્યા છે. મહાવિદેહ ક્ષેત્રમાંથી હાલ પણ ઘણાં ભવ્ય મેક્ષે જાય છે. તેમજ ચારિત્રનું પાલન કરી અનંતા જી મેશે જશે. મનુષ્ય ભવમાં આ ચારિત્રને સાધવાની અનુકુલતા હોવાથી જ તે (મનુષ્ય ભવ) સૌથી શ્રેષ્ઠ કહ્યો છે. ૩૭૦–૩૭૧ જેઓ સર્વવિરતિ પાળવાને અસમર્થ હોય તેમને દેશવિરતિ પાલવાને ઉપદેશ
મેહાદ ન સમર્થ જેઓ સર્વવિરતિ પાલવા,
તે જનો ઉદ્યમ કરતા દેશવિરતિ પાલવા; ઉત્કૃષ્ટ આઠ ભ કરી શિવ દેશ વિરતિ પાલતા,
પામતા શ્રાવક જન સમ્યકત્વ ગુણને પાલતા. ૩૭૨
સ્પષ્ટાર્થ:–જેઓ મોહન એટલે પ્રત્યાખ્યાનાવરણ કષાયનો ઉદય હોવાથી સર્વ વિરતિ રૂપી ચારિત્ર ધર્મ પાલવાને સમર્થ જોતા તેવા મનુષ્ય દેશવિરતિ ચારિત્ર પાલવાને ઉદ્યમ કરે છે. અને એવા દેશવિરતિ શ્રાવકે સમકિત ગુણ સહિત ત્રતાદિનું પાલન કરતા વધારેમાં વધારે આઠ ભો કરીને મેક્ષે જાય છે. માટે જેથી સર્વ વિરતિનું પાલન ન બની શકે તેવા ભવ્ય જીવેએ દેશવિરતિ ચારિત્રનું તે પાલન કરવું જોઈએ. અને જેઓ દેશવિરતિ પણ ધારણ કરી શકે નહિ, તેવા છએ સમ્યકત્વ ગુણની પાલન જરૂર કરવી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org