________________
૨૦૬
[ શ્રીવિજયપધરિકૃતઆયુષ્ય હજી લાંબું છે એવું જાણીને ત્યાગ ભાવ જણાવનાર મુનિ વેષને ધારણ કરીને ભવ્ય જીવોના સમૂહને પ્રતિબંધ કરતા વિચરતા હતા. ૩૬૭
કોઈ પૂછે કુણ તમે મુનિ તેહ ઉત્તર આપતા,
ભિક્ષુ હું છું ઈમ કહેતા હર્ષ અતિશય પામતા; એક લાખ પૂરવ સુધી ચારિત્ર પાળી રંગથી,
ભવ્યજનને તારતા ધારી કૃપા ઉપદેશથી. ૩૬૮ સ્પાર્થ –કેઈ તે ભરત મુનિને પૂછે કે તમે કોણ છે ત્યારે રાજર્ષિ મુનિરાજ હું છ ખંડની ઘણી ભરત ચકવતી હતું એમ કહેતા નથી, પરંતુ હું ભિક્ષુ-સાધુ છું એમ કહેતાં અતિશય હર્ષ પામતા હતા. આવા દયાળુ ભરત મુનિવરે એક લાખ પૂર્વ વર્ષ સુધી રંગથી એટલે ભાવપૂર્વક ચારિત્ર પાળીને અને ભવ્ય અને ઉપદેશ આપીને તેમને આ સંસારમાંથી તારતા હતા. ૩૬૮ એ પ્રમાણે પ્રભુજી પોતે જે વંશમાં જન્મ્યા છે તે રાજાઓની ત્યાગ ભાવના ત્રણ લેકમાં જણાવે છે – કર્મો અઘાતી ચાર હણતા સિદ્ધિ પદને પામતા,
એ ભરતમુનિ વંદતા બહુ પાપ પુજે વિણસતા; તેમના લઘુભાઈ બાહુબલીજ બાહુબલી હતા,
મૂઠી ઉપાડી લેચ કરીને શુદ્ધ સંયમ સાધતા. ૩૬૯ સ્પષ્ટાર્થ –તે ભરત મુનિરાજ પણ બાકી રહેલાં નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય, નામનાં ચાર અઘાતી કર્મોને નાશ કરીને તેમના પિતાની જેમ સિદ્ધિપદને પામ્યા. આવા ભરત મુનિને વંદન કરવાથી ઘણું પાપના સમુદાયનો નાશ થાય છે. વળી તેમના નાના ભાઈ જેમનું નામ બાહુબલી હતું, અને જેઓ ખરેખર બાહુ એટલે ભુજાઓના બળમાં ભરત ચક્રવતી કરતાં પણ ચઢિઆતા હતા, તેઓ પણ પિતાના મોટાભાઈ ભરત ચક્રવતીની સાથે યુદ્ધ કરતાં તેમને મારવાને માટે ઉપાડેલી પોતાની મુઠી વડેજ લેચ કરીને શુદ્ધ ચારિત્રને પાળતા હતા. કહેવાનો સાર એ છે કે આ બધાં મહાપુરૂષે પણ ત્યાગ માર્ગજ સાચા સુખનું સાધન છે, એમ સમજીને ત્યાગી બની મેક્ષને પામ્યા, તે બીજા સામાન્ય જીએ તે જરૂર સંયમની નિર્મલ સાધના કરી મુક્તિના સુખ મેળવવા જોઈએ. ૩૬૯
માન તજતા કેવલી થઈ મુક્તિના સુખ પામતા,
તેમ સૂર્યશા મહાયશા અતિખલ ક્રમે નૃપ થતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org